Abtak Media Google News

જીનિયસ ગ્રુપ દ્વારા શિક્ષકોની સજજતા માટે ખાસ ૪ દિવસીય ઈવેન્ટ નજય-જીનિયસ ઈન્ટલેકટ મીટ ૨૦૧૮’નું આયોજન ઈન્ટરનેશનલ સ્કુલના ઓડિટોરીયમમાં કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં શિક્ષકો દ્વારા વિવિધ વિષયોમાંથી ટોપીક પસંદ કરી તેમાં પુરતુ સંશોધન કરી પ્રેઝન્ટેશન તૈયાર કરી તેને નિર્ણાયકો અને તમામ સહભાગીઓ સમક્ષ રજુ કરવામાં આવે છે અને તેમાંથી શ્રેષ્ઠ પ્રેઝન્ટેશનને સન્માનીત કરવામાં આવે છે.

આ ઈનટલેકટ મીટનો સેમીફાઈનલ રાઉન્ડ, ફાઈનલ રાઉન્ડ ગ્રુપ એ અને ફાઈનલ રાઉન્ડ ગ્રુપ બી એમ ત્રણ ભાગમાં યોજવામાં આવ્યો હતો. સેમી ફાઈનલ કાર્યક્રમની શ‚આત શિક્ષકો દ્વારા નુતન વર્ષની પુજાથી કરવામાં આવી હતી. આ સ્પર્ધામાં આશરે ૧૫૫ સહભાગીઓએ વિવિધ વિષયો જેવા કે જનરલ, સોશિયલ એન્ડ પોલિટિકસ, સાયન્સ એન્ડ ટેકનોલોજી, સાયકોલોજી એન્ડ એજયુકેશન, કોમર્સ એન્ડ લીટરેચર એન્ડ સ્પોર્ટસને ચર્ચા માટે પસંદ કર્યા હતા. આ સ્પર્ધામાં ભાગ લેનાર શિક્ષકો જીનિયસ ઈંગ્લિશ મીડિયમ સ્કુલ, જય ઈન્ટરનેશનલ સ્કુલ, રાજકોટ ઈન્ટરનેશનલ સ્કુલ, કાલાવડ ઈંગ્લીશ મીડિયમ સ્કુલ, જીનિયસ કિડસ કિંગડમ (મુખ્ય શાખા), પારસનગર શાખા, ટેલેન્ટલેન્ડ શાખા અને ઢેબર રોડ શાખામાંથી આવેલ હતા.

સેમી ફાઈનલ રાઉન્ડમાં નિર્ણાયક તરીકે પ્રિમીયર સ્કુલના શિક્ષક ડો.કેતનભાઈ પિઠડીયા, કાફકા ઈંગ્લીશ કોર્નરના ઓનર મીનુ જસદણવાલા, ક્રાઈસ્ટ કોલેજના સ્પોર્ટસ પ્રોફેસર ફ્રાન્સીસ ડીથસોઝા, સાઈન્સના શિક્ષક જલ્પાબેન ધનવા, વિપુલભાઈ ધનવા, શ્રીકાંત તન્ના, કાજલ શુકલ વગેરે હતા. તેમજ કાર્યક્રમમાં અતિથી તરીકે રાજકોટ મહિલા પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ હેતલ બદમાલીયા ઉપસ્થિત રહ્યા હતા.

જય-જીનિયસ ઈન્ટલેકટ મીટ ૨૦૧૮ના ગ્રુપ એ અને બીના ફાઈનલ રાઉન્ડમાં નિર્ણાયક તરીકે મારવાડી યુનિવર્સિટીના પ્રોફેસર બ્રીજ યાજ્ઞિક, શકિત સ્કુલના એકસપર્ટ ચંદનકુમાર બર્મન, જય ઈન્ટરનેશનલ સ્કુલના ઈંગ્લિશ એજયુકેટર ધવલભાઈ રાઠોડ, માસ્ટર ટ્રેઈનર પરવેઝ કોટડીયા અને મારવાડી યુનિવર્સિટીના આસીસ્ટન્ટ પ્રોફેસર બિંદીયાબેન રાઠોડ ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમમાં અતિથી તરીકે ફી રેગ્યુલેશન કમિટીના સભ્યો એમ.વી.નાગાણી અને ડી.ડી.છનીયારા, શભીનાઝ ધામાણી, સેલ્ફ ફાઈનાન્સ સ્કુલ એસોસીએશનના પ્રમુખ અને ન્યુ એરા સ્કુલના અજયભાઈ પટેલ અને સર્વોદય એજયુકેશન ઝોનના ચેરમેન ભરતભાઈ ગાજીપરા હાજર રહી સ્પર્ધકોને પ્રોત્સાહિત કર્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના શિક્ષકો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.