Abtak Media Google News

સમગ્ર જૈન સમાજનો એક જ અવાજ, ગરબા તો જૈન વિઝનના સથવારે જ તારક મહેતા ફેઈમ રોશનસિંગ સોઢીએ કરી જમાવટ

પ્રિન્સ-પ્રિન્સેસ ઉપર લાખેણા ઇનામોનો વરસાદ

રાજકોટમાં નવરાત્રી મહોત્સવની ધૂમ મચેલી છે અને તેમાં પણ જૈન વિઝન સંસ્થા આયોજિત સોનમ નવરાત્રી મહોત્સવમાખેલૈયાઓએ શહેરીજનોમાં જબરું આકર્ષણ ઉભું કર્યું છે. ચંદ્રમાની ચાંદની અને તારાની ચમક વચ્ચે અવનવી વેશભૂષામાં સજ્જ થઇને આવેલા ખૈલૈયાઓ મન ભરીને રાસોત્સવ માણી રહ્યા છે. આ રાસોત્સવ માણવા આવી રહેલા શહેરીજનોએ નંબર-વનનું બિરુદ પણ આપી દીધું છે.

કાલે બીજા નોરતે ખેલૈયાઓ સાથે રાસે રમવા માટે તારક મહેતા સિરિયલ ફેઈમ રોશનસિંગ સોઢી આવ્યા હતા અને ધમાલ મચાવી દીધી હતી. રોશનસિંગ સોઢીને ગુજરાતી ગરબા બહુ જ પસંદ છે.કાલે તેની સાથે સેલ્ફી લેવા માટે પણ લોકોએ પડાપડી કરી હતી. સોનમ નવરાત્રી મહોત્સવના વિજેતાઓ ઉપર લાખેણા ઇનામોનો વરસાદ પણ થઇ રહ્યો છે.આ રાસોત્સવ નિહાળવા માટે ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ ચેરમેન શ્રી ધનસુખભાઈ ભંડેરીસાથે કૈલાશબેન ભંડેરી, શહેર ભાજપ અગ્રણી કાશ્મીરાબેન નથવાણીસાથે બકુલભાઇ નથવાણી,તથા જૈન સમાજના અગ્રણીસોનમ ક્લોકના જયેશભાઇ શાહ, દીપાબેન શાહ આર્કેડિયા શેરના સુનિલભાઈ શાહ, ભારત મશીન ટૂલ્સના દર્શનભાઈ શાહ, હેતલબેન શાહ,જીતુભાઈ દેસાઇ ( ચા વાળા ), કાનનબેન દેસાઇ,પ્રવીણભાઈ કોઠારી, દિલેશભાઈ ભાયાણી, મિતુલભાઈ વસા ( વિશામણ સેલ્સ પ્રા. લી.),અવનીબેન વસા,મુકેશભાઇ દોશી,દામિનીબેન કામદાર, જય કામદાર, જૈન અગ્રણી વિપુલભાઈ દોશી, બોબીભાઈ દેસાઇ, ગિરીશભાઈ ખારા, પ્રફુલાબેન ખારા, સુનિલભાઈ ખારા, જાગૃતિબેન ખારા,જયેશભાઇ ભાલાણી,હિમાંશુભાઈ અજમેરા, રાજેશભાઈ મહેતા,ભરતભાઈ દોશી, કલ્પનાબેન દોશી, મિતાલી દોશી, વરુણ દોશી,દિનેશભાઇ રાણપરા, દીપકભાઈ પાટડીયા,સહિતના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

