Abtak Media Google News

મુંબઈના જાણીતા બિલ્ડર ચેતન ભાનુશાળીના હસ્તે ઉદ્ઘાટન: પહેલા

નોરતે બ્રહ્મ અગ્રણીઓએ ઉતારી આરતી: મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિ

માં આદ્યાશક્તિની આરાધનાના નવલા નવરાત્રીના પવિત્ર દિવસોમાં રાજકોટની દરેક જૈન સંસ્થાઓના પૂર્ણ સહયોગ દ્વારા આગામી નવરાત્રી તા.૧૦ ઓકટોબરથી તા.૧૮ ઓકટોબર ૨૦૧૮ સુધી એમ ૯ દિવસ માટે જૈનમ નવરાત્રી મહોત્સવનું સુંદર આયોજન કરવામાં આવેલ છે.2 58 ગઈકાલે રાત્રે ૯.૦૦ કલાકે પારીજાત પાર્ટી પ્લોટ ખાતે ખાસ મુંબઈથી પધારતા ચેતનભાઈ ભાનુશાળી-જાણીતા બિલ્ડર્સ-મુંબઈના વરદ હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવેલ હતું. તદ્ઉપરાંત અતિથિ વિશેષ તરીકે સર્વ જાણીતા બિલ્ડર્સ ચંદ્રકાતભાઈ શેઠ-શેઠ બિલ્ડર, મુકેશભાઈ દોશી (મોર્ડન), દર્શનભાઈ શાહ-ભારત સ્ટીલ ટુલ્સ સીન્ડીકેટ, હસુભાઈ પટેલ-પટેલ ઓટો કેર સહિતના જૈન શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહ્યાં હતા.3 48આ નવરાત્રી મહોત્સવમાં તા.૧૨ને શુક્રવારના રોજ ગુજરાત ગૌરવ ઓસમાણ મીર અને તા.૧૩ને શનિવારના રોજ ફેમસ ગાયીકા ફરીદા મીર પોતાની ગાયીકી દ્વારા જૈનમના ખેલૈયાઓને ડોલાવશે.4 35આ નવરાત્રી મહોત્સવમાં ગુજરાતની શાન સમા સુપ્રસિધ્ધ સંગીતકાર, ગુજરાત રાજય સંગીત નાટય અકાદમીના ચેરમેન પંકજ ભટ્ટ તથા તેમના સાજીંદાઓ ફરી એકવાર રાજકોટના જૈન સમાજના ખેલૈયાઓને ડોલાવશે. જૈઓના પરર્ફોમન્સ યુ-ટયુબ ઉપર ધુમ મચાવી રહ્યાં છે. તેવા કલાકારો શ્રીકાંત નાયર-મુંબઈ, મયુર પાટલીયા-બરોડા, વિશાલ પંચાલ-અમદાવાદ, પરાગી પારેખ-વલસાડ, પ્રિતી ભટ્ટ-રાજકોટ: રાજકોટએ જૈનમ આયોજીત નવરાત્રી મહોત્સવમાં ખેલૈયાઓને ઝુમવા મજબુર કરી દીધા હતા.

પ્રથમ નોરતે મેલ પ્રિન્સેસ તરીકે મલય મહેતા વસા દેવાંગ, મોહીલ મહેતા, ફીમેલ પ્રિન્સેસ તરીકે અંકિતા વોરા, દોશી ધર્મા, વખારીયા દ્રષ્ટી, મેલ વેલડ્રેસમાં શાહ અક્ષત, શેઠ તીર્થ, શાહ દીપેન, ફીમેલ વેલડ્રેસમાં વોરા મલીકા, શાહ ‚ત્વી, બેલા મહેતા જયારે મેલ કીડ્સમાં પ્રિન્સ તરીકે પ્રથમ નંબરે મહેતા કેવલ, ગાંધી ધ્રુવ, માવાણી યશ અને મેલ કીડ્સ વેલડ્રેસમાં પ્રથમ નંબરે દોશી દ્રશ્યા, વોરા મનન, મહેતા મીશીત, ફીમેલ કીડ્સમાં પ્રિન્સ તરીકે પ્રથમ નંબરે લાખાણી મીણાલ, બીજા નંબર મહેતા જીયા, ત્રીજા નંબરે દેસાઈ સાક્ષી અને વેલડ્રેસ ફીમેલ કીડ્સમાં પ્રથમ નંબરે કોઠારી ભવ્યા, શાહ યશ્વી આ ઉપરાંત આ વર્ષથી ૪૦ વર્ષથી વધુ ઉંમરના ખેલૈયાઓમાં પ્રિન્સ પારેખ કેતન અને પ્રિન્સેસમાં ઝાટકીયા જ્હાન્વીને વિજેતા જાહેર કરેલા હતા અને ઈનામોથી નવાઝવામાં આવ્યા હતા.

