Abtak Media Google News

કાશ્મીરમાં આતંકીઓએ ગુરુવારે રાતે ચાર અલગ અલગ વિસ્તારોમાંથી પોલીસ કર્મચારીના નવ પરિવારજનોનું અપહરણ કરી લીધું છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આતંકીઓ 24 કલાકમાં જ આ પરિવારજનોને તેમના ઘરેથી ઉપાડી ગયા છે. સુરક્ષા એજન્સી આ ઘટનાને હિજબલ મુઝ્ઝાહિદ્દીનના આતંકી સૈયદ સલાહુદ્દીનના દીકરા સૈયદ શકીલ અહમદની ધરપકડ સાથે જોડી રહ્યા છે. આતંકીઓ અત્યાર સુધી ખીણ વિસ્તારમાં પોલીસ કર્મચારીઓ પર હુમલો કરતા હતાં પરંતુ તેમના પરિવારજનોનું અપહરણ કરવાની આ પહેલી ઘટના છે.

પોલીસે હજુ આ વિશે કોઈ ઓફિશિયલ નિવેદન આપ્યું નથી. બસ માત્ર એટલું કહેવામાં આવ્યું છે કે, આ વિશે ચોક્કસ માહિતી મેળવવામાં આવી રહી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે જમ્મુ કાશ્મીર પોલીસમાં કામ કરતાં જવાનોના પરિવારજનોનું શોપિયાં, કુલુગામ, અનંતનાગ અને અવંતિપોરામાંથી અપહરણ કરવામાં આવ્યું છે. તેમાં એક ડીસીપીનો ભાઈ પણ સામેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.