Abtak Media Google News

લવયાત્રિ ફિલ્મ ફલોપ પણ તેનું આઈકોનીક સોંગ ‘છોગાળા તારા…’ સુપરહીટ રહ્યું

ગીતો ગાવાના અને સાંભળવાના શોખીનો માટે દરરોજ નવા નવા બોલીવુડ અને આલ્બમ સોંગ લોન્ચ થઈ રહ્યા છે. ત્યાર હાલની વાત કરીએતો ‘લવયાત્રી’ ફિલ્મના છોગાળાગીતે ઘેલુ લગાડયું હોય તેમ ૧ કરોડથી વધુ લોકોએ આ ગીતને માણ્યું છે. તેમાં પણ નવરાત્રી દરમિયાન જ ‘લવયાત્રી’ રીલીઝ થતા છોગાળા ગીતે ધુમ મચાવી દીધી હતી.

ફિલ્મ ‘લવયાત્રિ’ ભલે ફલોપ ગઈ હોય પરંતુ તેનું આ છોગાળા ગીત સુપરહીટ રહ્યું છે. યુટયુબમાં છોગાળા ગીતના ૧૨ મીલીયન વ્યુઅર્સ થઈ ગયા છે. નવરાત્રિની થીમ પર રચીત આ ગીતે ગુજરાતીઓનું હૈયુ જીતી લીધું હોય તેમ નવલા નોરતા દરમિયાન આ ગીતે ભારે આકર્ષણ જમાવ્યું હતુ.

હજુ આગામી દિવસોમાં બોલીવુડ, હોલીવુડ કે ઢોલીવુડમાંથી આકર્ષક અને ધુમમચાવતા ગીતો વધુ પ્રમાણમાં લોન્ચ થાય તેમાં કોઈ શંકાને સ્થાન નથી. સુપર સ્ટારોની સાથેના હોટ ફેવરીટ સોંગની જાણ એક બ્લોકચેઈન બની ગઈ હોય તેમ બોલીવુડમાં લાગી રહ્યું છે.

સલમાન ખાનની ફિલ્મ લવયાત્રિ ભલે, વિવાદમાં રહી હોય તેમ છતા તેના ગીતોએ લોકોને આકર્ષિત કર્યા છે. માત્ર ગુજરાત અને ભારતમાં જ નહિ પરંતુ વિશ્વઆખામાં આ ગીતે આકર્ષણ જમાવ્યું છે. યુટયુબ પરનાં વ્યુઅર્સમાં ઘણા વિદેશીઓ પણ જોવા મળે છે. આ ગીતમાં નવરાત્રિની જે ઝલક જોવા મળે છે તે ભારતીય સંસ્કૃતિની આગવી ઓળખની પ્રતિતી કરાવે છે.

છોગાળા લવયાત્રીનું આઈકોનીક સોંગ રહ્યું છે જેમાં સલમાનના જીજાજી આયુષ શર્મા અને એકટ્રેસ વારીના હુસૈન છે. આ ગીતને દર્શન રાવલ અને આસીસ કોરે પોતાના આગવા અંદાજથી રજૂ કર્યું છે. જયારે તેના લીરીકસ પણ દર્શન રાવલે લખેલા છે. તો આ ગીતને કમ્પોઝ કરનાર લીઝો જોર્જ અને ડીજે ચેતસ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.