સર્વે સેવાભાવીઓ દુકાળગ્રસ્ત કચ્છને મદદ કરે: ચેતન ભાનુશાળી5 24‘જૈનમ’ ગ્રુપના મહોત્સવનું ઉદ્ઘાટન કરવા મુંબઈથી ખાસ આવેલા ચેતનભાઈ ભાનુશાળીએ ‘અબતક’ સાથેની મુલાકાતમાં જણાવ્યું હતું કે, મને અહીંયા આવવાની તક મળી છે હું તો અહીંયા ત્રણ વર્ષથી આવું છું પરંતુ મારા અને ચંદ્રકાન્તભાઈ શેઠના હાથે ઉદ્ઘાટન કરાવ્યું તે આનંદની વાત છે, હું તો બહુ નાનો માણસ છું અને ચંદ્રકાન્તભાઈ રાજકોટના છે પણ મને એમ આનંદ થાય છે કે આજે તેમની સાથે ઉદ્ઘાટન કર્યું છે હું માં આશાપુરાનો પરમ ભક્ત છું અને માતાજીને પ્રાર્થના કરું છું કે કચ્છની ધરતી પર દુકાળ આવ્યો છે તે માટે સર્વ સેવાભાવીઓ કચ્છને મદદ કરો, ગૌમાતા માટે મદદ‚પ થાય તેવી પ્રાર્થના કરું છું.

જૈનમગ્રુપના રાસોત્સવની શિસ્તપ્રેરણા‚પ: ચંદ્રકાન્તભાઈ શેઠ6 20‘જૈનમ’ ગ્રુપના રાસોત્સવનું ઉદ્ઘાટન કરવા પધારેલા રાજકોટના જાણીતા જૈન અગ્રણી ચંદ્રકાન્તભાઈ શેઠે ‘અબતક’ સાથેની ખાસ મુલાકાતમાં જણાવ્યું હતું કે, સતત ત્રીજા વર્ષે જનમ ગ્રુપને આવા સુંદર આયોજન કરીને અનોખુ ઉદાહરણ પૂરું પાડયું છે જે શિસ્તબધ્ધ રીતે બાળાઓ અત્યારે પોતાના ગરબા લેવામાં મશગુલ હતી અને આયોજનમાં જે શિસ્તબધ્ધતા હતી જે જોઈને લાગે છે કે, ખૂબ જ સુંદર આયોજન છે અને આવું આયોજન દર વર્ષે કરતા રહે તેવી અભ્યર્થના કરીએ છીએ.

સતત ત્રીજા વર્ષે જૈનો માટે રાસોત્સવ યોજનાર જૈનમઈન્ડિયાનું પાયોનિયર ગ્રુપ: આયોજક અમિષ દેસાઈ8 12જૈનમ ગ્રુપના રાસોત્સવના આયોજક અમિષભાઈ દેસાઈએ ‘અબતક’ સાથેની ખાસ મુલાકાતમાં જણાવ્યું હતું કે, જૈનમ ગ્રુપ આ સતત ત્રીજા વર્ષે સાતત્ત્યપૂર્ણ રીતે ફકત જૈનો માટે કદાચ આખા એશિયામાં કે આખા ઈન્ડિયામાં રાસોત્સવની શ‚આત કરનાર પાયોનિયર ગ્રુપ છે. આ રાસોત્સવમાં ફકત જૈન લોકોને જ પ્રવેશ આપે છે. અગત્યનું એ છે કે આ ગ્રુપમાં કોઈપણ પ્રકારના પદ કોઈપણ વ્યક્તિઓના છે નહીં કોઈપણ પ્રકારનું ફંડ રાખવામાં આવતુ નથી અને બધા જ ઓર્ગેનાઈઝરો ફકત સેવાના હેતુ અને સમાજના ઉત્થાન માટે આ જૈનમ ગ્રુપ સ્થાપના કરવામાં આવી છે અને આ ત્રીજા વર્ષે અમે નવરાત્રીનું આયોજન કરી રહ્યાં છીએ.

નવરાત્રી માં અંબા અને માં જગદંબાની આરાધનાનું પર્વ: અપૂર્વ મણિયાર7 13જૈનમ ગ્રુપના રાસોત્સવમાં આમંત્રિત મહેમાન તરીકે પધારેલા જાણીતા ઉદ્યોગપતિ જૈન અગ્રણી અપૂર્વભાઈ મણિયારે ‘અબતક’ સાથેની મુલાકાતમાં જણાવ્યું હતું કે, નવરાત્રિનું પર્વ એ માં અંબા અને માં જગદંબાની આરાધનાનું પર્વ છે. જૈનમ ગ્રુપ દ્વારા સતત ત્રીજા વર્ષે સમગ્ર રાજકોટના જૈન સમાજ માટે આ સુંદર આયોજન કરવામાં આવ્યું છે. જયારે હું ખુબ હર્ષ અને ગૌરવની લાગણી અનુભવુ છું. આ સુંદર આયોજન કરવા બદલ તમામ આયોજકોને મારા હાર્દિક અભિનંદન પાઠવું છું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.