Abtak Media Google News

બોલીવુડના સિંગરો ધમાલ મચાવશે: જૈન વિઝન સમાજની બહેનો તથા દીકરીઓ માટે નવરાત્રી મહોત્સવને વિનામૂલ્યે સીઝન પાસ: ટીમ જૈન વિઝન દ્વારા તડામાર તૈયારીઓનો આખરી ઓપ

રાજકોટમાં આ વખતે જૈન વિઝન સંસ્થા દ્વારા નવરાત્રીની અનોખી ઉજવણી કરવામાં આવશે. અને ખેલૈયાઓનો ધસારો જોતા પાસનું બુકીંગ બંધ કરવામાં આવ્યું છે. આ નવરાત્રી મહોત્સવને સોનમ નવરાત્રી મહોત્સવ નામ આપવામાં આવ્યું છે. અને આયોજન સમીતીના સંયોજક તરીકે મીલન કોઠારી તથા ચેરમેન તરીકે સોનમ કલોકના માલીક જયેશભાઇ શાહ તથા વાઇ ચેરમેન તરીકે ઓરકેડીયા શેર્સના સુનીલભાઇ શાહની નિમણુંક કરવામાં આવી છે. આ ઉપરાંત પ્રોજેકટ ચેરમેન તરીકે ભરતભાઇ દોશી પ્રોજેકટ ડાયરેકટર તરીકે ધીરેનભાઇ ભરવાડા સહીતના આગેવાનો સંભાળી રહ્યા છે.

આ મહોત્સવમાં ભાગ લેનાર ખેલૈયાઓ ઉપર ઇનામોનો વરસાદ થવાનો છે. ખેલૈયાઓને વિવિધ કેટેગરીના સોના ચાંદીના ઇનામો તેમ જ ગોવા અને સિમલા-મનાલી ના આકર્ષક પેકેજથી પણ નવાજવામાં આવશે. આ નવરાત્રી મહોત્સવમાંમા મોટી સંખ્યમાં બહેનો જોડાવાની હોવાથી આયોજકોએ આ નવરાત્રી પર્વ બહેનોને અર્પણ કર્યુ છે. આ પર્વ દરમિયાન નવેય દિવસ માતાજીની સ્તુતિ ઉપરાંત જુદા જુદા ક્ષેત્રની પ્રતિભા વંત મહીલીઓનું મહાનુભાવોના હસ્તે સન્માન કરાશે.

ભારતના સૌથપ્રથમ વખત જૈન સમાજની બહેનોને નવરાત્રી માટે સીઝન પાસ વિનામૂલ્યે આપવામાં આવ્યા છે. શહેરના રૈયા રોડ ઉ૫ર પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ પાસેના વિશાળ મેદાનમાં તા. ૧૦ થી ૧૮ ઓકટોબર દરમિયાન યોજાનારા આ નવરાત્રી મહોત્સવની તડામાર તૈયારી ચાલી રહી છે.જૈન વિઝન આયોજીત ગરબામાં ધમાલ મચાવવા માટે ગરબા કિંગ આતા ખાન બોલીવુડ સિગર અશ્ર્વિનની મહેતા અને વિભૂતિ જોશી ફોક સિગર બસીર પાલેજા ઉપરાંત તેમની ટીમમાં મ્યુઝીક ડાયરેકટર મનીષ જોશી. રીધમ કિંમમહેશ ધાકેશા, ગીરાર હિતેશ મહેતા વગેરે આવી રહ્યા છે. આ બધાનું સંકલન જીલ એન્ટરેઇન્મેન્ટના તેજસ શીશાંગીયા કરી રહ્યા છે.

નવરાત્રી દરમ્યાન દરરોજ ગ્રાઉન્ડ માં ૮ વાગ્યે પ્રથમ પ૧ ખેલૈયા વચ્ચે લકકી ડ્રો દ્વારા ચાંદીની ગીની, મેયા ફાઇનલમાં વિજેતા થનાર પ્રિન્સ-પ્રીસેન્સ ને લાખેણા ઇનામોની વણજાર, દરરોજ ફિલ્મ સ્ટાર ટીવી સ્ટાર અને ક્રિકેટરોની હાજરી, સંપૂર્ણે પારિવારીક માહોલ, ચૂસ્ત સિકયોરીટી તથા નાઇટ વીઝન સીસી ટીવી કેમેરાની દેખરેખ હેઠળ દરરોજ આગ અલગ થીમ બેઇઝ કોમ્પિટિશનમાં ભવ્ય ઇનામો દુરથી રાસ રમતા સ્વજનોને નજીથી નિહાળવવા વિશાળ એલઇડી એચ ડી સ્ક્રીન સ્ટેડીયમ ટાઇબ બેઠક વ્યવસ્થા, રાજકોટમાં આઠ સ્થળોએ ફ્રી રાસ માટે કોચીંગ કેમ્પની વ્યવસ્થા ભારતભરમાં જૈન ઉઘોગપતિના હસ્તે દરરોજ ઇનામો સૌરાષ્ટ્રના તમામ જૈન સોશ્યલ ગ્રુપને આમંત્રીત કરાયા છે.

નવરાત્રી મહોત્સવના ચેરમેન જયેશભાઇ શાહ અને વાઇસ ચેરમેન તરીકે સુનીલ શાહ ની નિમણુંક તે ઉપરાંત કોર કમીટીના ગીરીશ મહેતા, જેનીસ અજમેરા, બ્રિજેશ મહેતા, હિતેશ મહેતા, સુનીલ કોઠારી, રજત સંઘવી જય ખારા જય કામદાર કેતન દોશી નૈમિષ પુનાતર વિપુલમહેતા અંકુર જૈન રાજીવ ઘેલાણી નીતીન મહેતા મૃણાલ અવલાની અખિલ શાહ પરેશ દફતરી યોગીન દોશી પી.એન.દોશી અતુલ સંઘવી સંજય લાઠીયા, નિર્મલ શાહ, જસ્મિન ધોળકીયા જતીન સંઘાણી યોગે શાહ અમીત કોરડીયા નીતીન કામદાર, જયોતિન્દ્ર મહેતા, પ્રવીણભાઇ કોઠારી: સી.એમ.સ શેઠ, ઇશ્ર્વરભાઇ દોશી, જીતુભાઇ દેસાઇ, અનિલભાઇ દેસાઇ, કલ્પકભાઇ મણિયાર, મેહુલભાઇ ‚પાણી, પિયુષ મહેતા, અમીનેશ રુપાણી સહીતની નિમણુંક કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.