Abtak Media Google News

ઇમીટેશનના વેપારી દેણામાં ડુબી જતાં લેણદારોને ચુકવણું કરવા અને પુત્રના બીમારીના ખર્ચને પહોંચી વળવા જાલીનોટ ખરીદ કર્યાનો એકરાર

શહેરની ભાગોળે આવેલા જામનઢના ઇમીટેશનના ધંધાર્થીને કુવાડવા પોલીસે રૂા.૧.૦૨ લાખની કિંમતની રૂા.૨ હજારના દરની ૫૧ જાલીનોટ સાથે સાત હનુમાન મંદિર પાસેથી ઝડપી લીધા બાદ તેની કરાયેલી પૂછપરછમાં જાલીનોટનું પગેરૂ મધ્યપ્રદેશ તરફ નીકળ્યું છે. દેણામાં ડુબી જતા અને પુત્રની બીમારીના ખર્ચને પહોચી વળવા માટે રૂ.૨૦ હજારમાં રૂ.૧.૦૨ લાખની જાલીનોટ મધ્ય પ્રદેશથી મગાવ્યાની કબુલાત આપતા પોલીસે તપાસનો દોર મધ્યપ્રદેશ સુધી લંબાવ્યો છે.આ અંગેની પોલસમાંથી પ્રાપ્ત વિગત મુજબ દેશના અર્થતંત્રને ખોખલુ કરવાના ખૌફનાક કૌભાંડ સમાન જાલીનોટ સાથે જામનઢના હેમત હમીર વાટુકીયા નામના શખ્સને ઝડપી લીધો છે. તેની પાસેથી રૂ.૧૦૨ લાખની રૂ.૨ હજારના દરની ૫૧ જાલીનોટ મળી આવતા પોલીસે તેની પાસેથી મોબાઇલ કબ્જે કરી પૂછપરછ હાથધરી છે.જામગઢના વતની અને ઇમીટેશનનું કામ કરત હેમત હમીર વટુકીયા નામનો શખ્સ જાલીનોટને ચલણમાં ઘુસાડવાના ગુનામાં ઝડપાતા કુવાડવા પોલીસ મથકના પી.આઇ. એમ.સી.વાળા, પી.એસ.આઇ. બી.પી.મેઘલાતર, હેડ કોન્સ્ટેબલ અરવિંદભાઇ મકવાણા, સતિષભાઇ લાવડીયા સહિતના સ્ટાફે તેની ધરપકડ કરી છે.હેમત વાટુકીયાની પૂછપરછ દરમિયાન રૂ.૨ હજારની જાલીનોટ કલર ઝેરોક્ષ મશીનની મદદથી તૈયાર કર્યાની કબુલાત આપ્યા બાદ વિશેષ પૂછપરછ કરતા તેને મધ્યપ્રદેશનો ભૈયા પાસેથી રૂ.૨૦ હજારમાં ખરીદ કરી હોવાની અને પોતે રૂ.૫૦ હજારમાં રૂ.૧.૦૨ લાખની બે હજારના દરની જાલીનોટ પરપ્રાંતિય શખ્સને વેચવા જતો હોવાની કબુલાત આપી છે.

જાલીનોટ કૌભાંડના મુળ સુધી પહોચવા માટે કુવાડવા પોલીસે હેમત વાટુકીયાને રિમાન્ડની માગણી સાથે કોર્ટમાં રજુ કર્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.