Abtak Media Google News

જમ્મુથી શ્રીનગર જઈ રહેલી CRPFની 70 ગાડીઓના કાફલા પર કાશ્મીરના પુલવામામાં આતંકીઓએ આત્મઘાતી હુમલો કર્યો છે. અધિકારીઓએ જણાવ્યાં મુજબ હુમલામાં 35 જવાન શહીદ થઈ ગયા છે, જ્યારે અનેક ઘાયલ છે. આ કાફલામાં 2500 જવાન સામેલ હતા. જૈશ-એ-મોહમ્મદે હુમલાન જવાબદારી લીધી છે.

જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓએ ફરી એક વાર સેનાને ટાર્ગેટ કરી છે. પુલવામામાં અવંતીપોરાના ગોરીપોરામાં સેનાના કાફલા પર જૈશ-એ-મોહમ્મદ આતંકી સંગઠને હુમલો કર્યો છે. આ દરમિયાન સેના પર IED બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો. આ બ્લાસ્ટમાં 35 જવાન શહીદ થયા છે.


શહાદત બેકાર નહીં જાય- મોદી: વડાપ્રધાને કહ્યું કે, “પુલવામામાં CRPF જવાનો પરનો હુમલો ધૃણિત છે. જવાનોની શહાદત બેકાર નહીં જાય. સમગ્ર દેશ જવાનોના પરિવારની સાથે ઊભો છે.”

ખીણમાં ઘણાં લાંબા સમય પછી આતંકીઓએ આઈઈડી બ્લાસ્ટ દ્વારા સેના પર મોટો આતંકી હુમલો કર્યો છે.ઘાયલોને નજીકની સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તે સાથે જ આ વિસ્તાર કોર્ડન કરીને સર્ચ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું છે.

Screenshot 6 2કાફલામાં સીઆરપીએફની ડઝન જેટલી ગાડીઓમાં 2500થી વધારે જવાન હતા. આતંકીઓએ સેનાની એક જ ગાડીને ટાર્ગેટ કરી છે. ઉરી પછીનો આ સૌથી મોટો આતંકી હુમલો છે. ઉરી હુમલામાં 19 જવાન શહીદ થયા હતા.

સીઆરપીએફના સૂત્રોના જણાવ્યા પ્રમાણે રોડ પર એક ફોર વ્હિલરમાં IED લગાવવામાં આવ્યો હતો. કાર હાઈવે પર ઉભી હતી. સેનાનો કાફલો ત્યાંથી પસાર થયો ત્યારે જ તે હાઈવે પર ઉભી રહેલી કારમાં બ્લાસ્ટ થયો હતો. આ દરમિયાન સેના ઉપર પણ ફાયરિંગ કરવામાં આવ્યું હતું.Screenshot 7 2

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.