Abtak Media Google News

દર ૪૦ સેકેંડે માનસિક અસ્વસ્થતાને કારણે એક આપઘાત થતો હોવાનો ડબલ્યુએચઓનું તારણ: દર વર્ષે ૮ લાખથી પણ વધુ લોકોને ભરખી જાય છે માનસિક અસ્વસ્થતા: ડબલ્યુએચઓ

૮૪ લાખ યોનીમાં મનુષ્ય એક જ એવું પ્રાણી છે કે જેને પોતાના મગજથી વિચારીને અમલમાં મૂકવાની ક્ષમતા મળી છે. મનુષ્યને ખોરાકથી પણ વધુ માનસીક સ્વાસ્થ્તાની જરૂરીયાત છે. આજની ભાગદોડ વાળી જીંદગીમાં લોકો માનસિક સ્વાસ્થ્યને મહત્વ આપવાનું ભૂલી ગયા છે. આજે જલદીથી બધુ પ્રાપ્ત કરી લેવાની વૃત્તિને કારણે લોકો સતત ચિંતામાં રહે છે. લોકો પોતાના માનસિક સ્વાસ્થ્યને અવગણી રહ્યા છે. દર વર્ષે ૧૦ ઓકટોબરે વર્લ્ડ મેન્ટલ હેલ્થ ડે ઉજવાય છે. આ દિવસ ઉજવવા પાછળનું ઉદેશ્ય છે કે લોકો માનસિક સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત થાય. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન અનુસાર દર ૪૦ સેકેંડે એક વ્યકિત આપઘાત કરે છે અને તેવી રીતે વર્ષે ૮ લાખથી પણ વધુ લોકો આપઘાતથી મૃત્યુ પામે છે. આજે ડિપ્રેશન ખૂબજ મોટો રોગ છે જે લોકોને સતાવી રહ્યો છે. લોકો પોતાના માનસીક સ્વાસ્થ્ય માટે ખૂલ્લીને લોકો સમક્ષ બોલી નથી શકતા આજે સામાન્ય માણસથી લઈને દિગ્ગજ અભિનેતા કે બિઝનેસમેન સુધીનાં લોકો માનસિક રીતે અસ્વસ્થ જોવા મળે છે. માનસિક રોગોનો ઉપચાર શકય છે. આજે આવા રોગોના ઉપચાર માટે કાઉન્સીલર ખૂબજ મહત્વના ભાગ ભજવી રહ્યા છે. લોકોએ સુખી અને ખુશખુશાલ જીંદગી જીવવી હોય તો માનસિક રીતે સ્વસ્થ્ રહેવું ખૂબજ જ જરૂરી છે. જયારે પણ માનસીક રીતે અસ્વસ્થતા જણાય ત્યારે તુરંત જ મનોવૈજ્ઞાનિક ડોકટરની જ મદદ લેવી જોઈએ અને લોકોએ પણ આવા રોગોને નકારવો ન જોઈએ અને બનતી મદદ કરવી જોઈએ.

