Abtak Media Google News

જામજોધપુરના પ્રમુખ પ્રહલાદસિંહ જાડેજાની આગેવાની હેઠળ મામલતદારને આવેદન પાઠવ્યું

આગામી તા. ૩૧ ઓગષ્ટે ના રોજ અખંડ ભારતના શિલ્પી અને લોહપુરુષ તરીકે ઓળખાતા વલ્લભભાઇ પટેલની ૧૮ર મીટર ઉંચી પ્રતિમાનું સરદાર સરોવર બંધ નજીક અનાવરણ થનાર છે. આ બાબતે સમગ્ર ભારતની જનતાવતી આવકારીને અમે આનંદ  અને ગૌરવની લાગણી અનુભવીએ છીએ.

હવે જયારે અખંડ ભારતના શિલ્પનું સ્ટેચ્યુ યુનિટી ઓફ સ્મારક તરીકે કરોડો રૂપીયાના ખર્ચે પ્રસ્થાપિત કરાઇ રહ્યું છે. ત્યારે આ સ્મારકની પાસે જ આગામી સમયમાં અખંડ ભારતના નિમાર્ણ માટે પોતાના રાજય અને રજવાડાઓ સ્વેચ્છતાએ આપી દઇ ઉદારતા બતાવનાર જે તે સમયના રાજા અને રજવાડાનાઓના ફોટા તેમના રાજયનો વિસ્તાર, રાજયના ગામ રાજયને આપવામાં આવેલી તોપોની સલામી તેમજ જે તે સમયે ભારત સરકાર તરફથી રાજાઓના આપવામાં સાલીયાણાની રકમ સહીતની વિગતો ફોટો ગેલેરીમાં પ્રદર્શીત કરવામાં આવે તથા આ અંગે સંપૂર્ણ ઇતિહાસ ભારત સકારના દ્વારા સ્ટડી કરીને વિઘાર્થીઓના શાળાકીય અભ્યાસકમમાં સમાવેશ કરવાની સમગ્ર ભારતના રાજપુત ક્ષત્રીય સંગઠનો દ્વારા માંગણી કરવામાં આવે છે.

આ કાર્યમાં ભારતની અખંડતા માટે ભાવનગર સ્ટેટના મહારાજા કૃષ્ણકુમારસિંહજી ગોહિલએ સૌ પ્રથમ પહેર કરીને પોતાનું રાજય ભારત માતાના ચરણે ધરી દીધું હતું. જામજોધપુર અખીલ ગુજરાત રાજપુત યુવા સંઘ દ્વારા કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.