Abtak Media Google News

રામ જેઠમલાણી દ્વારા બેઈમાન જેવા શબ્દો ઉચ્ચારાતા જેટલી નારાજ: હવે આગામી ૨૮મી અને ૩૧મીના રોજ જેઠમલાણી જેટલીની વધુ ઉલટ તપાસ કરશે

માનહાનીના કેસમાં દિલ્હી હાઈકોર્ટમાં દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલના વકીલ રામજેઠમલાણી અને નાણાપ્રધાન અ‚ણ જેટલી વચ્ચે ભારે તકરાર જોવા મળી હતી.

અ‚ણ જેટલીએ અરવિંદ કેજરીવાલ પર માનહાનીનો દાવો કર્યો છે. આ કેસ સંદર્ભે કેજરીવાલ વતી જેઠમલાણી અ‚ણ જેટલીની ઉલટ તપાસ કરી રહ્યાં છે. બુધવારે રામજેઠમલાણીએ અ‚ણ જેટલીની ઉલટ તપાસ કરી ત્યારે બન્ને વચ્ચે બોલાચાલી ઈ હતી.

રામજેઠમલાણી ઉલટ તપાસ કરી રહ્યાં હતા. ત્યારે તેઓએ જેટલીને એક અખબારમાં છપાયેલો પોતાનો લેખ બતાવ્યો અને પુછયું કે આ લેખ વાચ્યો, જેટલીના વકીલોએ આ સવાલનો વિરોધ કર્યો હતો. બાદમાં જેઠમલાણીએ જેટલીને બેઈમાન ગણાવી દીધા હતા અને દાવો કર્યો હતો કે, હું આ સાબિત કરી બતાવીશ. જેને પગલે અ‚ણ જેટલીના વકીલો ભડકયા હતા અને દાવો કર્યો હતો કે હું આ સાબિત કરી બતાવીશ જેને પગલે અ‚ણ જેટલીના વકીલો ભડકયા હતા અને માનહાનીની રકમ ૧૦ કરોડી વધારી દેવાની ચીમકી ઉચ્ચારી હતી. જેઠમલાણીએ જયારે અ‚ણ જેટલીને બેઈમાન કહ્યાં તો જેટલીએ સવાલ કર્યો કે શું અરવિંદ કેજરીવાલે તેમને આવા શબ્દોનો ઉપયોગ કરવા કહ્યું હતું. તો જેઠમલાણીએ હા પાડી. જો કે કેજરીવાલના અન્ય વકીલોએ દાવો કર્યો હતો કે, કેજરીવાલે આવા શબ્દો વાપરવાનું જેઠમલાણીને ની કહ્યું.

જયારે ઉલટ તપાસ ચાલી રહી હતી. ત્યારે જેઠમલાણીને દાવો કર્યો હતો કે, કાળુ નાણું લાવવા માટે અનેક પ્રયાસો કર્યા હતા. પણ મારા આ પ્રયાસો પર જેટલીએ પાણી ફેરવી દીધું હતું. બીજી તરફ બેઈમાન કહેવા બદલ જેટલીએ વિરોધ નોંધાવ્યો હતો અને કહ્યું હતું કે, અપમાન કરવાની પણ એક હદ હોય છે. જો હવેી આવા શબ્દો ઉચ્ચારવામાં કે વાપરવામાં આવશે તો હું માનહાનીની રકમ જે હાલ ૧૦ કરોડ છે તેને વધારી નાખીશ અનેક વખત રામ જેઠમલાણીએ જેટલીને બેઈમાન કહ્યાં હતા. હવે આ મામલે ફરી સુનાવણી ૨૮મી અને ૩૧મી જુલાઈએ ઉલટ તપાસ કરશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.