Abtak Media Google News

જામનગરની અદાલતમાં વારસાઈ મિલકતમાં ભાગ માટેના કાયદેસરના સંતાનો તથા પાલક પુત્ર વચ્ચે મંડાયેલા દાવામાં પાલક પુત્રએ શાળા છોડયાનું બોગસ પ્રમાણપત્ર અદાલતમાં સાચા તરીકે રજૂ કરી દેતા તેની સામે ફોજદારી નોંધાવાઈ છે.

જામનગરના ખોજાવાડ વિસ્તારમાં આવેલી નુર ફળીમાં રહેતા મુનાફ બાવામિંયા બુખારી નામના આસામીના સસરાએ વર્ષો પહેલા રાજકોટ જિલ્લાના ધોરાજીના અસરફમિંયા અબુમિંયા બુખારીને ગોદ લીધા હતા ત્યાર પછી અસરફને પાલક પુત્ર તરીકે મુનાફના સસરાએ ઉછેર કર્યો હતો. જ્યારે તેની સાથે જ મહેમુદમિંયા, રઝિયાબેન, ફરીદાબેન પણ ઉછર્યા હતા.

ત્યાર પછી ફરીદાબેનના નિકાહ મુનાફ બુખારી સાથે થયા હતા ત્યાર પછી મુનાફભાઈને પત્ની ફરીદાબેન, સાળા મહેમુદમિંયા, રઝિયાબેન વગેરેને કાયદેસરના વારસામાં મળેલી મિલકતમાં ભાગ પાડવા માટે પાલક પુત્ર અસરફમિંયાએ તજવીજ શરૃ કરી હતી.

જે અંગેના જામનગરની અદાલતમાં બે દાવા કરવામાં આવ્યા હતા તે દાવામાં શાળા છોડયા અંગેનું અસરફમિંયાનું પ્રમાણપત્ર રજૂ કરવાનું થતા અસરફે અલિયા તાલુકા શાળાનું બોગસ પ્રમાણપત્ર ઉભું કરી તેને અદાલતમાં સાચા તરીકે રજૂ કરી દીધું હતું જેની જાણ થતા ગઈકાલે મુનાફે સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પીઆઈ એસ.એચ. રાઠવાએ આઈપીસી ૪૬૫, ૪૬૭, ૪૬૮, ૪૭૧ હેઠળ ગુન્હો નોંધી તપાસ શરૃ કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.