વર્તમાનમાં જીવવું જ હિતાવહ: સમય સ્થિર નથી તો આપણે શાને સ્થિર થઈ જઈએ છીએ ??

મોંધવારી વધતી જાય છે, જમાનો બદલાતો જાય છે, ભણતર નો ભાર વધતો જાય છે. માંદગી, બીમારી વધતી જાય છે. દિકરા-દિકરીના ભવિષ્યની ચિંતા , નવું મકાન બનાવવાની ઇચ્છા આવી અનેક ભવિષ્યની વાતોથી ખુશીઓની પળોને સદા માટે આનંદમય નથી બનાવી શકતા, વિચારીએ છીએ કે ભવિષ્યમાં પ્રાપ્તી થશે ત્યારે ખુશી મળશે પરંતુ વર્તમાન જ આપણા ભવિષ્યને નિર્માણ કરે છે… જેટલો શ્રેષ્ઠ, ખુશીઓથી ભરપુર આપણે વર્તમાનને બનાવીશું,… એટલે જ શ્રેષ્ઠ આપણું ભવિષ્ય બને છે.

ઘણી વખતે ભુતકાળની અસફળતાના ઘુંટડા પીય નથી શકતા, ભુતકાળના પીડાદાયી સે-સ્મરણો ભુલી નથી શકતા પરંતુ ભુલોને કે…યાદોને પકડી રાખવાથી આગળ નથીવધી શકતા કે ખુશ નથી રહી શકતા. ભુતકાળની દુ:ખદાથી ઘટનાઓ ને યાદ કરી પસ્તાવાથી કે ભવિષ્યની ચિંતામાં સમય વેડફવાથી જીવનમાં કઁઇ પ્રાપ્ત નથી થતું, માટે જ ખુશ રહેવા માટે વર્તમાનમાં જીવવું  અને જીવનની દરેક પળને ખુશીથી… ઉત્સાહ થી જીવવી…. સમયચક સદાના માટે સ્થિર નથી જ રહેવાનું તો શા માટે આપણે સ્થિર થઇ જઇએ છીએ.

જીવનને બાળક સૌ માલિક બની જીવવું તો હરેક પળમાં ખુશીનો, આનંદનો અનુભવ થાય છે. બાળકને ન તો એના ભવિષ્યની ચિંતા છે, ન કોઇ પાછલી જીદગી નો ભાર છે… એ તો એના વર્તમાન નો ખુબ આનંદ લે, પરિણામે તો દરેકને બાળપણના એ સંસ્મરણો ફરી ફરીને

યાદ કરી જીવવાનું મન થાય છે કોરોના કાળમાં બુઘ્ધિમાન લોકો પણ ભવિષ્યની ચિંતાથી ઘેરાય રહ્યા છે. પરંતુ જીવન તો સદા માટે ચાલતું જ રહે છે. માટે આજની પળોને ખુશીઓથી ભરીએ આપણી ચિંતાઓ પ્રભુ અર્પણ કરી આપણે આપણા વર્તમાન કર્મને શ્રેષ્ઠ બનાવીએ તો જીવનમાં સફળ પણ થઇશું આ જ ખુશનુમા જીવનની ચાવી છે. કેમ કે કહેવાય છે, ભુતકાળમાં ડોકિયું થાય…. જીવવું તો વર્તમાનમાં જ પડે, તો આજથી વર્તમાનમાં રહી એક બાળકની જેમ દરેક પળનો આનંદ લઇએ.

Loading...