Abtak Media Google News

રાજકોટમાં વસતા બંગાળી પરિવારો દ્વારા દુર્ગા મહોત્સવનો પ્રારંભ કરી દેવામાં આવ્યો છે.ત્યારે બંગાળી કલ્ચર અને સોશિયલ એસોસીએશન દ્વારા રાષ્ટ્રીય શાળા રંગમંચ ખાત પણ ગઈકાલથી વિવિધ કાર્યક્રમોની હારમાળા સાથે દુર્ગા મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.આ કાર્યક્રમમાં ખાસ રામકૃષ્ણ મીશનના પ્રમુખ સ્વામી સર્વસ્થાનંદજી ઉપસ્થિત રહ્યા હતા. જેમણે માં દુર્ગાની શકિત તથા આ પર્વ વિશેનું નામ આપ્યું હતું. વધુમાં પ્રેસીડેન્ટ ડી.કે.ઘોશએ જણાવ્યું હતું કે, ગુજરાત અને ખાસ કરી રાજકોટમાં આ પર્વ ઉજવાય છે તે ખુબ ખુશીની વાત છે અને આ પુજા ફકત બંગાળીઓ માટે જ નહીં પરંતુ બધા જ લોકો માટે છે.મા દુર્ગાને આ સમયમાં આવકારવામાં આવે છે. મહિસાસુરના ત્રાસ અને પાપના લીધે જયારે પૃથ્વીવાસીઓ ત્રસ્ત હતા. ત્યારે માં શકિતએ દુર્ગા અવતાર ધારણ કરીને મહિસાસુરનો વધ કર્યો હતો માટે આ દિવસોમાં માંની શકિતની પુજા-અર્ચના કરવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.