માનસિક અસ્થિર હોનો મતલબ એવો નથી વ્યકિત બિલકુલ નકામો છે: હિતેશ કાનાબાર

Hitesh Kanabar

અબતક સાથેની વાતચીત દરમિયાન સોસા. ઓફ મેન્ટલી રીટાયર્ડ સંસ્થાના ચેરમેન હિતેશ કાનાબારએ જણાવ્યું હતુ કે સોસાયટી ઓફ મેન્ટલી રીટાયર્ડ રાજકોટમાં આ સંસ્થાની સ્થાપના ૧૯૮૩માં થઈ હતી જે પાંચ બાળકોથી શરૂઆત થઈ હતી એમાંથી મારો નાનો ભાઈ છે. રાજેશ કાનાબાર જે આજે ૪૦ વર્ષનો છે જે અમારી સાથે રહીને અને લોકો તેને સંભાળીએ છીએ ખરેખર જોવા જઈએ તો બધા એમ કહે અમે તેને સંભાળીએ છીએ પણ ખરેખર તે અમને સંભાળે છે. આજે અમે જે પણ સારૂ કામ કરી રહ્યા છીએ તે તેની હિસાબે છે. અમારો આશ્રય એટલો છે કે આ બધા બાળકો સમાજ સાથે ભળે અને સમાજને પણ ખ્યાલ આવે કે આ બાળક છે તે સાવ નકામું નથી એનામાં પણ એવી આવડત છે જે બીજા બધા કરતા વિશિષ્ટ છે. હવે વાલીઓ પણ સમજે છે અને અમે પણ વાલીઓ માટે સમયાંતરે સેમીનાર કરતા હોય છે. મનોચિકિત્સકને બોલાવી મનોવૈજ્ઞાનિકને બોલાવી વાલીઓને જાણકારી આપીએ છીએ વાલીઓને મારી એટલી જ વિનંતી છે કે એવા બાળક માટે એવું ના માનો કે આને આપણે કયાં લઈ જશું? આપણે સમાજમાં થોડા હસીપાત્ર થાશુ જો તમે બાળકને આગળ નહી કરો તો સમાજમાં ખબર નહી પડે કે આવું બાળક પણ ઘણી બધી એકટીવીટી કરી શકે છે. આજે બે ત્રણ બાળકો એવા છે જે ઈસ્ત્રી કામ કરીને મહિને ૨ થી ૩ હજાર રૂપીયા કમાય છે. અમુક એવા બાળક છે જે રવિવારે બાલભવનમાં જઈ એક બેબીસીટીંગનો ફેરો કરે બાળ વિચારી શકો છો કે આ બાળક કેટલું બધુ કરી શકે છે વર્લ્ડ મેન્ટલ હેલ્થ ડે નોરમલ પબ્લીક માટે છે પણ તમે મંદ બુધ્ધિના બાળકોને પણ સામેલ કર્યા તે ખૂબજ સારી વાત છે. અમે સમાજને પણ કહી શકીએ કે આ બાળકોને પણ મેટલી જ ફિલીંગ હોય છે. અત્યારે મહામરીમાં બાળકો માટે અમારો સ્ટાફ પણ ખૂબ ચિંતિત છે.

ઈમોશનલ સપોર્ટના અભાવે બાળકો માનસિક સ્વસ્થતા ગુમાવે છે: ડો. વિભા સોની

Vibha Soni

ડો. વિભા સોનીએ અબતક સાથેની વાતમાં જણાવ્યું હતુ કે સ્ટુડન્ટ અને ટીચર બંને મેટલી સેટ હોય તો જ ટિચર વિદ્યાર્થીને આપી શકશે સાથે સાથે વિદ્યાર્થીઓ અલગ અલગ સ્ટેજમાંથી પસાર થતા હોય છે. તે સમય દરમિયાન તેમનાં માનસીક લેવલમાં પણ બદલાયો આવતા હોય છે. બાળકને હંમેશા ઈમોશનલ સપોર્ટની ખૂબજ જરૂર હોય છે. બાળક જયારે નર્સરી કે પ્લે હાઉસમાં જાય છે. ત્યારે તે બાળકને સાચવવાનો નજરીયો બદલી નાખવામાં આવે તો તે બાળક માટે ખૂબ ફાયદા રૂપ થય છે. બાળકને ઈમોશ્નલ સપોર્ટ મળે તો તે ઝડપથી ગ્રોથ કરી શકે છે. જયારે જે ઘરમાં અવાર નવાર જગડા થતા હોય તેવા બાળખનો માનસીક વિકાસ અલગ થતો હોય છે. ઘણીવખત બાળકો પર દબાણ આપવામાં આવતું હોય છે. વાલીઓ બાળકને કોઈ વસ્તુ શિખવવા માટે દબાણ કરતા હોય છે તો ત્યારે એ લોકો ભૂલી જતા હોય છે કે તેમનું બાળક શું બનવા માગે છે. જેની અસર બાળકની માનસીકતા ઉપર અસર કરતા હોય છે. તેમનું બાળક શું બનવા માગે છે. જેની અસર બાળકની માનસીકતા ઉપર અસર કરતા હોય અમારી પાસે અલગ અલગ પરિવાર અને વાતાવરણમાંથી બાળકો શીખવા માટે આવતા હોય છે. બાળક અચાનક શાંત થવું ગુસ્સે થવું. લોકોને સાથે ભળવાનું ઘટતું જવું તે બધુ માનસીક પ્રશ્ર્નનો નિશાની હોય છે. અત્યારે માનસિક સ્વાસ્થઅને માનસીક લેવલની વાતો કરતા હોય છે. પરંતુ અત્યારે ખરેખર એ કેટલું આવ્યું છે લોકોની વિચારસરણી હજુ જોઈએ તેટલી બદલી નથી. લોકો મારા વિશે શું વિચારશે તે માનસીક સ્વાસ્થતા પર મોટી અસર પહોચાડે છે. શિક્ષક વિદ્યાર્થી, માતાપિતા અને બાળક કોઈ પણ સંબંધી હોયતેમા મહત્વની વસ્તુ હોય તો સમજણ કોઈ પણ સંબંધમાં સમજણ હોય તો પ્રશ્ર્ન હલ થઈ શકે છે. આપણા નજીકનાં સ્વસ્થ રહે તેવું ઈચ્છતા હોય તો આપણે આપણી નજીકનાં લોકોને શારીરીક સ્વાસ્થ્ય માટે જાગૃત નથી બને તેટલુ વધુ આપણી નજીકનાં વ્યકિતઓ સાથે જોડાઈને રહેવું લોકોને એક તક આપવી જોઈએ પ્રશ્ર્નોના નિરાકરણ આપવા જોઈએ.

