Abtak Media Google News

દિવાળીના તહેવારો દરમ્યાન ફોડવામાં આવતા ફટાકડા (દારૃખાના) થી આગના, અકસ્માતના અને તોફાનોના બનાવો બનવાની શકયતા નકારી શકાય તેમ નથી અને તેથી આવા બનાવો ન બને તે આશયથી તેમજ નામ. સુપ્રીમ કોર્ટ દ્વારા અપાયેલા આદેશ અન્વયે ૧૨૫ ડેસીબલ (એઆઇ) યુનીટ અથવા ૧૪૫ ડેસીબલ (સી) પીકે યુનિટથી અવાજ વધે નહિં તેવા એટમ બોંબ, હવાઇ ચકરી,રામબાણ, રોકેટ, આકાશ તરફ કે અન્ય દિશામાં ઉડતા ફટાકડા તથા આતેશબાજી સળગાવીને નાખવાની તથા આતશબાજીનું બલુન.

જામનગર જિલ્લાના સમ્રગ વિસ્તારમાં આવેલ જાહેર સ્થળો,પેટ્રોલ પંપ, કેરોસીનના ગોડાઉન, વેર હાઉસ, ગીચ રહેણાંક વિસ્તાર, આનંદ પ્રમોદના સ્થળો, જાહેર રસ્તાઓ તથા જે જગ્યાએ તુરંત સળગી ઉઠે તેવા પદાર્થ રાખેલ હોય તેવી જગ્યા,વિસ્તાર તથા આમા જણાવેલ વિસ્તારના ૫૦ મીટરની અંદરનો વિસ્તાર,રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની રીફાઈનરીનો આજુબાજુનો વિસ્તાર, જામનગર જિલ્લાની હદમાં આવતો એસ્સાર ઓઈલ લી.નો વિસ્તાર,સિક્કા તથા નાની ખાવડી ગામે આવેલ ટેન્ક ફાર્મ તથા જેટી, કાનાલુસ, નવાગામ,કાના છિકારી, ડેરા છિકારી, રેલવે ટર્મીનલ્સનો વિસ્તાર,પડાણા તથા મેઘપરમાં આવેલ ઈન્ડિયન ઓઇલ કોર્પોરેશનનો ટર્મીનલ વિસ્તાર તથા આમા જણાવેલ તમામ વિસ્તારના ૫૦૦ મીટરની અંદરનો વિસ્તારમાં ફટાકડા ના  વપરાશ ઉપર નિયંત્રણ મુકવાનો આદેશ જામનગર અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ રાજેન્દ્ર સરવૈયાએ એક જાહેરનામા દ્વારા પ્રતિબંધ ફરમાવ્યો છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.