Abtak Media Google News

13 એપ્રિલ 1919, 100 વર્ષ પહેલાં અંગ્રેજ સરકારે અમૃતસરમાં બૈસાખી મેળામાં હજારો નિ:શસ્ત્ર લોકો પર ગોળીઓ ચલાવડાવી હતી. તેમાં 1 હજારથી વધુ ભારતીયો માર્યા ગયા હતા. બ્રિટિશ સરકાર આ ઘટનાને એક મહિના સુધી દુનિયાથી છુપાવતી રહી.

ત્યાર બાદ પહેલી વાર બોમ્બે ક્રોનિકલના એડિટર બી. જી. હર્નિમેને ઘટનાના સમાચાર અને તસવીર બ્રિટનના ‘ધ ડેઇલી હેરલ્ડ’ને આપ્યા ત્યારે દુનિયાને આ સત્ય વિશે ખબર પડી. તેનાથી નારાજ બ્રિટિશ સરકારે હર્નિમેનને 2 વર્ષ તથા તેમને સમાચાર આપનારા સાક્ષી ગોવર્ધન દાસને 3 વર્ષની કેદની સજા કરી હતી.

બ્રિટનના 3 પીએમ અને મહારાણીએ ઘટનાનો ઉલ્લેખ કર્યો પણ માફી નથી માગી

*1920: પીએમ વિન્સ્ટન ચર્ચિલે કહ્યું હતું કે તે ભયાવહ અને રાક્ષસી ઘટના હતી. આવો બીજો કોઇ દાખલો નથી.

*1997: બ્રિટનનાં મહારાણી એલિઝાબેથ દ્વિતીયએ કહ્યું, આ ભારત સાથે અમારા અતીતનું એક દર્દનાક ઉદાહરણ છે.

*2013: પીએમ કેમરુને જલિયાંવાલા સ્મારકના વિઝિટર્સ રજિસ્ટરમાં લખ્યું- આ નરસંહાર આપણે ક્યારેય ન ભૂલવો જોઇએ.

*2019: પીએમ થેરેસા મેએ કહ્યું- આ ઘટના બ્રિટિશ ઇતિહાસ પર કલંક છે. મને ઘટનાનું અને તેનાથી સર્જાયેલા કષ્ટોનું ભારે દુ:ખ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.