Abtak Media Google News

રાજ્યભરના કોર્પોરેટરોના માનદ વેતન ભથ્થામાં સરકારે વધારો કર્યો છે. જામનગરમાં પણ ૬૪ કોર્પોરેટરોના ભથ્થામાં બમણો વધારો થતા જામનગર મહાનગર ઉપર વાર્ષિક ૪૦ લાખનું ડેમરેજ વધશે.

રાજ્યના મુખ્યમંત્રી વિજય રૃપાણીએ ગઈકાલે પોતાના જન્મદિવસ નિમિત્તે રાજ્યના કોર્પોરેટરોને માનદ ભથ્થામાં વધારો કરીને આર્થિક ભેટ આપી હતી. જામનગરના ૬૪ કોર્પોરેટરો અને તેમને હાલ પ્રતિ માસ રૃા. ૪૩૦૦નું ભથ્થુ મળે છે. એટલે કે પ્રતિમાસ રૃા. ૨,૭૫,૨૦૦ અને વર્ષે રૃા. ૩૩ લાખથી વધુ થાય છે.

હવે દરેક કોર્પોરેટરને માસીક ભથ્થુ રૃા. ૭૦૦૦ ઉપરાંત ૫૦૦ મિટિંગ ભથ્થુ, ૧૦૦૦ ટેલિફોન ભથ્થુ અને ૧૫૦૦ સ્ટેશનરી ભથ્થુ જે અલગથી ચૂકવાશે તો કુલ દસ હજાર થશે. એટલે કે પ્રત્યેક કોર્પોરેટરના દસ હજાર લેખે માસિક કુલ ૬૪ કોર્પોરેટરને ૬૪,૦૦૦ થશે અને વાર્ષિક રૃા. ૭૬,૮૦,૦૦૦ થશે. એટલે કે વર્ષે ૪૩ લાખનો આર્થિક બોજો જામનગર મહાપાલિકા ઉપર આવી પડશે.

જો કે માનદ ભથ્થુ ૭૦૦૦ ઉપરાંત સ્ટેશનરી, ટેલિફોન અને મિટિંગ ભથ્થુ અલગ વધારો કે ૭૦૦૦માં જ બધાના સમાવેશ થશે તેનું સ્પષ્ટીકરણ થયું નથી. જામનગર મહાપાલિકાની આર્થિક સ્થિતિ હાલ સબળ નથી. તેમાં આ માનદ વેતન ભથ્થાનો વધારાનો ખર્ચ મહાનગરપાલિકા માટે વહન કરવો મુશ્કેલ બનશે. બીજીતરફ એવી લોકચર્ચા છે કે સેવાના હેતુથી ચૂંટાતા નગરસેવકો માનદવેતનના પ્રમાણમાં ’જનસેવા’ કરે તોય ઘણું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.