મન ખુશ રહે તેવી પ્રકૃતિઓમાં હંમેશા વ્યસ્ત રહેવું: ડો. યોગેશ જોગસન

1602320396427

આજના ૨૧મી સદીના યુગમાં લોકો હજુ માનસિક બીમારીને સ્વીકારી શકતા નથી. માનસિક રોગો કલંકરૂપ ગણી, કેટલાક લોકો સમજવા છતાં પણ ભયભીત થઇ સારવાર માટે જતા નથી. અને ક્યારેક તો અતિ નબળા મનની વ્યક્તિઓ આત્મહત્યા પણ કરી લેતા હોય છે. આ અંગે જાગૃતિ લાવવા સરકાર અને અનેક સંસ્થાઓ દ્વારા પ્રયાસો કરવામાં આવે તે ખૂબ આવશ્યક છે. માનસિક અસ્વસ્થતા એટલે અનિયંત્રિત અયોગ્ય વર્તન દ્વારા ભાવનાની અભિવ્યક્તિ દર્શાવતી મનોદશા. માનસિક અસ્વસ્થ વ્યક્તિમાં વારંવાર ગુસ્સે થઇ જવું, સમાધાનકારી વલણ અપનાવવાને બદલે પોતાની અનિચ્છનીય પરિસ્થિતિમાં મગજ પર કાબુ ગુમાવવો, આત્મવિશ્વાસનો અભાવ, કોઇપણ વસ્તુ પ્રત્યે કે કાર્ય પ્રત્યે નીરસ હોય, શારીરિક કાર્ય ન કર્યું હોવાં છતાં થાક લાગવો, નાની વાતોમાં ફરિયાદો કરવી, મોટાભાગની વાતોમાં અસંતોષ વ્યક્ત કરવો, સતત બેચેની, હતાશ, અનિદ્રા, અને વ્યસન જેવા લક્ષણો જોવા મળે છે. મન ખુશ રહે તેવી પ્રકૃતિઓમાં હંમેશા વ્યસ્ત રહેવું તેવું સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનના ડો. યોગેશ જોગસને જણાવ્યું હતું.