નોરતાના ત્રીજા દિવસે ગુજરાત પ્રદેશ ભાજપ અગ્રણી નિતિનભાઈ ભારદ્વાર્જ, વંદનાબેન ભારદ્વાર્જ,મિતુલભાઈ વસા રૂપાબેન શીલું, જૈન અગ્રણી દિલીપભાઇ શેઠ, નીરજભાઈ પાઠક, પ્રીતિબેન પાઠક, રાહુલભાઈ મહેતા, મેઘાબેન મહેતા, દિનેશભાઇ દોશીસંપતભાઈ મારવાડી દુબઈ થી ખાસ ઉપસ્થિત વિનુભાઇ શાહ દેવર્ષીભાઈ પાઠક,રાજુભાઇ સંઘવીઅશોકભાઇ મોદી, ભરતભાઇ વખારિયા મિતુલસહિત ના આગેવાનો ઉપસ્થિત રહયા હતા અને જૈન વિઝનના સમગ્ર નવલી નવરાત્રી નું આયોજન સફળ બનાવાટીમ જૈન વિઝન ના ૨૦૦ લેડિસ-જેન્ટસ જહેમત ઉઠાવી રહ્યા છે.

નવરાત્રી દરમિયાન દરરોજ ગ્રાઉન્ડમાં 8 વાગ્યે પ્રથમ 51 ખેલૈયા વચ્ચે લકકી ડ્રો દ્વારા ચાંદીની ગીની, મેગા ફાઈનલમાં વિજેતા થનાર પ્રિન્સ-પ્રિન્સેસને લાખેણા ઈનામોની વણઝાર, દરરોજ ફિલ્મ સ્ટાર, ટીવી સ્ટાર અને ક્રિકેટરોની હાજરી, સંપૂર્ણ પારિવારિક માહોલ, ચૂસ્ત સિકયોરિટી તથા નાઈટ વિઝન સીસીટીવી કેમેરાની દેખરેખ હેઠળ, દરરોજ આગ-અલગ થીમ બેઈઝ કોમ્પિટિશનમાં ભવ્ય ઈનામો, દૂરથી રાસ રમતા સ્વજનોને નજીથી નિહાળવા વિશાળ એલઈડી એચ.ડી. સ્ક્રીન, સ્ટેડિટમ ટાઈપ બેઠક વ્યવસ્થા, , ભારતભરમાં જૈન ઉદ્યોગપતિના હસ્તે દરરોજ ઈનામો, સૌરાષ્ટ્રના તમામ જૈન સોશ્યલ ગ્રુપને આમંત્રીત કરીને એક દિવસ માટે વિનામૂલ્યે રાસોત્સવમાં નિમંત્રણઆપવામાં આવી રહ્યું છે, વીવીઆઈપી સ્પોન્સર માટે ગજીબો-ખાસ એટેડન્સ સર્વિસ સાથે, સુંદર મંડપ ડેકોરેશન (ગામઠી), નયનરમ્ય લાઈટ ડેકોરેશન, હાઈ ફાઈ સાઉન્ડ સીસ્ટમ, સૌરાષ્ટ્રના જૈન સંઘો અને જૈન સોશ્યલ ગ્રુપ માટે અલગ બેઠક વ્યવસ્થા, જૈન ફૂડ સાથે કેટરિંગની કેન્ટિન વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.

ઓર્કેસ્ટ્રા અને સિંગરો ઉપર ખેલૈયાઓ આફરીન…

જૈન વિઝન આયોજીત સોનમ નવરાત્રી મહોત્સવનું આ વખતનું નઝરાણું ઓર્કેસ્ટ્રા અને તેના સિંગરો છે. આ વખતે જે સિંગરો પરફોર્મ કરી રહ્યા છે તે ગરબા સ્પેશિયલ છે અને ખેલૈયાઓને થાકવા માટે મજબુર કરે તેવી ક્ષમતા ધરાવે છે. જૈન વિઝન આયોજિત ગરબામાં ધમાલ મચાવવા માટે ગરબા કિંગ આતા ખાન, બૉલીવુડ સિંગર અશ્વિની મહેતા અને વિભૂતિ જોશી, ફોક સિંગર બસીર પાલેજા ઉપરાંત તેમની ટીમમાં મ્યુઝિક ડાયરેક્ટર મનીષ જોશી, રિધમ કિંગ મહેશ ધાકેશા , ગિરાર હિતેશ મહેતા, વગેરે ધૂમ મચાવી રહ્યા છે. આ બધાનું સંકલન જીલ એન્ટરટેઇન્મેન્ટના તેજસ શીશાંગીયા કરી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.