Abtak Media Google News

Table of Contents

ઘ્વજારોહણ, શોભાયાત્રા, મહાઆરતી, અન્નકુટ, ભજનસંઘ્યા, મહાપ્રસાદ સહિતના ધાર્મિક કાર્યક્રમો: જલારામ મંદિરોમાં રોશનીના ઝળહળા: રઘુવંશીઓ મહોત્સવ ઉજવવા આતુર: તૈયારીઓને આખરીઓપ

જવલંત જયોત જગત કલ્યાણી જલીયાણ-જીવન એવું જીવી ગયા ભજન અને ભોજનની સુગંધીથી ભરી ગયા. જયા રોટીનો ટુકડો ત્યાં હરી ઢુકડો જેવા માનવતાના મહામુલા મંત્ર સ્નેહ, સેવા અને સમર્પણી એવા અબાલ વૃદ્ધોના હૈયાના સિહાસને બિરાજમાન જલારામ બાપાનું પ્રાગટય સવંત ૧૮૫૬ના કારતક સુદ સાતમના સોમવારે તા.૪/૧૧/૧૭૯૯ના વિરપુર ગામે માતા રાજબાઈના કુખે જન્મેલા આપણા રઘુવંશી સંત શીરોમણી પરમ પૂજય જલારામબાપાની આગામી ૨૧૯મી જન્મજયંતી કારતક સુદ સાતમ તા.૧૪/૧૧ના બુધવારના રોજ દેશ સાથે પરદેશમાં પણ ખુબ જ ધામધુમથી ઉજવવામાં આવે છે. સૌરાષ્ટ્રના સંતોની ભૂમીમાં દર વર્ષની માફક આ વર્ષે પણ બાપાની જન્મજયંતી ઠેર-ઠેર ઉજવાશે.

રઘુવંશી યુવા કલબ (ગાંધીગ્રામ) દ્વારા પ્રથમ વખત ઉજવાશે જલારામ જયંતી

1 41કાર્યકરો ‘અબતક’ના આંગણે

રઘુવંશી સંત શિરોમણી પ.પૂ. જલારામ બાપાની ૨૧૯મી જન્મજયંતિ નિમિતે રઘુવંશી યુવા કલબ પરિવારજનો વતી મહાપ્રસાદનું ભવ્ય આયોજન કરેલ છે. આ શુભ પ્રસંગે સૌને પરિવાર સાથે પધારવા જાહેર અનુરોધ કરાયો છે.

કાલે રઘુવંશી યુવા કલબ (ગાંધીગ્રામ) દ્વારા ગાંધીનગર ૧ સર્વેશ્વર ચોક, ગાંધીગ્રામ, રાજકોટ ખાતે ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જેમાં મહાઆરતી સાંજે ૭ કલાકે, મહાપ્રસાદ સાંજે ૭.૩૦ કલાકે ગાંધીનગર ૧ સર્વેશ્વર ચોક, ગાંધીગ્રામ રાજકોટ ખાતે યોજાશે.

વિજય અનડકટ પ્રસ્તુત ઉમંગ ઉત્સવ મ્યુઝીક ઓર્કેસ્ટ્રા દ્વારા ભકિત સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું છે. સમગ્ર આયોજન માટે આયોજક રવિ માણેક, સચીન ચંદારાણા, ભાવેશ અઢીયા મૌલીક ચંદારાણા, નિખિલ રાજાણી, વિશાલ સેજપાલ, નિશીત વડેરા, વિજય સવાણી, અભય સવજીયાણી, સુનિલ ચંદારાણા, ધવલ કારીયા, ચંદ્રેશ રાછ, નેમિશ માણેક, વિવેક અખાણી, દીપેન ઠકકર પાર્થ ધામેચા, મીત્સુ ઠકકરાર, સ્મીત રાજવીર હાર્દિક માણેક વિશાલ સાંગાણી સહિતની ટીમ ‘અબતક’ના આંગણે પધારી હતી.

રઘુવંશી યુવા ગ્રુપ દ્વારા કાલે જલાબાપાની મહાઆરતી-પ્રસાદ અને રકતદાન કેમ્પ2 39જલારામ ભકતો ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે

રઘુવંશી યુવા ગ્રુપ વોર્ડ નં. ૪,૫,૬ દ્વારા કાલે સંત શિરોમણી જલાબાપાની ૨૧૯મી જન્મજયંતી નિમિતે જલારામ ભકતો માટે મહાઆરતી, મહાપ્રસાદ અને રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. ધર્મોત્સવમાં મુખ્ય મહેમાનો રાઘવજીભાઈ રાજાણી, ભીખાભાઈ પાંઉ, રાકેશભાઈ પોપટ, ધર્મેન્દ્રભાઈ ચંદારાણા હાજરી આપી શોભા વધારશે.

