Abtak Media Google News

પૂ. નમ્રમૂનિ મહારાજના પરમ શરણમાં દીક્ષા મહોત્સવ

મહાવીરનગર સ્થા. જૈન સંઘના ઉપક્રમે ૧લી ડિસેમ્બરથી નવ દિવસીય મંગલ મહોત્સવ

૯મીએ સવારે મુમુક્ષો ઉપાસનાબેન શેઠ અને આરાધનાબેન ડેલીવાળા જૈન દીક્ષા અંગીકાર કરશે

શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાની પ્રેરક ઉપસ્થિતિમાં ૫ હજાર વિદ્યાર્થીઓ દિક્ષાર્થી આત્માઓનું જયનાદ અને જયજયકાર કરી અભિવાદન કરશે

૯મીએ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આપશે હાજરી જૈન શ્રેષ્ઠીઓ અને મુમુક્ષોનાં પેરેન્ટસ ‘અબતક’ના આંગણે

સમસ્ત રાજકોટ સ્થાનકવાસી જૈન સંઘોના આંગણે તથા મહાવીરનગર સ્થાનકવાસી જૈન સંઘના ઉપક્રમે રાષ્ટ્રસંત પૂ. નમ્રમુનિ મહારાજના પરમ શરણમાં મુમુક્ષ ઉપાસનાબેન સંજયભાઈ શેઠ અને મુમુક્ષ આરાધનાબેન મનોજભાઈ ડેલીવાળાના ભાગવતી જૈન દીક્ષા મહોત્સવના મંગલ પ્રારંભ પડધમ વાગી રહ્યા છે.

તા. ૧.૧૨.૨૦૧૮ને સવારે ૮.૩૦ વાગ્યે ડુંગર દરબાર અમીન રોડ ૧૫૦ રીંગરોડના પ્રાંગણે ગુજરાત રાજયના શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાની પ્રેરક ઉપસ્થિતિમાં રાજકોટની વિવિધ શાળાઓના ૫ હજાર વિદ્યાર્થીઓના દિક્ષાર્થી આત્માઓના ગગનભેદી જયનાદ અને જયજયકાર સાથે શિક્ષણ મંત્રી અને શિક્ષણવિદ્વો મુમુક્ષોના આત્માઓનું અભિવાદન કરશે. ભાગવતી જૈન દિક્ષા મહોત્સવએ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ ઉપસ્થિત રહેશે. મુમુક્ષોની મંગલ દીક્ષા આગામી તા.૯/૧૨/૨૦૧૮ને રવિવારેક સવારે ૮.૩૦ કાકે સંયમ સમવસરણ, રેસકોર્ષ ગ્રાઉન્ડ, રાજકોટ ખાતે યોજાશે.

પૂ. ગિરિશમુનિ મ.સા.ના સુશિષ્ય ગુજરાતરત્ન પૂ. સુશાંતમુનિ મ.સા તેમજ રાષ્ટ્રસંત પૂ. નમ્રમૂનિ મ.સા. તેમજ પૂ. ચેતનમૂનિ મ.સા., પૂ. પિયુષમુનિ મ.સા., નવદિક્ષીત પૂ. વિનમ્રમૂનિ મ.સા.અને પૂ. પવિત્રમુનિ મ.સા., મુમુક્ષઓની સંયમ પીપાસાની તૃપ્તિ કરાવશે. પૂ. ગુલાબબાઈ મ.સ., આદર્શયોગિની પૂ. પ્રભાબાઈ મ.સ. આદિ ૬૯ મહાસતીજી વૃંદ તેમજ રાજકોટમાં બિરાજમાન ગોંડલ સંપ્રદાયના જશ-ઉતમ-પ્રાણ પરિવારના સાધ્વીરત્નો, સંઘાણી સંપ્રદાય, શ્રમણ સંઘ સંપ્રદાયના સાધ્વીરત્નાઓ દીક્ષાર્થીઓને આર્શીવચન પાઠવવા પધારશે.19 1આ અવસરે દીક્ષાર્થી આરાધનાબેનના સંસારી ફઈબા પૂ. નેહાલીબાઈ મ.સ. આદિ ઠાણા ખાસ ઉપસ્થિત રહી શુભાશિષ આપશે. ભાગવતી જૈન દિક્ષા મહોત્સવનો મંગલ પ્રારંભ થવા જઈ રહ્યો છે. ત્યારે સર્વે જૈન સંઘો, અનુમોદન આત્માઓ, સર્વે સમાજને દર્શનનો લાભ લેવા દિવ્ય અનુરોધ કરાયો છે.

મુમુક્ષ ઉપાસનાબેન સંજયભાઈ શેઠ (મૂળ પાટણવાવ, હાલ રાજકોટ ઉ.વ. ૨૪), કે જેઓ રાજકોટના ભામાશા સમા સંઘ પ્રમુખ કાંતિભાઈ લાધાભાઈ શેઠની પૌત્રી અને હેતલબેન સંજયભાઈ શેઠની લાડકવાયી કુંવરી, રિશિતા સંજયભાઈ શેઠ અને કિંજલબેન સંજયભાઈ શેઠની દીદી દીક્ષા અંગીકાર કરશે તેવી જ રીતે મુમુક્ષ આરાધનાબેન મનોજભાઈ ડેલીવાળા (મૂળ ગઢડા, હાલ રાજકોટ, ઉ.વ.૧૭) કે જેઓ મંજુલાબેન રમણીકલાલ ડેલીવાળાનાપૌત્રી, પૂનમબેન મનોજભાઈ ડેલીવાળાના પુત્રી તેમજ વિરતી ડેલીવાળાના દીદી ભાગવતી દીક્ષા અંગીકાર કરશે.

મુમુક્ષ ઉપાસનાબેન શેઠના ધર્મ માતા-પિતા લીનાબેન વિરેશભાઈ ગોડા તેમજ મુમુક્ષ આરાધનાબેન ડેલીવાળાના ધર્મ માતા-પિતા વીણાબેન કેતનભાઈ શેઠ ધર્મયાત્રાને પ્રગટાવશે. જૈન ભાગવતી દીક્ષા મહોત્સવનો મંગલ પ્રારંભ ડુંગર દરબારનાક આંગણે, અમિન રોડ, જંકશન, ૧૫૦ ફૂટ રીંગ, ઝેડ બ્લુની સામે, રાજકોટ તે તા.૧ ડિસેમ્બરથી થવા જઈ રહ્યો છે.

મુમુક્ષોની વિરતી વિજય શોભાયાત્રા તા.૨/૧૨ના રોજ મનોજભાઈ ડેલીવાળા, કિષ્ણાનગરી એપાર્ટમેન્ટ, ૧૭ કરણપરા, રાજકોટ ખાતેથી તેમજ પ્રવજય શોભાયાત્રા તા. ૬/૧૨ના રોજ સંજયભાઈ શેઠ, ધર્માલય, ૪/૬, સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર, ૧૫૦ ફૂટ રીંગરોડ પાસે રાજકોટ ખાતેથી નીકળશે.ભાગવતી જૈન દીક્ષા મંગલ મહોત્સવને દિવ્યાતિદિવ્ય બનાવવા જૈન શ્રેષ્ઠીઓ તથા મુમુક્ષોનાં માતા-પિતા ‘અબતક’ના આંગણે શુભેચ્છા મુલાકાતે પધાર્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.