Abtak Media Google News

સ્ટ્રોબેરી કેક, મીઠા સાટા, વેજ બીરીયાની અને જામનગરી મુખવાસનો નમુનો લેતી આરોગ્ય શાખા

કોર્પોરેશનની આરોગ્ય શાખા સંલગ્ન ફૂડ વિભાગ દ્વારા ફરસાણ અને મીઠાઈના વેપારીઓને ત્યાં સતત ચેકિંગનો દૌર યથાવત છે. ફરસાણ બનાવવા માટે ક્યાં પ્રકારના ખાદ્ય તેલનો વપરાશ કરવામાં આવે છે તેની માહિતી ગ્રાહકોને મળી રહે તે માટે દુકાન પર બોર્ડ લગાવવા આજે ફરસાણના વેપારીઓને તાકીદ કરવામાં આવી હતી. અલગ અલગ ચાર સ્થળેથી ખાદ્ય સામગ્રીના નમૂના લઈ પરીક્ષણ અર્થે મોકલવામાં આવ્યા હતા. જ્યારે ચાર વેપારીઓને નોટિસ ફટકારવામાં આવી છે.

ફૂડ વિભાગ દ્વારા આજે મવડી બાયપાસ રોડ પર રાધે ક્રિષ્ના ડેરી ફાર્મમાંથી લુઝ મીઠાઈ સ્ટોબેરી કેક, ૮૦ ફૂટ રોડ પર રાધીકા ડેરી ફોર્મમાંથી લુઝ મીઠા સાઠા, યાજ્ઞીક રોડ પર ચેનલ એફ સ્ટ્રીટ કીચનમાંથી વેજ બીરીયાની અને શિવમ મુખવાસમાંથી જામનગરી મુખવાસનો નમુનો લઈ પરિક્ષણ અર્થે મોકલવામાં આવ્યો હતો.

આજે ડ્રાઈવ દરમિયાન મોરબી રોડ પર શ્રીજી ડેરી ફાર્મ એન્ડ આઈસ્ક્રીમ, બાલાજી ડેરી ફાર્મ, બજરંગ ડેરી ફાર્મ, માહી ફરસાણ, રઘુનંદ ડેરીફોર્મ, ગેલમાં ડેરીફાર્મને ફરસાણ બનાવવા માટે ક્યાં પ્રકારનું ખાદ્ય તેલનો ઉપયોગ કરવામાં આવે છે તેનું બોર્ડ લગાવવા સુચના આપવામાં આવી હતી. જ્યારે શિવમ ગાઠીયા એન્ડ ફરસાણ, ન્યુ જલારામ બેકરી, નાગબાઈ ડેરી ફાર્મ અને જય અંબે જાંબુ એન્ડ નમકીનને ફૂડ લાયસન્સ અંગે નોટિસ ફટકારવામાં આવી હતી. જ્યારે પારેવડી ચોકમાં અંબીકા ફરસાણ, વરીયા ફરસાણ, બાલાજી ફરસાણ એન્ડ નાસ્તા ગૃહ, મોરબી બાયપાસ પાસે બાપાસીતારામ ડેરી, પટેલ વિજય સ્વીટ-નમકીન, જ્યુબેલી ગાર્ડન પાસે ગોરધનભાઈ ગોવિંદજી ચેવડાવાળા, યશવંતભાઈ કાંતીભાઈ ચેવડાવાળા, કાંતિભાઈ ગોરધનભાઈ ચેવડાવાળા, ગોરધનભાઈ ગોવિંદજીભાઈ ચેવડાવાળા, રસીકભાઈ ચેવડાવાળા, આર.ગોરધનભાઈ ચેવડાવાળા, ઓમ શ્રી જલારામ ફરસાણ, ન્યુ ભારત સ્વીટ માર્ટ એન્ડ નમકીનમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.