Abtak Media Google News

કુલ ૮૩ કેસ કરી રૂ.૮૮૦૦ની વસુલાત

જામનગરમાં વાહન અકસ્માતમાં માનવીના મૃત્યુ અને ઇજાના બનાવોમાં ધટાડાના હેતુથી ટ્રાફીક પોલીસ દ્વારા હેલમેટ ઝુંબેશ હાથ ધરવામાં આવી. હતી. ઝુંબેશની શરુઆત પોલીસ હેડ કવાર્ટરથી કરવામાં આવી હતી.ટ્રાફીક પોલીસ દ્વારા પોલીસ હેડ કવાર્ટર બહાર કાર્યવાહી દરમ્યાન ૧પ પોલીસ કર્મીઓ, ૭ હોમગાર્ડઝના જવાનો સામે હેલ્મેટના નિયમના ભંગ સબબ કાર્યવાહી હાથ ધરી દંડની વસુલાત કરવામાં આવી હતી. તદઉપરાંત દિવસ દરમ્યાન કુલ હેલ્મેટના નિયમના ભંગ બદલ કુલ ૮૩ કેસ કરી રૂ ૮૮૦૦ દંડની વસુલાત કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.