Abtak Media Google News

IPL-11 ઓકશનનો આજે બીજો દિવસ છે. આજનો સૌથી મોંઘો ખેલાડી ગુજરાતી જયદેવ ઉનડકટ બન્યો હતો. તેને રાજસ્થાન રોયલ્સે રૂા. 11.50 કરોડમાં ખરીદ્યો હતો. ગૌતમ ક્રિશ્નપ્પાને રાજસ્થાન રોયલ્સે જ 6.20 કરોડમાં ખરીદ્યો હતો, જે તેની બેઝ પ્રાઇસ કરતા 31 ગણી વધારે છે. હરાજીની શરૂઆત રાહુલ ચહારથી કરવામાં આવી જેને 1.9 કરોડમાં મુંબઇ ઇન્ડિયન્સે ખરીદ્યો. ભારતીય ખેલાડી શાહબાઝ નદીમને દિલ્હી ડેરડેવિલ્સે 3.20 કરોડમાં ખરીદ્યો. વેસ્ટ ઇન્ડિઝના ખેલાડી ઇવિન લુઇસને મુંબઈ ઇન્ડિયન્સે 3.80 કરોડમાં ખરીદ્યો. ઉલ્લેખનીય છે કે શનિવારે થયેલી પહેલા દિવસની હરાજીમાં કુલ 78 ખેલાડીઓને અલગ-અલગ ટીમોએ રૂ. 321 કરોડ ખર્ચીને ખરીદ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.