મન ખુશ થાય તો જીવન સુખી થાય: મનિષા પડારીયા

Img 20201010 Wa0014

માનસિક અસ્વસ્થતાના મુખ્ય કારણોમાં. આજની દોડધામભરી જિંદગીમાં સામાન્ય લોકો તનાવનો ભોગ બનતા હોય છે. ચિંતા, હતાશા, એકલતા, ઈર્ષ્યા, નફરત, લોભ, ગુસ્સો જેવા નકારાત્મક વિચારોને કારણે ડિપ્રેશન આવી શકે છે. જન્મજાત જીનેટિક બંધારણ ઉપરાંત ધંધામાં મંદી, ગરીબી, બેકારી, ગૃહકંકાશ, મહિલાઓમાં મેનોપોઝ સંબંધિત હોર્મોન્સનું અસંતુલન, વિદ્યાર્થીઓમાં પરીક્ષામાં નિષ્ફળતા જેવા કારણોસર પણ ડિપ્રેસનનો ભોગ બનેલી વ્યક્તિઓ માનસિક અસ્વસ્થ બને છે. જેના પરિણામે સ્ક્રીઝોફેનીયા, મતિભ્રમ, પેનિક ડિસઓર્ડર, અનિવાર્ય મનોદબાણ-ક્રિયાદબાણ, મૂડ ડિસઓર્ડર, ઉંઘ અને ખાવાની વિકૃતિઓનો ભોગ બને છે. ખાસ કરી અભ્યાસ માટે બાળકો પર વધારે પડતું દબાણ લાવવું, બાળકની ક્ષમતા કરતા વધુ પડતી અપેક્ષઓ તેના પર રાખવાથી પણ તે તનાવનો ભોગ બને છે. તેમની સાથે વાલીઓએ અને શિક્ષકોએ મિત્રતાપૂર્ણ વ્યવહાર અને ખુલ્લા દિલે ચર્ચા કરી યોગ્ય મહેનત કરવા શાંતિથી સમજાવવું. કે જેથી આજના યુગમાં ખાસ વધતા વિદ્યાર્થીઓના આત્મહત્યાના બનાવો અટકાવી શકીએ. માનસિક રીતે સ્વસ્થ રહેવાનો સારામાં સારા ઉપાયોમાં નિયમિત જીવનશૈલી, ધ્યાન, યોગ, પ્રાણાયામ, સારા વાતાવરણમાં રહેવું વગેરે ઉપરાંત હકારાત્મક વિચારો દ્વારા પોતે જ પોતાની માનસિકતામાં ધીમે ધીમે ફેરફાર લાવવા જોઈએ. મનખુશ થાય તો જીવન સુખી થાય તેવું  મનીષા પડારીયાએ જણાવ્યું હતું.

માનસિક અસ્વસ્થતાને ઓળખી યોગ્ય સારવાર થકી બિમારીને સંપૂર્ણપણે નિવારી શકાય છે: ડો. રૂદ્ર જાની

Rudra Bhavanagar

ડો. રૂદ્ર જાનીએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે માનસિક બિમારી એક જ દિવસમાં થઈ જતી નથી એનાં લક્ષણો જોવા મળે છે. વ્યકિતની ઉંઘ અનિયમિત થઈ જાય છે. તેનો ખોરાક અનિયમિત થઈ જાય છે. રોજીંદી પ્રવૃત્તિઓ અનિયમિત થઈ જાય છે. વ્યકિત પોતાનો સામાજીક સંપર્ક નથી જાળવી શકતો આવા લક્ષણોને ઓળખીને યોગ્ય સમયે મનોવૈજ્ઞાનિક પાસે લઈ જઈએ તો આપણે દર્દીઓને બચાવી શકીએ આજનો દિવસ માત્ર એક દિવસની ઉજવણીનો દિવસ નથી. કોઈ પણ વ્યકિતને માનસીક સમસ્યા હોય તો જાહેરમાં ખૂલ્લીને બોલવું જોઈએ સમસ્યાને વ્યકત કરવી જોઈએ મનોવૈજ્ઞાનિક પાસે જવું જોઈએ અને સંપૂર્ણ સારવાર કરાવી જોઈએ.

