Abtak Media Google News

ટીડીએસની મર્યાદા, નોકરિયાતોને ટીડીએસ માટે મુશ્કેલી, આધારને પાન સાથે જોડવા તથા સી.એ. વ્યસ્ત થઈ ગયા સહિતના કારણો

આઈટી રીટર્ન ફાઈલ કરવાની છેલ્લી તારીખ ૩૧ જુલાઈ રાખવામાં આવી છે. ત્યારે ઘણા લોકો દ્વારા વિવિધ કારણોસર રિટર્ન ફાઈલ કરવામાં આવ્યુંં નથી. કરદાતાઓને વ્યકિતગત રીતે મોડુ રીટર્ન ફાઈલ કરવામાં મોડુ થતા નુકશાન વેઠવાનો વારો આવી શકે તેમ છે. કારણ કે તેમણ મોડુ ફાઈલ કરવાથી વધારાના ચાર્જ તેમણે ભરવા પડશે. આ બાબતોને જોતા આઈટી રિટર્ન ફાઈલ કરવાની સમય મર્યાદા વધારવાની આવશ્યકતા જણાઈ રહી છે. જેમાં મુખ્યત્વે ચાર કારણો હાલ જોવા મળી રહ્યા છે.

* બેંક દ્વારા ટીડીએસ સર્ટીફીકેટ અને અન્ય માટે મર્યાદા આ વર્ષે વધારવામાં આવી હતી.

સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેકટ ટેકસ (સીબીઓટી) દ્વારા ૨૦૧૬મં રિટર્ન ફાઈલ કરવાની મર્યાદા અને અન્ય વેરાની વસુલી બાબતમાં ફોર્મ ૧૬ એ ભરવા માટે કરદાતાઓને સમય મર્યાદામાં છૂટ મળી હતી. પ્રથમ નાણાકીય વર્ષમાં છૂટ મળી હોય કૂદરતી રીતે બીજા વર્ષે પણ મોડુ થઈ શકે રિટર્ન ફાઈલ કરવા માટે ૧૫મેના સ્થાને વધારે ૧૫ દિવસ ફાળવતા ૩૧મે સુધી કરવામાં આવ્યા હતા. આ વર્ષે રિટર્ન માટે ગત વષનાં ટીડીએસ સર્ટીફીકેટ મેળવવા જ‚રી હોય છે. ત્યો ઘરા કરદાતાઓને હજુ પણ ટીડીએસ સર્ટીફીકેટ મળ્યા નથી.

* નોકરિયાતોને પર ટીડીએસ સર્ટીફીકેટ ફાળવવામાં સમય મર્યાદા વધારી હતી

આ વર્ષે ફોર્મ ૧૬ના સર્ટીફીકેટ જેતે માલીક દ્વારા તેના નોકરીયાતોને ૩૧મે સુધીમાં ફાળવવા માટે પ્રથમ નાણાકીય વર્ષમાં જણાવવામાં આવ્યું હતુ જે આ વર્ષે રિટર્ન ભરતી વખતે ફાઈલ કરવા માટે જ‚રી છે. ત્યારે નાણામંત્રાલય દ્વારા તેની તારીખમાં પણ સમય મર્યાદામાં છૂટ આપી ૧૫ જૂન કરી આપી હતી.

* રિટર્ન ભરવા માટે વધારાનો નિયમ આધારને પાન સાથે જોડવામાં સમય લાગી રહ્યો છે

ગત વર્ષે કેન્દ્રીય બજેટ મુજબ કરદાતાઓને આધાર સાથે પાન જોડવા માટે ૧ જુલાઈથી ફરજીયાત કરવામાં આવ્યા છે. ત્યારે કરદાતાઓને આ એક વધારાની પ્રક્રિયા રિટર્ન ભરવા માટે વધી જતા હજુ આવકવેરા વિભાગની વેબ સાઈટ પર ૨.૬૭ કરોડ આધાર અને પાન જોડાયા હોવાનું જોવા મળી રહ્યું છે. લોકોને કેટલીક તકલીફોનો સામનો કરવો પડી રહ્યો હોવાની ફરિયાદો આ બાબતમાં છેલ્લા દસ દિવસમાં વધારે જોવા મળી રહી છે.

* જીએસટીના લીધે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બીઝી થઈ ગયા છે

નવી ટેકસની પ્રક્રિયા જીએસટીના લીધે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ખૂબજ બીઝી છે. તેમના ગ્રાહકોને આ પ્રકારે ટેકસ ભરવામાં તેમને ખૂબજ ટાઈમ લાગી રહ્યો છે. ત્યારે તેઓ રિટર્ન ભરવાની પ્રક્રિયા માટે સમય પાછો ઠેલી રહ્યા છે. જેના કારણે પણ આ સમય મર્યાદા વધારવાની આવશ્યકતા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.