Abtak Media Google News

પૂર્વ ડે.મેયર કટારમલની મ્યુ. કમિશનરને રજૂઆત

જામનગર મહાનગરપાલિકા દ્વારા શરૃ સેક્શન રડ પાછળ નબળી આર્થિક પરિસ્થિતિના લોકો માટે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ઈડબલ્યુએસ પ૭૬ આવાસો બનાવવામાં આવ્યા છે,

પણ છેલ્લા એક વરસી આ આવાસ તૈયાર ઈ ગયા હોવા છતાં લાર્ભાીઓને તેનો કબજો આપવામાં આવ્યો ની. જેી ગરીબ વર્ગના લાર્ભાીઓ ભારે હાલાકી ભોગવી રહ્યા હોવાની રજૂઆત પૂર્વ ડે. મેયર સુરેશભાઈ કટારમલે મ્યુનિ. કમિશનરને આવેદનપત્ર પાઠવીને કરી છે.

આ આવાસ યોજનાના લાર્ભાીઓએ ર૦ ટકા લેખે રૃપિયા ૬૦ હજારની રકમ એક વર્ષ પહેલા ભરપાઈ કરી દીધી છે, તેમજ આજીવન મેઈન્ટેનન્સ ચાર્જ પણ ભરી દેવામાં આવ્યો છે. ત્યારપછી મોટાભાગના લાર્ભાીઓ માસિક હપ્તા ભરી રહ્યા છે, છતાં એક પણ લાર્ભાીને તેના આવાસનો કબજો સોંપાયો ની.

આવાસની સમયસર ફાળવણી નહીં વાી ગરીબ પરિવારના લોકોને અત્યારે જ્યાં રહે છે ત્યાં ભાડા ભરવા પડે છે, આવાસના હપ્તા ભરે છે અને હાલ કોરોના-લોકડાઉન વિગેરેના કારણે ધંધા-રોજગાર પડી ભાંગ્યા છે તેવી સ્િિતમાં આવાસના લાર્ભાીઓ ભારે મુશ્કેલીમાં મૂકાઈ ગયા છે.

છેલ્લા છ મહિનાી મહાનગરપાલિકા તંત્ર ’તારીખ પે તારીખ’ની જેમ મુદ્ત લંબાવે છે, જવાબદાર અધિકારીનો એવો જવાબ મળે છે કે, માત્ર ઉદ્ઘાટનના વાંકે ફાળવણી અટકી છે.

આ પ્રશ્ને તાકીદે યોગ્ય નિર્ણય લઈ ફાળવણી માટેની પ્રક્રિયા પૂર્ણ કરવા તેમણે માંગણી કરી છે. જો એક મહિનામાં આવાસનો કબજો લાર્ભાીઓને નહીં સોંપાય તો ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે તેવી ચિમકી આવેદનના અંતે આપવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.