Abtak Media Google News

દિગજામ સર્કલ પાસે આવેલા પ્રમુખ સ્વામી ઓવર બ્રિજ પર ઈકો કારમાં અચાનક આગ લાગી હતી. જેને લઈને દોડધામ મચી ગઈ હતી. કારમાં આગ લાગતાં જ ડ્રાઈવરે સમય સુચકતા વાપરીને બહાર નીકળી ગયો હતો. જેથી તેનો આબાદ બચાવ થયો હતો. જો કે આગની આ ઘટનામાં ડ્રાઈવરને સામાન્ય ઈજા થઈ હતી.

મહત્વનું છે કે આગે વિકરાળ રૂપ ધારણ કરતાં આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને સમગ્ર ઘટનાની જાણ ફાયરબ્રિગેડને કરતાં ફાયર બ્રિગેડની ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગ કાબૂમાં લીધી હતી. ઉલ્લેખનિય છે કે આ આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું બહાર આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.