Abtak Media Google News

વરાછા પોલીસ વિસ્તારમાં નોંધાઈ ફરિયાદ: પોતાના નામે ડમી એકાઉન્ટ ખોલ્યા હોવાની કરાઈ ફરિયાદ

માર્ચ એન્ડીંગ આવી રહ્યો છે ત્યારે આયકર વિભાગ દ્વારા જે પેન્ડિંગ રહેતી રીકવરી છે તે તમામને નોટીસ પાઠવવામાં આવી રહી છે ત્યારે સુરતમાં એક એવી ઘટના ઘટી જેમાં સુરતના સેલ્સમેનને ૪૮ લાખ રૂપિયાની ટેકસ નોટીસ આવક વેરા વિભાગ દ્વારા ફટકારવામાં આવી હતી.

વાત કરવામાં આવે તો તે સેલ્સમેનનું બેંક ટ્રાન્ઝેકશન વિશે વાત કરવામાં આવે તો જાણે તેના દ્વારા ૧૦.૫૮ કરોડનો વ્યવહાર કરવામાં આવ્યો હતો જેના સંદર્ભે આવક વેરા વિભાગ દ્વારા લલિત થોલીયા નામના ૪૫ વર્ષીય સેલ્સમેનને ૩૮ લાખ રૂપિયાની નોટીસ ફટકારવામાં આવી હતી જે સંદર્ભે તેમના દ્વારા વરાછા પોલીસ સ્ટેશન ખાતે ચીટીંગ થયાની ફરિયાદ નોંધાવી હતી. વધુમાં લલિત થોલીયા નામના વ્યકિતના બોગસ ડોકયુમેન્ટના આધારે કરન્ટ એકાઉન્ટ ખોલવામાં આવ્યું હતું. કમ્પેલનના આધારે જો વાત કરવામાં આવે તો વ્રજ ચોક સરથાણા વિસ્તારમાં રહેતા સેલ્સમેન લલિત થોલીયાનું બેંક એકાઉન્ટ આવક વેરા વિભાગ દ્વારા સીઝ કરવામાં આવ્યું હતું. કારણકે તેના દ્વારા નોટીસ ઈસ્યુ થવા થતા પણ ટેકસ ભર્યો ન હતો ત્યારે ફરિયાદમાં સેલ્સમેન દ્વારા સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું હતું કે, તેને કોઈ પણ પ્રકારનો અંદેશો નહીં કે તેમના દ્વારા આ પ્રકારનો કોઈ નાણાકીય વ્યવહાર પણ કરવામાં આવ્યો છે.

પોલીસ સમક્ષ માહિતી આપતા તેમને જણાવ્યું હતું કે, ઉમરાવાડા બ્રાંચ ખાતે તેનું સેવિંગ એકાઉન્ટ અલ્હાબાદ બેંકમાં ઓકટોબર ૨૦૧૧ના રોજ ખોલ્યું હતું જયારે તે પુના ગામ વિસ્તારમાં રહેતો હતો. જયારે કમ્પેલન દરમિયાન તેને પોતાનું પાનકાર્ડ, ડ્રાઈવીંગ લાયસન્સ, ઈલેકટ્રીસીટી બીલની કોપી રજુ કરી હતી. જયારે તેજ મહિનામાં તેમની માનસી ફેશનના નામે આઈડીબીઆઈ બેંકમાં પોતાનું કરન્ટ એકાઉન્ટ પણ ખોલ્યું હતું ત્યારે તે પુના ગામ વિસ્તારમાંથી સરથાળા ઘણા સમયથી આવી ગયો હતો પરંતુ આવક વેરાની નોટીસ તેને તેના જુના રહેણાક એડ્રેસ પર મળતા તેને આ અંગેની ફરિયાદ પોલીસ મથકમાં નોંધાવી હતી ત્યારે ફરિયાદના આધારે પોલીસ આ અંગેની તપાસ શરૂ કરી છે અને બેંકના કર્મચારીઓને આ અંગે પુછપરછ પણ કરવામાં આવી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.