દરેક સાતમો ભારતીય નાગરિક માનસિક સમસ્યાથી પીડાય છે: ડો. પ્રશાંત ભિમાણી

Prakash

અબતક સાથેની વાતચીતમાં ડો. પ્રશાંત ભીમાણીએ જણાવ્યું હતુ કે દર વર્ષે ૧૦ ઓકટોબર વર્લ્ડ મેન્ટલ હેલ્થ ડે તરીકે ઉજવાય છે. આજના દિવસમાં સ્ટ્રેસ, ટેન્શન ડિપ્રેશન અને માનસિક સમસ્યો ખૂબજ વધતી જાય છે. આ સમસ્યાઓ વિશે આપણું ધ્યાન જતું નથી શરીરની કોઈ તકલીફ હોય તો આપણે તરત જ ધ્યાન આપીએ છીએ પણ માનસીક તકલીફ વિશે આપણે સજાગ હોતા નથી. એટલું જ નહી પણ બને એટલુ ટાળીએ છીએ કોઈ પણ કહે કે મને સ્ટ્રેસ થાય છે. તો કહે તારૂ મન મજબુત બનાવ બધુ ઓલરાઈટ થઈ જશે આવું ખરેખર થતુ નથી વ્યકિતને મિત્રને બધી વાત કરી દેવી જોઈએ જયારે એનાથી પણ કોઈ ફર્કના પડે ત્યારે એણે મેન્ટલ હેલ્થ પ્રોફેશનલનો સયપર્ક સાધવો ખૂબ જરૂરી છે. આપણે ત્યાં સાઈકોલોજીસ્ટને મળવાનું એક સંકોચવાળી વૃત્તિ ગણાય છે કે શરમ ગણાય છે. પાગલ છે તો મળીએ ? તેવું ગણાય છે. આ માન્યતા તદ્ન ખોટી છે. માનસીક સ્વાસ્થ્યની અગત્યતા ખૂબજ છે. દર ૭મો ભારતીય માનસીક સમસ્યાથી પીડાય છે. ડિપ્રેશનથી પીડાય છે.સ્ટ્રેસથી પીડાય છે. આપણે એમાંથી મુકત થવા માટે લોક જાગૃતી ખૂબ જરૂરી છે. અપેક્ષા અને વાસ્તવિકતા વચ્ચે અંતર જેટલુ ઓછુ એટલું સુખ વધારો.

માનસિક સ્વસ્થ રહેવા પોતાની જાત સાથે સમય કાઢવો જરૂરી: ડો. કોમલ બક્ષી

Komal Bakshi

ડો. કમલ બક્ષીએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે અમારો સ્ટડીમાં પ્રીવેન્સ કામ કરવામાં આવે છે. અહી ત્રણ સ્ટેપમાં કામ થાય છે. પ્રથમ રિલેશનશિવ ગાઈન્ડસ પર કામ કરે છે. માતા પિતાએ બાળકને કઈ રીતે ટ્રીટ કરવું તે જણાવ્યું છે તેમજ ત્રીજુ મેન્ટલ હેલ્થ કાઉન્સીલીંગ અને ગાઈડન્સ પર કામ કરે છે. અમારી પાસે ૯૦ ટકા કેસો ૧૮-૧૯ વર્ષથી લઈને ૨૫ થી ૩૦ વર્ષ સુધીના યુવાનો આવે છે. અત્યારના સમયમાં માર્કેટીંગ દ્વારા યુવાનોનાં મનમાં થોપવામાં આવે છે. તે માનસીક સ્વાસ્થ્યને બગાડે છે. થોડૂકસ્ટ્રેશતો યુવાન ડ્રીપ્રેસ થઈ જતા હતા ત્યારે યુવાને પોતાના માટે સમય ફાળવવો જોઈએ યુવાનો ભણવાની સાથે સાથે કામ કરે છે. જેનાથી પ્રેસર ઉભો થાય છે. ત્યારે યુવાને તેમનો સમય અને આર્ટને કેવી રીતે સમય આપો છો તેના પર માનસીક સ્વાસ્થ્ય કામ કરે છે. જાતને સમય આપવો જોઈએ. માણસોએ ગુગલ પર માનસીક સ્વાસ્થ્યના પ્રશ્ર્નો વિશે સર્ચ કરવાનું બંધ કરી દેવું જોઈએ દરેક વખતે ગુગલમાં માનસીક સ્વાસ્થ્યનાં લક્ષણો બતાવ્યા હોય છે. તે બધા માટે હોતા નથી. ત્યાર યોગ્ય વ્યકિતની સલાહ લેવી જોઈએ માનસીક સ્વસ્થ દિવસ મારો સંદેશ છે કે તમારી આજુબાજુના લોકોને જોવો સમજો અને તેને માણો પરિવારને સમજો કોઈ વ્યકિત આવી રીતે વર્તે છે તો તેમની સાથે વાત કરો અને પ્રોફેશનલ કનસલ્ટનટને મળો.

