પરિણીત મહિલા પરપુરૂષ સાથે પત્નીની જેમ રહે તે લિવ ઇન રિલેશન નથી: અલ્હાબાદ હાઇકોર્ટ

મૈત્રી કરાર કેટલો કાયદેસર?

છુટાછેડા લીધા વિના જ પત્ની મૈત્રી કરારથી જે પુરૂષ સાથે રહે તેવા કેસમાં પુરૂષ અપરાધિ બની શકે

આ પ્રકારના કરારમાં અપરાધિઓને કાયદાકીય રીતે રક્ષણ આપી ન શકાય

પરિણીત મહિલાના પરપુરૂષ સાથેના લીવ ઇન રીલેશનના કરારથી પતિને છોડીને પરપુરૂષ સાથે રહેવા જતા રહેવાની એક ઘટના અંગે અલ્હાબાદ હાઇકોર્ટ દ્વારા મહત્વનો ચુકાદો આપી આવા કરારથી અપરાધિઓને કાયદાકીય રીતે રક્ષણ આપી ન શકાય તેવું ઠરાવી પત્નીના મિત્ર પુરૂષ દોષિત જાહેર કરવા અંગેનો હુકમ કર્યો છે.

પતિને છુટાછેડા આપ્યા વિના જ પરપુરૂષ સાથે રહેતી પત્ની પરપુરૂષની પત્ની ગણવામાં આવતી નથી ત્યારે તેને કાયદાકીય રીતે યોગ્ય ન હોવાનું અલ્હાબાદ હાઇકોર્ટની ડિવિઝન બેન્ચ દ્વારા ઠરાવવામાં આવ્યું છે. અને આ અંગેના ચુકાદામાં આ પ્રકારના સંબંધોને લગ્નેતર સંબંધની માન્યતા આપવામાં આવતી નથી તેમજ કાયદાનું પણ રક્ષણ આપવામાં આવતું નથી તેમજ આવા કેસમાં પરપુરૂષને દોષિત ઠેરવી શકાય તેવું ચુકાદામાં જણાવ્યું છે.

અલ્હાબાહ હાઈકોર્ટે મંગળવારના રોજ લિવ ઈન રિલેશનને લઈને એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. કોર્ટે કહ્યુ છે કે, લગ્ન કરેલી મહિલા અન્ય પુરૂષ સાથે પતિ-પત્નિની માફક રહે તો, તેને લિવ ઈન રિલેશનશિપ માનવામાં આવશે નહીં. જે પુરૂષ સાથે રહે છે, તે આઈપીસીની કલમ ૪૯૪/૪૯૫ અંતર્ગત અપરાધી ગણાશે. કોર્ટે કહ્યુ હતું કે, આવા કાયદા અપરાધીઓને સંરક્ષણ આપવા માટે નથી. અપરાધીને જો સંરક્ષણ આપવામાં આવશે, તો તે અપરાધિને સંરક્ષણ આપવાનું મનાશે. કાયદા વિરુદ્ધ કોર્ટ પોતાની સહજ શક્તિઓનો પ્રયોગ કરી શકતા નથી.

આ પ્રકારનો આદેશ ન્યાયમૂર્તિ એસપી કેશરવાની તથા ન્યાયમૂર્તિ ડો. વાઈકે શ્રીવાસ્તવની ખંડપીઠે હાથરસ નિવાસી આશા દેવી તથા અરવિંદની અરજીને રદ કરતા આપ્યો છે.

અરજી કર્તા આશા દેવી મહેશ ચંદ્રની વિવાહીત પત્ની છે. બંને વચ્ચે છૂટાછેડા નથી થયાં. પરંતુ તેમ છતાં અરજી કર્તા મહિલા અન્ય પુરૂષ સાથે પતિ-પત્નિની માફક રહે છે. કોર્ટે કહ્યુ હતું કે, આ લિવ ઈન રિલેશન નથી, પણ અપરાધ છે. જેના માટે પુરૂષ અપરાધી સાબિત થાય છે.

અરજીકર્તાનું કહેવુ છે કે, બંને લિવ ઈન રિલેશનશિપમાં રહે છે. તેથી તેમના પરિવારવાળાને સુરક્ષા આપવામાં આવે. કોર્ટે તો એવુ પણ કહ્યુ કે, લગ્ન કરેલી મહિલા સાથે ધર્મ પરિવર્તન કરીને રહેવુ એ પણ ગુનો બને છે. જેના માટે ગેરકાયદેસર રીતે સંબંધ બનાવતો પુરૂષ અપરાધી છે. આવા સંબંધો કાયદેસર માનવામાં આવતા નથી. એક કે, તેથી વધારે પતિ અથવા પત્નિ સાથે સંબંધ રાખવો અપરાધ છે. આવા સંબંધોને લગ્નેતર જીવન માનવામાં આવતુ નથી. તથા આવા લોકોને કોર્ટ તરફથી કોઈ રક્ષણ આપવામાં આવશે નહીં.

Loading...