જામનગર શહેર-જીલ્લામાં સમગ્ર ચુંટણી પ્રક્રિયા દરમિયાન સરકારી તંત્રની નોઁધપાત્ર કામગીરી

jamnagar
jamnagar

વહીવટીતંત્ર પોલીસ તંત્ર સુરક્ષા કર્મીઓ દ્વારા સતત પ૦ દિવસની ઉમદા ફરજો

સમગ્ર ગુજરાતની સાથે સાથે જામનગર જીલ્લામાં પણ કલેકટરથી માંડીને કારકુન સુધીના તમામ અધિકારીઓ કર્મચારીઓ અને જીલ્લા પોલીસ વડાથી માંડીને અર્ધલશ્કરી દળના જવાનોથી લઇને છેક હોમગાર્ડ સુધીના સુરક્ષા કર્મીઓએ સમગ્ર જીલ્લામાં સતત પ૦ દિવસ સુધી તમામ ચુઁટણી પ્રક્રિયાઓ સુપેરે પાર પાડી તેમજ ચુંટણી મતદાન તથા મતગણતરી સુધીમાં કયાંય અનિચ્છનીય બનાવ ન બનવા દઇ સમગ્ર ચુંટણી

પ્રક્રિયા દરમ્યાન કાયદો અને વ્યવસ્થાની સ્થીતી જાળવી રાખતા સમગ્ર ચુંટણી શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઇ.

કેન્દ્રીય ચુંટણી પંચે રપમી ઓકટોબરે ગુજરાતની ચુંટણી જાહેર કરતાં સમગ્ર રાજયની સાથે જામનગર શહેર-જીલ્લામાં પણ આચારસહિતાનું પાલન શરુ થયેલું છે કે મતદાન મતગણતરીના દિવસો સુધી આ આચારસંહીતાનું પાલન મતદાન કેન્દ્રો ઉભા કરવાની ઇવીએમ તથા વીવીપેટ મશીનો બુથો પર સ્ટાફ સાથે તેમજ સુરક્ષા કર્મીઓ સાથે પહોચાડવા શાંતિપૂર્ણ અને પારદર્શી રીતે મતદાન સંપન્ન કરાવવું મતદાન બાદ તમામ યંત્રો બંદોબસ્ત હેઠળ સ્ટ્રોન્ગ ‚મમાં પહોચાડવા અને તમામ મતોની વ્યવસ્થિત મતગણતરી આ બધી જ કાર્યવાહીઓ જામનગર શહેર-જીલ્લામાં ખુબ જ સારી રીતે સંપન્ન થઇ.

આ તમામ કામગીરી માટે જીલ્લાના મુખ્ય ચુંટણી અધિકારી (કલેકટર) ના માર્ગદર્શન પ્રમાણે નાયર અધિક કલેકટર શહેર-ગ્રામ્ય પ્રાંત અધિકારીઓ તમામ મામલતદાર મ્યુનિ. કમિશ્નર ડેપ્યુટી કમિશ્નર તથા હજારો કર્મચારીઓએ નોંધનીય કામગીરી પાર પાડી.

એ જ રીતે જીલ્લા પોલીસ વડાના માર્ગદર્શન પ્રમાણે નાયબ પોલીસ અધિક્ષકો, પોલીસ ઇન્સ્પેકટરો, સબ ઇન્સ્પેકટરો, હજારો પોલીસ કર્મીઓ, સીઆરપીએફ, એસએસબી, એસઆરપી તથા હોમગાર્ડ જીઆરડીના સેંકડો જવાનો, ચુઁટણી નીરીક્ષકો તથા ચેકીંગ સ્કવોડના

અધિકારીઓ મહીલા પોલીસ વિભાગ વગેરેએ સતત પ૦ દિવસ સુધી શહેર-જીલ્લામાં અદભુત બંદોબસ્ત ગોઠવી રાતદિન ખડેપગે રહી છેક ગણતરીના દિન સુધી ઉત્કૃષ્ટ ફરજ પાલન તથા શિસ્તના દર્શન કરાવ્યા હોય આ તમામ તંત્રો પણ શ્રેષ્ઠ ચૂંટણી કામગીરી બદલ અભિનંદનને પાત્ર છે.

Loading...