જૈન ભવનના સેક્રેટરી શશીકાંતભાઇ વોરાના ૭૬માં જન્મદિને વિવિધ સંસ્થાના પ્રતિનિધિઓએ પાઠવી શુભેચ્છા

જરૂરતમંદોને મિષ્ટભોજન પીરસી જન્મદિવસની સાદાઇથી ઉજવણી

જૈન ભવનના સેક્રેટરી શશીકાંતભાઇ વોરાના ૭૬માં જન્મદિવસે જૈન ભવનમાં તેઓને શુભેચ્છા સંદેશ પાઠવવા જુદી જુદી સંસ્થાના પ્રતિનિધિઓએ હાજરી આપી હતી. જીવનના ૭૫ વર્ષની મંઝીલ, સેવાભાવથી પસાર કરી, સેવાના ભેખધારી એવા શશીકાંતભાઇને આર્શીવાદ-અભિનંદન પાઠવવા માટે બહોળી સંખ્યામાં હાજરી આપી, ટેલીફોન દ્વારા તેમજ વ્હોટસ-એપ દ્વારા આર્શીવાદ-અભિનંદનનો વરસાદ વરસાવી દરેકે પોતાની લાગણી પ્રદર્શિત કરી.

પ્રમુખ હરેશભાઇ વોરાએ પોતાની આગવી શૈલીમાં ખૂબ જ શશીકાંતભાઇની સેવા બિરાદાવી હતી. તેઓએ જણાવેલ કે, “જેન ભવન એટલે શશીભાઇ કહીને નવાજયા, એવી જ રીતે સમાજના અગ્રગણ્ય પ્રવિણભાઇ કોઠારીએ પણ તેઓની સેવાને ખૂબ જ લાગણીસભર રીતે બિરદાવી. આ પ્રસંગે જૈન ભોજનાલયના ભુતપૂર્વ ટ્રસ્ટી ચંદ્રકાન્તભાઇ શેઠએ પણ તેમની સેવાને બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા. “દિકરાનું ઘરના ટ્રસ્ટી ઉપેનભાઇ મોદી તેમજ સમાજના જુદા જુદા ઉપાશ્રયના પ્રતિનિધીઓ બહોળી સંખ્યામાં વ્યકિતગત અભિનંદન પાઠવી સેવાભાવનાની કદરરૂપે હાજરી આપી હતી.

આ પ્રસંગે શશીકાંતભાઇ વોરા તરફથી રૂ.૧,૧૧,૧૧૧ની જાહેરાત જુદી જુદી સંસ્થાઓ જેવી કે, જૈન ભોજનાલય, પાંજરારોળ, જીવદયા, વિદ્યાદાન વિગેરે માટે શૈક્ષણિક સંસ્થાઓ માટે તેમજ સાધુ-સંતોની વૈયાવચ્ચમાં રકમ વાપરવાની ભાવના બનાવી હતી.

તેઓએ પોતાનો જન્મ દિવસ ખૂબ જ સાદાઇથી ઉજવીને “ભૂખ્યાને ભોજન તે વાકયને પથાર્ય કરી બતાવ્યુ. તેઓએ જૈન ભવનના જરૂરીયાતમંદ સહુને મિષ્ટ ભોજન, ફરસાણ સાથે પીરસી ટિફિન પહોંચાડેલ હતા.

શશીકાંતભાઇએ આ પ્રસંગે આવેલ દરેક વ્યક્તિનો આદરપૂર્વક આભાર માની જણાવેલ કે, સમાજ પ્રત્યેની ફરજ અદા કરેલી છે. સૌના સહકારથી આ ભોજનાલયની સેવા બજાવી છે.

Loading...