જામનગરમાં જુગારધામ ઝડપાયું: રૂા.૯.૫૨ લાખનાં મુદામાલ સાથે ૮ ઝડપાયા

43
jamnagar-was-arrested-in-jamnagar-8-lakhs-of-money-was-stolen-with-rs-9-52-lakh
jamnagar-was-arrested-in-jamnagar-8-lakhs-of-money-was-stolen-with-rs-9-52-lakh

શહેરના અલગ અલગ બે વિસ્તારોમાં ધમધમતા જૂગારના અડ્ડા પર પોલીસ ત્રાટકી

જામનગર પંથકમાં જુદા-જુદા બે સ્થળોએ પોલીસે જુગારધામ પર દરોડા પાડી કુલ રૂા.૧૦.૧૯ લાખનાં મુદામાલ સાથે ૧૫ જુગારીઓની ધરપકડ કરી કાર્યવાહી હાથધરી છે. આ અંગેની પોલીસમાંથી મળતી વિગત મુજબ જામનગરનાં ખોજા બેરાજા વાડી વિસ્તારમાં જુગાર કલબ ચાલતી હોવાની લોકલ ક્રાઈમ બ્રાંચને બાતમી મળતા હેડ કોન્સ્ટેબલ કે.એમ.ભોચીયાપોળ, વનરાજભાઈ મકવાણા સહિતનાં સ્ટાફે ખોજા બેરાજાવાડી વિસ્તારમાં ચાલતા જુગારધામ પર દરોડો પાડી ખોજાબેરાજા ગામની આવેલ સીમમાં મકાનમાં બહારથી માણસો બોલાવી જુગારનાં સાધનો પુરા પાડી જુગાર રમાડતો માલદે પોલા મોઢવાડીયા, રમેશ ઉર્ફે ઉપેન્દ્ર બચુ કરગીયા, જીવરાજ જગા નંદાણીયા, રામજી વિજસુર ઘોડા, દિપક ઉર્ફે ભુરો લખમણ વરૂ, વિમલ મહેશ, જેશા લાખા નંદાણીયા, વિરમ ખીમા ધનાણી સહિત આઠ શખ્સોની પોલીસે ધરપકડ કરી જુગારના પટમાંથી રોકડા રૂા.૩,૦૨,૦૦૦ તથા બે કાર સહિત કુલ રૂા.૯,૫૨,૦૦૦નો મુદામાલ કબજે કર્યો છે.

જયારે અન્ય એક દરોડામાં જામજોધપુર પોલીસ મથકનાં કોન્સ્ટેબલ ગોવિંદભાઈ સહિતનાં સ્ટાફે ગોપ ગામથી ઝીણાવારી ગામ તરફ જવાના રસ્તે આવેલા મારીયાની ધાર વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા મેઘા કેશા પાથર, જીવા નટુ પાથર, માંડા નથુ પાથર સહિત ત્રણ શખ્સોની રૂા.૨૪૫૦ની રોકડ તથા ત્રણ બાઈક સહિત કુલ રૂા.૬૭,૪૫૦નાં મુદામાલ સાથે ધરપકડ કરી છે. જયારે નાસી ગયેલા પુજા કારેણા, જેસા કેશા પાથર, આલા નંદાણીયા, પરબત રાજા કરથીયા, દિનેશ ઉર્ફે સીકરી કારા પાથર તથા ગીરીશ કેશા પાથર નામના ૬ શખ્સોની શોધખોળ આદરી છે.

Loading...