Abtak Media Google News

પાલુભગત રચિત પ્રતાપ પચ્ચીસી અને હરિરસ પ્રબોધ ગ્રંથનું મોરારીબાપુના હસ્તે વિમોચન

સંત પાલુભગત રચિત પ્રતાપ પચ્ચીસી અને હરિરસ પ્રબોધ ગ્રંથના વિમોચન મોરારીબાપુના હસ્તે થયું હતું.

Vlcsnap 2018 05 21 10H20M18S211

કાળીપાટ ખાતે પુજય સંત પાલુભગત રચિત પ્રતાપપચ્ચીસી અને હરિરસ પ્રબોધ બંને ગ્રંથોનું વિમોચન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. બન્ને ગ્રંથનું વિમોચન પ્રખ્યાત કથાકાર મોરારીબાપુ અને કુવારી ક્ધયાઓના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું.

Vlcsnap 2018 05 21 10H16M44S139 સમગ્ર કાર્યક્રમમાં રાજયનાં ખુણે  ખુણેથી ગઢવી કવિઓ અને ગાયકો ઉ૫સ્થિત રહ્યા હતા. સાથો સાથ બહોળા પ્રમાણમાં લોકો કાર્યક્રમમાં જોડાયા હતા.

Vlcsnap 2018 05 21 10H17M39S179 1

ઉપરાંત પાલુભગત એ પોતાના પ્રવચનમાં તમામ સંતોનું સ્વાગત કર્યુ અને જણાવ્યું કે આજના સમયે ભગવાનની ભકિતથી લોકો દુર થઇ રહ્યા છે. પરંતુ ભગવાનને સેવવા જ જોઇએ. તેવું જણાવ્યું તેમના જીવનનાં પ્રસંગો વિશે જણાવતા કહ્યું કે તેમના માતૃશ્રી એ મોરારીબાપુને કહ્યું હતું કે, ગાંડો માણસ છે આને સાચવશે, તેથી મોરારીબાપુ હજી સુધી પાલુ બાપુને સાચવી જ રહ્યા છે.

Vlcsnap 2018 05 21 10H18M58S182

આ ઉપરાંત અનેક છંદો પણ લોકોને સંભળાવ્યા હતા. ખાસ કરીને મનુષ્યને કરુણ સ્વભાવ રાખવા માટે જણાવ્યું હતું અને જેટલા લોકો ઉ૫સ્થિત રહ્યા હતા તેમનો આભાર માન્યો.

Vlcsnap 2018 05 21 10H19M36S52

આ તકે મોરારીબાપુએ જણાવ્યું કે કવિ અને સારા એવા ગાયપ્રેમી પાલુબાપુ દ્વારા ખુબ જ સારા બે ગ્રંથો લખાયા છે. તેનું વિમોચન  થયું અને એક કવિમાં જે ગુણ હોવા જોઇએ તે તમામ ગુણો પાલુ બાપુના છે. નવા ઉભરતા કવિઓએ પાલુબાપુ પાસેથી ઘણું બધુ શિખવાનું છે. કવિ કયારેય પક્ષપાત કરતો ન હોવો જોઇએ.

Vlcsnap 2018 05 21 10H15M40S15

Vlcsnap 2018 05 21 10H22M41S106

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.