Gh

કોરોનામાં લોકો માનસિક સમસ્યાઓનો સૌથી વધુ ભોગ બન્યા છે

લગભગ એક મહિના પહેલા તૃષાનો પતિ સમર અચાનક નર્વસ થઈ ગયો અને તેનું કારણ કોરોના હતું. તેના ઘણા નજીકના સબંધીઓના ચેપ લાગવાના સમાચાર અને કોરોના સંબંધિત સતત વાંચતા સમાચારને કારણે સમર ગભરાઈ ગયો.  રાત્રે તેને લાગ્યું કે જાણે તેને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી છે અને તે મરી જશે.  આ બધું લગભગ ૧૦ દિવસ ચાલ્યું.  ત્યારે સમરે ફોન પર ડોક્ટરની સલાહ લીધા બાદ,  કોરોનાને લગતા સમાચારોથી પોતાની જાતને દુર કર્યા પછી યોગ અને ધ્યાન દ્વારા આ સમસ્યામાંથી બહાર આવ્યો. સમર જેવા ઘણા લોકોની આવી જ સ્થિતિ છે, તેથી કોરોના મહામારી આ સમયગાળામાં, તમારા માનસિક સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જરૂરી છે.

માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટેનાં સરળ ઉપાયો

(૧) તમારા શરીરની સંભાળ રાખો: આપણું શરીર અને મગજ એક બીજાથી જોડાયેલા છે. જ્યારે તમે તમારા શરીરની સંભાળ લો છો, ત્યારે તમે મગજનું પણ ધ્યાન રાખો છો. જેમ કે યોગ્ય પૌષ્ટિક ખોરાક નિયમિતપણે લેવો જેથી શરીરને સતત શક્તિ અને પૌષ્ટિક તત્વો મળીને રહે, જે શરીરને કાર્ય કરવામાં મદદ કરે છે અને શક્તિ આપે છે. મગજ પણ ખોરાક સાથે વધુ સારી રીતે કાર્ય કરવા માટે સક્ષમ બને. વધુ કેફીનયુકત પદાર્થોનું સેવન ટાળો. મીઠું (સોલ્ટ)ઓછું ખાવું અને આલ્કોહોલનુ સેવન ન કરો.

(૨) શારીરિક વ્યાયામ: કસરત તમારા શરીરને સ્વસ્થ રાખે છે, તેથી દરરોજ ૩૦ મિનિટ કસરત કરો જે માનસિક સ્વાસ્થ્યમાં સકારાત્મક ફેરફારો લાવી શકે છે. કસરત કર્યા પછી તમને કેવા ફેરફારો થયા છે તે જુઓ. પૂરતી ઉંઘ લો, ખાસ ધ્યાન રાખો કે,  સુતા પહેલા કસરત ન કરો. ભારે ખોરાક, આલ્કોહોલ, સિગારેટ અને ચા-કોફી અથવા કોઈ અન્ય પીણું કે જેમાં કેફીન હોય તેને લેવાનું ટાળો, સૂવાના સમય પહેલાં સારા પુસ્તકો વાંચો. ઉંધની ગોળીઓ ક્યારેય ન લો.

(૩) સકારાત્મક વિચારો: સારા માનસિક સ્વાસ્થ્યનો અર્થ એ નથી કે ફક્ત સારા વિચારો કરવા, પરંતુ એ યાદ રાખી કે,  જીવનમાં ઘણા ઉતાર-ચડાવ આવે છે તે યાદ રાખો એ સમયે માનસિક સ્વાસ્થ્ય કઈ રીતે જાળવવું. ધીરજપૂર્વક કોઈપણ કાર્ય કરો, ઉતાવળમાં કોઈ કામ ન કરો.  કે કોઈ પણ કાર્યને બોજ ન ગણો  આ કરવાથી તમે બિનજરૂરી દબાણમાં આવશો જેની અસર તમારા માનસિક સ્વાસ્થ્ય પર  પડે છે.  કામ કરવા માટે અને તાણમુક્ત કામ કરવા માટે પૂરતો સમય આપવાનું વધુ સારું રહેશે. તમારી સાથે બનેલા કોઈ ખરાબ ઘટના વિશે વારંવાર ન વિચારો.

(૪) સકારાત્મક લોકો મળો: અઠવાડિયામાં એક દિવસ, ચોક્કસપણે એવા લોકોને મળો જે સકારાત્મક સકારાત્મક વિચાર કરવા પ્રેરણા આપે. પોતાના શોખ માટે સમય ફાળવો આ કરવાથી તમે માનસિક તાજગી અનુભવશો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.