Abtak Media Google News

દીન પ્રતિદીન મોબાઇલ ફોનની બોલબાલા વધી રહી છે ત્યારે ફ્રીડમ ૨૫૧ વાળા ફોનની ચર્ચા થઇ રહી હતી હવે વધુ એક મોબાઇલ કં૫ની આ કેલે માત્ર રૂ.૨૪૯ની કિંમતમાં ફીચર ફોન માર્કેટમાં લોન્ચ કર્યો છે. આ કં૫નીએ અનેક ફોન લોન્ચ કર્યા છે જેમાં રુ.૩૦૦થી લઇને ૧૦૦૦ સુધીની રેન્જ દર્શાવી છે. બ્લુ, લાલ કલરના આ ફોનન સ્ક્રિન ૧.૪ ઇંચની છે. જેમાં અ એક સિમ લગાવી શકો આ ફોનમાં ૩૨ એમબી રેમ, અને ૬૪ એમબી રેમ છે. આ ઉપરાંત ફોનમાં ૮૦૦ એમએએચની બેટરી પણ આપવામાં આવી રહી છે.

આ ફોનમાં એક વર્ષની વોરંટી પણ આપવામાં આવે છે. ફોનમાં રેડિયો, એફએમ અને ટોર્ચ જેવી બેઝિક ફિચર્સ રાખવામાં આવ્યા છે. આ ફોન કોર્મસ વેબસાઇટ પર ઉપલબ્ધ છે. લાલુ ઉપરાંત આઇ કેલના ફોન કે ૭૧ની સ્કાય બ્લુ કલરમાં પણ ઉતારવામાં આવ્યો છે. જે સૌથી સસ્તો ફોન છે. જો કે એ ફોનમાં ખાસ પ્રકારના ફિચર્સ નથી પરંતુ એક વર્ષની વોરંટી તો છે. જે સામાન્ય સ્માર્ટફોનમાં પણ આપવમાં આવે છે. આ ફોન જ કલાકનો ટોકટાઇમ અને ૨૪ કલાક સ્ટેન્ડબાય ટાઇમ આપે છે. જો તમે પણ સૌથી સસ્તો ફોન ખરીદવા માંગતા હોય તો આ ફોન એક વિકલ્પ તરીકે લઇ શકાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.