Abtak Media Google News

જમ્મુ કશ્મીરમાં ગુરુવારે થયેલી બે અલગ અલગ જગ્યાની અથડામણમાં સિક્યોરિટી ફોર્સે 4 આતંકીઓને ઠાર માર્યા છે. જમ્મુના કાકરિયાલમાં આ અથડામણ ચાલી રહી છે. જ્યાં બે આતંકી ઠાર થયા છે. આતંકીઓ તરફથી થયેલા ફાયરિંગમાં 9 જવાનો પણ ઘાયલ થયા છે. તેની સામે સુરક્ષા દળોએ બારામુલામાં સોપેરમાં બે આતંકીઓને ઠાર કર્યા છે.

કાકરિયાલ અથડામણ 

  • મેજર જનરલ અરવિંદ ભાટિયાએ જણાવ્યુ કે ટ્રક પર સવાર ત્રણ આતંકીઓએ બુધવારે ઉધયમપુરના ઝ્ઝ્ઝ્રર કોટલી ચેક પોસ્ટ પર હુમલો કર્યો હતો. જેમાં CRPF ના જવાન અને ફોરેસ્ટ ગાર્ડ ઘાયલ થયા હતા. સુરક્ષાદળોએ બુધવારે જ આતંકીઓ વિરુદ્ધ સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું.

સોપોર અથડામણ 

  • પોલીસના જણાવ્યા પ્રમાણે સુરક્ષાદળોએ આતંકીઓ છુપાયા હોવાની માહિતી મળ્યા બાદ ગુરુવારે સવારે સોપોરના ચિંકીપોરમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું . તે દરમિયાન આતંકીઓએ જવાનો પર ફાયરિંગ શરૂ કરી દીધું હતું. જવાબી કાર્યવાહીમાં 2 આતંકીઓ ઠાર થઈ ગયા.

– પોલીસે જણાવ્યું, “જ્યારે વિસ્તાર આગળ કડક નાકાબંધી કરવામાં આવી, તો આતંકવાદીઓએ સુરક્ષાદળો પર ગોળીઓ વરસાવાવની શરૂ કરી દીધી. તે પછી અથડામણ શરૂ થઈ ગઈ.” સુરક્ષાના કારણોસર એડમિનિસ્ટ્રેશને સોપોરમાં મોબાઈલ ઇન્ટરનેટ સેવા પર રોક લગાવી દીધી છે. શૈક્ષણિક સંસ્થાઓને પણ આખો દિવસ બંધ રાખવા માટે કહેવામાં આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.