Abtak Media Google News

સંગીતને યોગ માનતા બોધિબીજ ફાઉન્ડેશનના નિકુંજ ગુજી: રાગ દિપકથી એસીડીટી અને પેટને લગતી બિમારી દુર થઈ શકે

સકલ માનવ જાતીની સેવા ઉત્તમ આરોગ્ય તથા બાળકોના ઉજ્જવળ ભવિષ્યના નિર્માણ તેમજ અનેક શારીરિક,માનસિક અને આર્થિક સમસ્યાઓમાં રાહત અને છુટકારો મેળવવા બોધિબીજ ફાઉન્ડેશનના સંયોજક નિકુંજ ગુરૂજી દ્વારા જૈન અનુષ્ઠાન મ્યુઝીક થેરાપીનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેમાં ઓનલાઈન આ થેરાપી દ્વારા અનેક લોકોના જીવનમાં ખુશીની પ્રાપ્તી થઈ છે.તથા લાંબા સમયની બિમારીઓ અને મુશ્કેલીઓ અને મુશ્કેલીઓમાં રાહત જોવા મળી છે.આ થેરાપી શારીરિક અપંગતા, માનસિક વિકાર અને સમસ્યાઓ, બોલવા અને સાંભળવાની તકલીફ, અલ્ઝાઈમર,કેન્સર આદિ જીવન જોખમી રોગોમાં રાહત અપાવે છે.પ્રાચીન બીજ મંત્રોની ધ્વની દર્દીઓના સ્વાથ્ય માટે ખુબ સારું પરિણામ આપે છે માણસના વાયુ,પિત્ત અને કફની પ્રકુતિને સંતુલિત કરવામાં આથેરાપીની ખુબ અસર જોવા મળી છે.અનેક પ્રકારના રોગોમાંથી લોકોએ મુકિત મેળવી છે. ઈન્ટરનેશનલ સ્તર પર અનેક  વ્યકિતઓને જીવનમાં આ થેરાપીથી ખુબજ લાભ થયો છે.નિકુંજ ગુરૂજીએ જણાવ્યું છે કે, મ્યુઝિક માણસના આંતરિક મનમાંથી ઉત્પન્ન થતી ઓલૌકિક ઉર્જા અને પ્રાણશકિત છે તથા ઈશ્ર્વરને પામવાનો એક તાલબદ્ધ સેતુ છે.સંગીત અને માનવજીનનો સંબંધ અતુટ છે જન્મથી લઈને આખીજીંદગી સુધી માણસનો સંબંધ સંગીત સાથે રહે છે. મ્યુઝિક થરાપીથી ગંભીરમાં ગંભીર રોગોથી છુટકારો મેળવી શકાય છે.સરળ શબ્દોમાં કહીે તો આથેરાપી સ્વાસ્થ્ય સમસ્યાઓ,માનસિક-શારીરિક તણાવને દુર કરી વ્યકિતગત સમસ્યાઓનું નિરાકરણ લાવવા સંગીત સાથે કામ કરવાનું એક સાધન છે.પ્રાચીન ગ્રંથોમાં માનવશરીર સાત ચક્રોનું વર્ણન કરેલ છે જેમાનવ શરીરના અલગ-અલગ અંગોનું સંચાલન કરે છે.સંગીતના સાત સુરોનો આ સાત ચક્રો પર અલગ-અલગ પ્રભાવ પડે છે. સા મુલાધાર, રે સ્વાધીષ્ઠાન, ગ મણીપુર, માં અનાહત, હા વિશુદ્ધ ઘા આજ્ઞા,નિ સહસ્ત્ર ચક્રને સંતુલિત રાખવામાં મદદ કરે છે. પ્રાચીન ગ્રંથોમાં સંગીતને યોગ માનવામાં આવ્યો છે જેનાથી માનવ શરીર સ્વસ્થ રહે છે.આ સાત સુરો રોગ નિવારણ માટે ઉપયોગી માનવામાં આવ્યા છે.ખ્યાતનામ ન્યુરોલોજીસ્ટ ડો. આલીવર સ્મિથના પ્રયોગો પ્રમાણે  રાગ શિવરંજની સાંભળવાથી સ્મરણશકિતમાં વધારો જે અલ્ઝાઈમરના રોગમાં પણ ઉપયોગી થાય છે.રાગ પુરિયા થી અનિંદ્રાનો રોગ દુર થાય છે.રાગ હિંડોળાથી ઉચ્ચ રકત ચાપ અને વા,રાગ કલ્યાણીથી આત્મવિશ્ર્વાસ વધારી શકાય છે.રાગ દિપકથી એસીડીટી અને પેટને લગતી બીમારી દુર કરી શકાય છે.મોબાઈલના વધુ પડતાં ઉપયોગી વધતી નપુંસકતાને રાગ વસંત અને રાગ સુરખદુર ભગાવે છે સાથે સાથે જુની સંસ્કૃત સુત્રોમાં સચવાયેલી અગત્યની પ્રભાવશાળી વિદ્યા એટલે રેકી પણ નિરાકરણ લાવવાનું એક ઉત્તમ સાધન છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.