Abtak Media Google News

લાખો કામદારોને રોજી આપતો આ ઉઘોગ હજુ જીએસટીના કાદવમાં કરોડો રૂપિયાના રિફંડ અટવાઇ જતા ઉઘોગને ફટકો

જીએસટીનું કમઠાણ ખોટા ચોઘડીયે લાગુ પડયાનું જામનગરનો કરોડરજજુ સમાન બ્રાસપાર્ટ ઉઘોગ અનુભવે છે. હજારો કારખાનેદારો છતે નાણાં ભારે નાણાં ભીડ અનુભવી રહ્યા છે કેમ કે રિફંડની પ્રક્રિયામાં આ ઉઘોગના અંદાજે ૭૦ થી ૮૦ કરોડ રૂપિયા અને અન્ય ધંધાર્થીઓના પણ ગણીએ તો જામનગરના અંદાજે ૧૦૦-૧૨૫ કરોડ સરકારમાં સલવાઇ ગયેલા પડયાનું ઔઘોગિક વર્તુળો જણાવે છે.

છેક ગત જુલાઇમાં જીએસટી અમલમાં આવ્યાને છ એક મહીના પૂરાં થવા આવ્યા છે. પરંતુ આજની તારીખે જામનગર સહીતનું દેશભરનું વેપાર ઉઘોગ જગત હજુયે જીએસટી ની પરેશાનીનો સામનો કરે છે. જામનગરના બ્રાસપાર્ટ ઉઘોગમાં અગાઉ ર૮ ટકા જીએસટી હતો તાજેતરમાં ફેરફાર પછી તે દર ૧૮ ટકા કરવામાં આવ્યો છે. પાછલા મહિનાઓમાં બ્રાસપાર્ટ ઉઘોગના અંદાજે ૭૦ કરોડ  રૂપિયા જેટલી રકમ સકારમાં રિફંડના રુપમાં જમા પડી છે. સરકારી કચેરીઓમાં તથા ઓનલાઇન આ રકમો જે તે વેપારી ઉઘોગપતિના ખાતામાં જમા દેખાડવામાં આવે છે પરંતુ આ રકમનું ચુકવણું સંબંધીત પાર્ટીને ચેક જેવા કોઇ સ્વરુપમાં આપવાની કે તેના બેંક ખાતામાં જમા કરી આપવા જેવી કોઇ વ્યવસ્થા કેન્દ્ર સરકારે કે રાજય સરકારે આજની તારીખે ગોઠવી નથી.

સરકાર ડિજિટલાઇઝેશનની માત્ર વાતો જ કરતી હોય તેવી સ્થિતિ છે ઓનલાઇન કરદાતાઓની રિફંડની રકમ દેખાડવામાં આવે પરંતુ તે રકમ ઉઘોગકારના કબજામાં ન આવે ત્યાં સુધી ઓનલાઇનનો મતલબ શો ?

ઉઘોગ સાથે સંકળાયેલા વર્તુળો પાસેથી એમ પણ જાળવા મળે છે કે જે તે ઉઘોગકારની રિફંડની જમા રકમ તે ઉઘોગકારના બેંક ખાતા સુધી પહોચાડવાની

પ્રક્રિયા માટે ચોકકસ અધિકારીઓની પણ હજુ સુધી સરકાર દ્વારા નિયુકિત કરવામાં આવી નથી.

જામનગરનો બ્રાસપાર્ટ ઉઘોગ જીએસટીના આ રીતે અટવાઇ ગયેલા કરોડો રૂપિયાના રિફંડસ ઉપરાંત નવી પઘ્ધતિ તરીકે દાખલ થયેલી ઇ-વે બીલ સીસ્ટમમાં પણ પરેશાનીઓ અનુભવી રહ્યો છે. જેમાં ખાસ કરીને નાના અને મઘ્યમ કક્ષાના ઉઘોગો વધુ તકલીફ સહન કરી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.