લીલુ હોય કે લાલ ચટાકેદાર મરચું છે મજેદાર

291

કેન્સર જેવા જીવલેણ રોગો સામે રક્ષણ અપાવે છે તીખું મરચું બ્લડ સુગર લેવલ, વેઈટ લોસ્ટ તેમજ હૃદય સંબંધિત સમસ્યા માટે વરદાન સ્વ‚પ તીખાસ

ગુજરાતીઓ ખાવા-પીવાના શોખીન હોય છે તેમાં પણ તેલ, મરચું અને મસાલા તો ગુજરાતીઓના રસોઈ ઘરની ખાસિયત છે ત્યારે લીલુ અને લાલ બંને મરચું ખુબ જ મજેદાર અને સ્વાસ્થ્યવર્ધક છે. એવું કહેવાય છે કે, તિખાશ શરીરના સ્વાસ્થ્ય માટે ખુબ જ મહત્વની છે. રસોઈ ઘરમાં આપને બંને પ્રકારના મરચાનો ઉપયોગ કરતા હોય. કોઈપણ વ્યંજનમાં સ્વાદપુરક અને સ્વાસ્થ્યપુરક એવા મરચાનો ઉપયોગ કરવામાં આવતો હોય છે જો તેની સ્પર્ધા કરવામાં આવે કે ઉપયોગમાં લેવા લાયક લાલ મરચું છે કે લીલું મરચું તો તેનો પણ જવાબ આજે મળી રહેશે.

જયારે મરચું લાંબા સમય સુધી પાકે છે ત્યારે તે લાલ રંગ ધારણ કરે છે. સુકાયા બાદ આ મરચાનો ઉપયોગ આપણે ચટણી અને રસોઈ ઘરના અવષધ તરીકે કરીએ છીએ. સામાન્ય રીતે લાલ મરચાના પાવડરનો ઉપયોગ કરવાનું ચલણ ગુજરાતમાં વધુ છે. વળી એમાં પણ હાલના સમયમાં કેટલીક ભેળસેળ જોવા મળતી હોય છે.

લીલા મરચાની વાત કરવામાં આવે તો ડાયેટ્રી ફાયબરથી ભરપુર હોય છે. જે કબજીયાત સમયે પણ ઉપયોગી બને છે. લીલુ મરચું વિટામીન-સીથી ભરપુર હોવાના કારણે તે પાચનશકિત સુધારવાની સાથે સલાયવા પ્રોડકશન વધારવામાં મદદરૂપ બને છે. આ સાથે જ લીલુ મરચુ બ્લડ સુગર લેવલના નિયંત્રણ માટે પણ આશીર્વાદરૂપ સાબિત થાય છે જો વજન ઘટાડવો હોય તો પણ લીલુ મરચું ખોરાકમાં લઈ શકાય કારણકે લીલા મરચામાં કોઈપણ પ્રકારની કેલેરીઝ હોતી નથી અને તે મેટાબોલીઝમ માટે પણ મદદરૂપ થાય છે. હૃદયને હેલ્ધી રાખવાથી સાથે લીલુ મરચું રોગપ્રતિકારક શકિત વધારતા હાઈ કોલેસ્ટ્રોલ લેવલ માટે પણ વરદાન સ્વરૂપ સાબિત થાય છે. તમને માનવામાં નહીં આવે પરંતુ લીલા મરચાથી કેન્સર જેવા જીવલેણ રોગો સામે પણ રક્ષણ મેળવી શકાય છે. આ ઉપરાંત પણ લીલા મરચાના કેટલાક હેલ્થ બેનીફીકસ રહેલા છે.

લાલ મરચાની ખાસિયત વિશે કહેવાય છે કે તે બ્લડપ્રેશરને કંટ્રોલ કરે છે કારણકે લાલ મરચા પાવડરમાં મોટી માત્રામાં પોટેશિયમ મળી આવે છે. લાલ મરચું વિટામીન સીથી ભરપુર હોવાથી તે રોગપ્રતિકારક શકિત વધારવામાં મદદરૂપ બને છે. તે શરીરના રકત સંચાર અને આંતરડાને શુદ્ધ કરવાનું કામ કરે છે. આ સાથે જ શરીરના હોર્મોસને પણ હેલ્ધી લાગે છે. લાલ મરચું હોય કે લીલુ મરચું બંને પ્રકારની તિખાસ શરીર માટે ખુબ જ જરૂરી છે. તમે એની સ્પર્ધા ન કરી શકો પરંતુ બંનેના પોત-પોતાના વિશેષ ગુણો રહેલા છે.

Loading...