જામનગર શહેરની બે બેઠકો પર કમળ ખિલતા ભાજપનું વિજય સરઘસ

jamnagar bjp
jamnagar bjp

ચાંદીબજારના ચોકમાં રાત્રે તમામ મહાનુભાવોની ઉપસ્થિતિ

૭૮-જામનગર અને ૭૯-જામનગર એમ શહેરની બંને બેઠકો પર ભાજપાના ઉમેદવારો વિજયી બન્યા બાદ અને વિજય સરઘસ સંપન્ન થયા પછી રાત્રે, ચાંદીબજારમાં ચોકમાં મતદારોનો આભાર માનવા માટે ભાજપા દ્વારા વિજય અભિવાદન સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.

જામનગરના ચાંદી બજારના ચોકમાં સોમવારે રાત્રે ૭:૩૦ વાગ્યે ભારતીય જનતા પાર્ટી દ્વારા વિજય અભિવાદન સભા યોજવામાં આવેલી જેમાં સાંસદ પુનમબેન માડમ ઉપરાંત બંને વિજેતા ઉમેદવારો આર.સી.ફળદુ તથા હકુભા જાડેજા તેમજ પૂર્વ મંત્રી વસુબેન ત્રિવેદી શહેર ભાજપા અધ્યક્ષ હસમુખ હીંડોચા મેયર પ્રતિભાબેન કનખરા મહામંત્રી ધર્મરાજસિંહ હીંડોચા પૂર્વ અધ્યક્ષ નિલેશભાઈ ઉદાણી ખુમાનસિંહ જાડેજા પૂર્વ અધ્યક્ષ નિલેશભાઈ ઉદાણી ખુમાનસિંહ સરવૈયા કમલાસિંહ રાજપૂત પૂર્વ મેયર દિનેશ પટેલ પૂર્વ મહામંત્રી ગોપાલ સોરઠિયા મેરામણ ભાટુ તથા અન્ય નેતાઓ ઉપસ્થિત રહ્યાં હતા.

વિવિધ મહાનુભાવોએ પોત પોતાના સંબોધન દરમ્યાન જામનગર ઉતર તથા દક્ષિણ વિધાનસભા મત ક્ષેત્રોના મતદાતા ભાઈઓ-બહેનોનો આભાર માન્યો હતો અને પક્ષના તમામ નાના-મોટા કાર્યકર્તાઓની કામગીરીને બિરદાવી હતી.

Loading...