જનતા રાજાણી ટ્રાન્સપોર્ટના પટાંગણમાં, પટેલનગર પાસે, કુવાડવા રોડ ખાતે મહાઆરતી કાલે સાંજે ૭.૧૫ કલાકે, મહાપ્રસાદ ૭.૩૦ કલાકે તેમજ રકતદાન કેમ્પ સાંજે ૬ કલાકે યોજાશે. ધર્મોત્સવનો સર્વે ભાવિકોને લાભ લેવા ગ્રુપ વતી જાહેર અનુરોધ કરાયો છે. આયોજનને સફળ બનાવવા આગેવાનો ‘અબતક’ના આંગણે પધાર્યા હતા.

જલારામ જન્મોત્સવ સમિતિ દ્વારા કાલે ભવ્ય શોભાયાત્રાDsc 1450આખરી ઓપ આપવા આજે અગ્રણીઓની બેઠક: કાલે સાંજે ચૌધરી હાઇસ્કુલના પટાંગણમાંથી શોભાયાત્રાનો પ્રારંભ: રકતદાન કેમ્પ, મહાઆરતી, મહાપ્રસાદ, જલારામ ઝાંખીનો લ્હાવો લેવા જાહેર અનુરોધ: ભકતો ‘અબતક’ના આંગણે

જલારામ જન્મોત્સવ સમિતિ દ્વારા કાલે જલારામ બાપાની ૨૧૯મી જન્મ જયંતિ અનુસંધાને સાંજે પ કલાકે ચૌધરી હાઇસ્કુલના પટાંગણથી શોભાયાત્રાનો પ્રારંભ થશે. જે અનુસંધાને અગત્યની સંકલન બેઠક આજે રાત્રે ૯.૩૦ કલાકે પંચનાથ મહાદેવ મંદીર પાસે યોજાશે.

જલારામ શોભાયાત્રા અનુસંધાને જલારામ જન્મોત્સવ સમિતિ રાજકોટના સર્વે જલારામ ભકતો રમેશભાઇ ઠકકર, પ્રવિણભાઇ કાનાબાર, અશોક હિન્ડોચા, નવીનભાઇ છગ, વજુભાઇ વિઠલાણી, કલ્પેશભાઇ તથા મયંકભાઇ પાઉ, મનીષભાઇ સોનપાલ, રમણભાઇ કોટક, અજયભાઇ ઠકરાર, મનુભાઇ જોબનપુત્રા, હિતેન્દ્રભાઇ વડેરા જહેમત ઉઠાવી રહ્યા છે.

શોભાયાત્રામાં કાલે સાંજે પ કલાકે ચૌધરી હાઇસ્કુલથી શરુ થઇ ૮ કલાકે પંચનાથ મહાદેવ મંદિરે વીરામ પામશે જયાં મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

જલારામ શોભાયાત્રામાં સ્વામી પરમાત્માનંદજી સરસ્વતીજી મહારાજ, પૂ. ત્યાગ વલ્લભ સ્વામીજી, નારાયણ સ્વામી (ધૃનવાળા), પૂર્વ પ્રકાશ સ્વામી, અનમોલદાસજી બાપુ, કૈલાસદાસજી મહારાજ તથા રામ સ્વરુપદાસજી શોભાયાત્રાના પ્રારંભે સંતોના ઉ૫સ્થિત રહેશે તેમના હસ્તે દિપ પ્રાગટય આરતી પૂજન કરવામાં આવશે તથા શોભાયાત્રાને પ્રસ્થાન કરાવવામાં આવશે. જેમાં જલારામ જન્મોત્સવ સમીતીનો મુખ્ય રથ મોખરે રહેશે.

જલારામ બાપાના ગીતો-સંગીતની સુરાવલી, ડી.જે. ના સથવારે શોભાયાત્રાનો પ્રારંભ થશે

જલારામ શોભાયાત્રામાં સર્વ ભકતોએ પધારવા ભાવભર્યુ આમંત્રણ છે. સતીષભાઇ કોટક, તથા સર્વ કલાકારો દ્વારા જલારામ સંગીત સંઘ્યા યોજાશે. પિયુષ કુંડલીયા, સ્મીતાબેન સેજપાલ, મનીષાબેન કુંડલીયા, સંઘ્યા સેજપાલ, જયોતિ ખંધેડીયા, કોમલ જોબતપુત્રા દ્વારા રંગોળી કરવામાં આવશે.

સાંજે ૮ કલાકે મહાઆરતી યોજાશે. સાથે જલારામ સંગીત સંઘ્યા જલારામ બાપાનો મહાપ્રસાદ થતા રકતદાન કેમ્પ સીવીલ હોસ્પિટલના લાભાર્થે યોજાશે. ધર્મોત્સવને સફળ બનાવવા અગ્રણીઓએ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત લીધી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.