Abtak Media Google News

‘અબતક’ ચેનલ દ્વારા આજે સૌરાષ્ટ્રના સંત શિરોમણી જલારામ બાપાની રર૧મી જન્મ જયંતિ પ્રસંગે દર્શકોની અતિપ્રિય શ્રેણી ‘ચાલને જીવી લઇએ’માં ‘જલિયાણની ઝાંખી’નો સ્પે. કાર્યક્રમ પ્રસારીત કરવામાં આવશે. જેમાં સૌરાષ્ટ્ર, ગુજરાતના પ્રસિઘ્ધ આંતરરાષ્ટ્રીય કલાકાર ડો. કુમાર પંડયા અને પ્રદિપ બારોટના કંઠે ગવાયેલા જલારામ બાપાના ભજનો રજુ થશે. તો આવો આજના આ કાર્યક્રમના કલાકારોને જાણી

ડો. કુમાર પંડયા

મુળ જામનગરના વતની પરંતુ રાજકોટને કર્મભૂમિ બનાવનાર શાસ્ત્રીય સંગીત, સુગમ સંગીત તેમજ લોકસંગીતમાં જેની સારી પકકડ છે તેવા ડો. કુમાર પંડયા  શહેરની અર્જુનલાલ હિરાણી કોલેજમાં અઘ્યાપક તરીકેની સેવા બજાવવાનું સદભાગ્ય પ્રાપ્ત થયું. ડો. પંડયાને સંગીત વારસામાં મળ્યું છે. તેમના દાદા સ્વ. કાંતિભાઇ પણ સારા ગાયક હતા. બાદમાં પિતા અશોકભાઇ પંડયા પણ આકાશવાણી, દુરદર્શનના ‘બીહાઇ’ ગ્રેડના કલાકાર છે.

ડો. કુમાર પંડયાએ ગુજરાતનો એક માત્ર સંગીત ધરાનો ‘આદિત્ય સંગીત ધરાના’ ઉપર પી.એચ.ડી. ની પદવી પ્રાપ્ત કરવા ઉપરાંત તેઓ આકાશવાણી, દુરદર્શનના ‘બીહાઇ’ ગ્રેડના માન્ય કલાકાર છે. દેશ-વિદેશમાં અનેક કાર્યક્રમો દ્વારા ખુબ જ લોકચાહના મેળવી છે.

પ્રદિપ બારોટ

બારોટ સમાજનું ગૌરવ એવા જામનગરના પ્રદિપ બારોટ મોદી સ્કુલમાં સંગીત શિક્ષક તરીકેની ફરજ બજાવે છે. શહેરની હિરાણી કોલેજમાં શાસ્ત્રીય સંગીતમાં માસ્ટર ડીગ્રી સુધીનો અભ્યાસ કરનાર બારોટજીને સંગીતનો વારસો મોસાળમાંથી મળ્યો છે. મામા મનહરભાઇ બારોટ, દલસુખભાઇ બારોટ, લોકસંગીત લોકસાહિત્યના અચ્છા કલાકાર છે. વારસામાં મળેલા સંગીતનો સમાજ સમક્ષ કંઇક અલગ રીતે રજુ કરી લોકચાહના મેળવનાર પ્રદિપ બારોટ શ્રીનાથજીની ઝાંખી, ડાયરો, લોકગીત, લગ્નગીત, દાંડીયા રાસ, ગરબા તેમ જ ગઝલના કાર્યક્રમોમાં લોકોને ભાવવિભોર કરવાની તેમની આગવી છટ્ટા છે.

તેઓ સરકારની વિવિધ યોજનાઓના પ્રચાર-પ્રસારના ડાયરાના કાર્યક્રમો ઉપરાંત, સરકારી કાર્યક્રમોમાં પોતાની કળાના કામણ પાથરી ઉ૫સ્થિત વિશાળ જન સમુદાયને મંત્ર મુગ્ધ કર્યા છે. ઉ૫રાંત ટીવીના માઘ્યમ દ્વારા પ્રસિઘ્ધ પામેલો કાર્યક્રમ ‘લોકગાયક ગુજરાત’માં અનેક એપીસોડ રેકોર્ડ કર્યા છે. તેમજ મોટા ગજાના કલાકારો સાથે સૌરાષ્ટ્ર, ગુજરાત અને બહારના રાજયોમાં અનેક કાર્યક્રમો આપી ચૂકયા છે. આજે ‘ચાલને જીવી લઇએ’ શ્રેણીનાં ‘જલિયાણની ઝાંખી’ ના સ્પે. કાર્યક્રમમાં ડો. કુમાર પંડયા અને પ્રદિપ બારોટના કંઠે લોકભોગ્ય ટાળમાં જલારામબાપાના ભજનોનો લ્હાવો લેવાનું ચૂકાય નહી ‘ચાલને જીવી લઇએ’

કલાકારો

  • કલાકાર:- ડો. કુમાર પંડયા – પ્રદિપ બારોટ
  • ડીરેકટર એન્કર:- પ્રિત ગોસ્વામિ
  • તબલા:- મહેશ ત્રિવેદી
  • પેડ:- કેયુર બુઘ્ધદેવ
  • કીબોર્ડ:- ભાસ્ક શીંગાળા
  • સાઉન્ડ:- વાયબ્રન્ટ સાઉન્ડ – અનંત ચૌહાણ

આ કાર્યક્રમ રાત્રે ૮ કલાકે અબતક ચેનલ, યુ-ટયુબ અને ફેસબૂક પર લાઈવ નિહાળી શકશો

  • ઈન કેબલ ચેનલ નં.૫૬૧
  • ડેન નેટવર્ક ચેનલ નં.૫૬૭
  • મુંબઈ સેવન સ્ટાર ચેનલ નં.૫૪૦
  • સુરત રિયલ જીટીપીએલ ચેનલ નં.૯૮૩ અને ૩૫૦

આજે પ્રસ્તુત થનાર સુમધુર કૃતિઓ

  • * આવો સબ મીલ ગાવો…..
  • * ઘણી ખમ્મા ઘણી ખમ્મા……
  • * મને પ્યારૂ લાગે જલારામ નામ…..
  • * ધમ ધમે નગારા રે…..
  • * મેરે ઘર કે આગે જલારામ……
  • * ધુન મચાવો સંતો…..
  • * વીરપુરમાં ઉડે રે ગુલાલ…
  • * તારી કરૂણાનો કોઇ પાર નથી…..

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.