Abtak Media Google News

Coin Tree 1હંમેશા આપણે જ્યારે ખોટા ખર્ચા કે કોઇ બીન જરૂરી વસ્તુ ખરીદતા હોય ત્યારે આપણા વડિલો હમેંશા આપણને કહેતા હોય છે કે પૈસા ઝાડ પર નથી ઉગતા અથવા તો આ આવા ખર્ચાને રોકવા માટે વડિલો આપણે ટોળા મારતા કહે છે કે પૈસા ઝાડ ઉપર ઉગે છે. આ બંને કહેવતનો અર્થ એક જ થાય છે. કે પૈસા સરળતાથી મળતા નથી પરંતુ તેને મેળવા માટે ઘણી મહેનત કરવી પડે છે. પરંતુ અમે આજે એક એવા ઝાડની વાત કરીશું જ્યાં પૈસા ઉગેલા જોવા મળે છે. આ ઝાડ સ્કોટીશ હાઇલેન્ડના પીક જંગલમાં આવેલું છે. આ ઝાડના જાળથી લઇને મધ્ય સુધી વિભિન્ન દેશોના સીક્કા લગાવામાં આવ્યા છે. જેમાં બ્રીટેનના સીક્કાઓની સંખ્યા સૌથી વધુ છે.

Coin Treeએક ખબર અનુસાર આ ઝાડ ૧૭૦૦ વર્ષ જુનું છે. સ્થાનીક લોકોમાં આ સીક્કાઓને લઇને ઘણી માન્યતાઓ છે. અમુક લોકો અનુસાર આ ઝાડ પર પહેલા ભુતોનો વાસ થતો તો બીજા કેટલાક લોકોનું કહેવું છે કે આ ઝાડ પર રહેતા તો ઘણા લોકોનું કહેવું છે કે અહી સીક્કા લગાવાથી લોકોની ઇચ્છા પુરી થાય છે. તો ઘણા લોકો એવું પણ માને છે. કોઇ પ્રેમી કપલ અહીં સીક્કા લગાવે તો તેમનો સંબંધ મધુર અને શાંતપ્રિય બને છે. આ કારણોને લીધે અહીં આવતા ટુરિસ્ટો આ ઝાડ પર સીક્કા લગાવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.