Abtak Media Google News

રામનોમના પાવન પર્વે રામજન્મોત્સવ, રામધુન, મહાઆરતી, મહાપ્રસાદ સહિતના કાર્યક્રમોથી વાતાવરણ બનશે ધર્મમય

ભારતભરમાં અનેક તહેવારોની ઉજવણી ધામધુમથી કરવામાં આવે છે. જેમાં રાજકોટ શહેર હંમેશા અગ્રેસર રહે છે. જેના ભાગ‚પે આવતીકાલે રામનવમીની શહેરભરમાં ધુમધામથી ઉજવણી કરવામાં આવશે. જેમાં રામજન્મોત્સવ સાથે અનેકવિધ ધાર્મિક કાર્યક્રમો દ્વારા રામનવમી પર્વ ઉજવવામાં આવી રહી છે

શહેર ભાજપ

ભગવાન શ્રી રામચંદ્રજીની જન્મજયંતિ અંતર્ગત શહેરમાં નિકળનાર રામનવમીની શોભાયાત્રાનું શહેર ભાજપ દ્વારા આજે શહેરના જયુબેલી ગાર્ડન ખાતે આવેલ મહાત્મા ગાંધીજીની પ્રતિમા પાસે ભવ્ય સ્વાગત કરશે તો આ કાર્યક્રમમાં શહેર ભાજપની તમામ શ્રેણીના કાર્યકર્તાઓને સમયસર ઉપસ્થિત રહેવા કમલેશ મીરાણી, દેવાંગ માંકડ, જીતુ કોઠારી તથા કિશોર રાઠોડે જાહેર અનુરોધ કર્યો છે.

જીવનનગર

જીવનગર વિકાસ સમિતિ, વોર્ડ નં.૧૦ જાગૃત નાગરિક મંડળ, મહિલા સત્સંગ મંડળ અને રામેશ્ર્વર મહાદેવ મંદિરના સંયુકત ઉપક્રમે આજે રામનવમી દિને સવારથી રાત્રી સુધી અનેક ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

મંદિરના વ્યવસ્થાપક વિષ્ણુપ્રસાદ ઉપાધ્યાયે જણાવ્યું કે બુધવાર સવારે પ્રભાત ફેરીમાં સુંદરકાંડના સામુહિક પાઠ, હોમમાં આહુતી બપોરે ૧૨ કલાકે ભગવાન રામનું પ્રાગટયની ઉજવણી કરવામાં આવશે. દિપમાલા સાથે મહાઆરતીનું આયોજન છે. સાંજે સાડા પાંચ કલાકે સત્સંગ મંડળમાં જીવનનગર, જ્ઞાનજીવન, અમી પાર્ક, દેશળદેવપરા, શિવપરા, બ્રહ્મસમાજ, રાવલનગર, અમૃતા સોસાયટી, જીવનજયોત સોસાયટી, તિ‚પતિ સોસાયટીની બહેનો મહાદેવધામમાં સામુહિક ભજન-ધૂન, મંગલપર્વની ઉજવણી કરશે.

ગીતા વિદ્યાલય

ગીતા વિદ્યાલય ટ્રસ્ટ મંદિર પરિસરમાં બિરાજમાન રામચંદ્રજીના સાંનિધ્યમાં કાલે રામનવમીની ઉજવણી થશે. સીતારામજીની દિવ્ય-મનોહર પ્રતિમાની સુંદર વસ્ત્રાલંકારોની દર્શનીય શોભા, ધૂપ-દીપ, બપોરે ૧૨ કલાકે રામના જયઘોષ સાથે રામજન્મોત્સવ ઉજવાશે. આ તકે કલાત્મક પારણામાં બાળ રામને ઝુલાવવાનો ભાવિકો લ્હાવો લેશે. પંજરીના પ્રસાદનું વિતરણ થશે.

કોઠારીયા કોલોની

કોઠારીયા કોલોનીના કોટેશ્ર્વર મહાદેવ મંદિરે આવતીકાલે રામનવમી ધામધુમથી ઉજવાશે. સવારે મંગળાઆરતી તથા બપોરે ૧૨ કલાકે મર્યાદા પુરુષોતમ શ્રીરામ જન્મોત્સવની મહાઆરતી કરવામાં આવશે. કોટેશ્ર્વર મહિલા મંડળ દ્વારા રામધુનની રમઝટ બોલાવવામાં આવશે. તેમજ પંજરીનો પ્રસાદ વિતરણ કરવામાં આવશે.

રામચરિત માનસ મંદિર

મોરબી રોડ પર આવેલા રતનપર ખાતે રામચરિત માનસ મંદિરે આવતીકાલે રામનવમીની ઉજવણી થશે. આ પ્રસંગે સવારે ૯ થી ૧૨ માનસ મંદિરમાં રામધૂન, હનુમાન ચાલીસા, રામાયણની ચોપાઈનો પાઠ બપોરે ૧૨ વાગ્યે મહાઆરતી અને રામજન્મોત્સવ તેમજ ભાવિકો શુઘ્ધ ઘી માંથી નિર્મિત ફરાળી મહાપ્રસાદ ગ્રહણ કરશે.

રાધેશ્યામ ગૌશાળા

રાધેશ્યામ ગૌશાળા દ્વારા રામનવમીની ઉજવણી નિમિતે રામનવમીની શોભાયાત્રા આજે રામાપીર ચોકડીથી શ‚ કરી સોરઠીયાવાડી સર્કલે પૂર્ણ થશે. ઉમિયા ગરબી મંડળની બાળાઓને ગરબી રમાડવામાં આવે છે જે દાતાઓએ બાળાઓને લ્હાણી તથા નાસ્તો આપવાની ઈચ્છા હોય તેઓએ રાધેશ્યામ બાપુ મો.નં.૮૩૪૯૫ ૬૯૫૦૭ ઉપર સંપર્ક કરવો.

રઘુવંશી પરિવાર

રઘુવંશી પરિવાર દ્વારા જાગનાથ મંદિર ચોક, ડો. યાજ્ઞિક રોડ ખાતે, રઘુવંશી પરિવારના કાર્યાલયની પાસે, મર્યાદા પુ‚ષોતમ શ્રી રામચંદ્રજીના પ્રાગટ્ય પર્વ નિમીતે આજે સવારથી જ શ્રી રામ જન્મોત્સવ ભવ્યતા, દિવ્યતાથી તેમજ હજારો રામભક્તોના પવિત્ર હર્ષોલ્લાસ સાથે ઉજવાશે. કાલે સવારે ૯ થી ૧ર દરમયાન રામદરબારના પૂજન-અર્ચન જેમાં પાંચ દંપતી હવનનો લાભ લેશે.  બપોરે ૧ર કલાકે સામુહીક મંગલ આરતી કરી રામજન્મોત્સવ ઉજવાશે. સાંજે પ થી ૭ કલાક દરમિયાન બહેનો માટે આરતી ડેકોરેશન સ્પર્ધાતથા વેશભુષા સ્પર્ધા યોજાશે. યુવા કાર્યકર્તાઓને સન્માનપત્ર આપી સન્માનીત કરવામાં આવશે તથા રાજકોટ શહેરના આપણા જાહેર ક્ષેત્રમાં સેવા આપતા શ્રેષ્ઠીઓને સન્માનીત કરાશે. સમગ્ર આયોજન અંગે રઘુવંશી પરિવારની ટીમ જહેમત ઉઠાવી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.