Abtak Media Google News

કોંગ્રેસના અધ્યક્ષપદેથી વિધિવત રાજીનામુ આપતા રાહુલે ચાર પાનાનો પત્ર લખીને કોંગ્રેસમાં પ્રવર્તતી અશિસ્તતા અને જુબંધી સામે વ્યથા ઠાલવી: નવા અધ્યક્ષપદ માટે ખડગે અને શિંદેના નામો આગળ

દેશના રાજકારણમાં લાંબા સમયી ચર્ચાના વમણો સર્જતા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીના રાજીનામાના પ્રકરણ પર ગઈકાલે પૂર્ણ વિરામ મુકાય જવા પામ્યું છે. પાર્ટીના વરિષ્ઠ આગેવાનો દ્વારા ઘણા સમયી રાહુલને રાજીનામા ન આપવા થઈ રહેલા મનામણા નિષ્ફળ નિવડયા હતા. રાહુલ ગઈકાલે ચાર પાનાનો પત્ર લખીને ટ્વીટર પર મુકીને સ્પષ્ટ કર્યું હતું કે તેમણે કોંગ્રસ અધ્યક્ષ પદેથી રાજીનામુ આપી દીધું છે. હવેથી તેઓ અધ્યક્ષ નથી. રાહુલે એમ પણ સ્પષ્ટ કર્યું હતું કે, પાર્ટીના નવા અધ્યક્ષનો નિર્ણય કોંગ્રેસ વર્કીંગ કમિટી કરશે. આ પત્રમાં રાહુલે પક્ષમાં પ્રવર્તી રહેલી અશિસ્તતા અને જુબંધી સામે વ્યથા ઠાલવીને કોંગ્રેસીઓ જવાબદારી સ્વીકારશે નહીં ત્યાં સુધી સફળતા મળવી મુશ્કેલ હોવાનું જણાવ્યું હતું.

રાહુલ ગાંધીએ પોતાના પત્રમાં જણાવ્યું હતું કે, પોતે ૨૫ મેના દિવસે કાર્યકારી સમિતિમાં કરેલો નિર્ણય અફર રહેશે. લોકસભામાં માત્ર ૫૨ સીટોના કારણે ભાજપ સામે થયેલા પરાજય માટે રાહુલે પોતાની નિષ્ફળતાનો સ્વીકાર કર્યો હતો. આ પત્રમાં વધુમાં જણાવ્યું હતું કે, પક્ષને ભાજપ સામેના રાજકીય યુદ્ધમાં વિજય મેળવવા પારદર્શક અને મક્કમ લડતની જરૂર છે. ભાજપ આરએસએસ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામેની પોતાની વ્યક્તિગત લડત ચાલુ જ રહેશે અને પોતે એકલે હો આ લડત આપશે. રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, પક્ષમાં ઘણા બદલાવની જરૂર છે અને અસંખ્ય લોકો પક્ષને ઉભો કરવાની કામગીરીમાં યોગદાન આપવાની જરૂર છે. પક્ષને બેઠો કરવા માટે કામરાજ યોજનાના અમલ માટે વરિષ્ઠ નેતા અને કાર્યકરોએ જવાબદારી સોંપવાની હિમાયત કરી હતી. કોંગ્રેસે આ અંગે જણાવ્યું હતું કે, રાહુલ ગાંધીનું રાજીનામુ બંધારણીય રીતે સ્વીકાર્ય બન્યા પછી કોંગ્રેસ કાર્યકારી સમિતિની પુન: રચનાની પ્રક્રિયા હાથ ધરાશે. રાહુલ ગાંધીના રાજીનામા અંગે પ્રદેશ કોંગ્રેસે સમિતિ અને અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના સુત્રોએ જણાવ્યું હતું કે, કાર્યકારી સમિતિને વિખેરવાની કોઈ જરૂરત નથી રહી. નવા સુકાનીઓને જવાબદારી સોંપવામાં આવશે અને સમિતિમાંથી કોઈ વરિષ્ઠ નેતાઓનું પદ ત્યાગ કરવા નહીં દેવાય હવે પછી પક્ષને કઈ દિશામાં આગળ વધારવું તે અંગેનો નિર્ણય વર્તમાન કોંગ્રેસ કાર્યવાહક સમિતિ દ્વારા લેવામાં આવશે. રાહુલ ગાંધીએ તેમના પત્રમાં જણાવ્યું હતું કે, દેશના રાજકારણની તાસીર છે કે શક્તિશાળી નેતા સત્તામાં રહે છે. કોઈપણ સત્તાનું બલિદાન આપતુ ની પરંતુ અમે સત્તા માટે સંઘર્ષ કરવામાં માનતા નથી અને જરૂર પડે બલિદાન આપવામાં પાછા પડતા ની. અમારી લડત રાજકીય લાભ અને હોદ્દા માટેની નહીં પરંતુ વિચાર ધારાની લડત છે.

રાહુલે તેના પત્રમાં ભાજપ અને આરએસએસ સામે સરકારી સંસનોના દુરુપયોગનો આક્ષેપ કરીને જણાવ્યું હતું કે, કોંગ્રેસ નરેન્દ્ર મોદી અને રાફેલ મુદ્દે લડત આપવામાં પાછી પડી હતી. કોંગ્રેસ કાર્યકરો આધારિત પક્ષ છે અને તે સિદ્ધાંતિક ધોરણે લોકતાંત્રિક ઢબે આગળ વધવામાં માને છે. કોંગ્રેસે ચૂંટણી પહેલા વચનો આપ્યા હતા. વચનો પક્ષ માટે આજે પણ યાવત છે. રાહુલ ગાંધીના રાજીનામાના પગલે અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના નવા નેતૃત્વ માટે પક્ષે કવાયત શરૂ કરી દીધી છે.  રાહુલે જણાવ્યું હતું કે, નેતૃત્વનો મુદ્દો નૈતિક હિંમત અને લાગણીથી ઉકેલવાનો વિષય છે. ભલે પોતે પક્ષના મુખ્ય નહીં પરંતુ કોંગ્રેસના મુખ્ય મુદ્દાઓને લઈને તે હંમેશા પ્રજાના કામો કરતા રહેશે.

રાહુલ ગાંધીએ રાજીનામાના નિર્ણયને અફર રાખવાની સો સો તેમણે ટ્વીટર પરી પોતાનો સ્ટેટસ કોંગ્રેસ પ્રમુખમાંથી  બદલીને કોંગ્રેસના સભ્ય અને સાંસદ તરીકે કરી નાખ્યું હતું. તેમણે પોતે કાયમ કોંગ્રેસ સો જોડાથયેલા રહેવાની ખાત્રી આપી હતી. રાહુલ ગાંધીએ ભાજપ સામે પ્રહારો કરતા જણાવ્યું હતું કે, મારા શરીરના પ્રત્યેક જીવંત કોષ અને લોહીની એક-એક બુંદ તેમની સામેની આ લડત માટે તૈયાર છે અને આ લડત લાંબાગાળા સુધી ચાલશે.

રાહુલે વધુમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસ રાજકીય પક્ષો સામે નહીં પરંતુ દેશની આંતરિક વ્યવસ અને વિરોધ પક્ષની દરેક ગતિવિધિઓ સો પરિણામ સુધી લડવામાં માને છે. લોકતંત્રમાં નિષ્પક્ષ ચૂંટણી આવશ્યક છે. મીડિયાની સ્પષ્ટતા, સ્વતંત્ર ન્યાયતંત્ર અને પારદર્શક ચૂંટણીપંચની જરૂરિયાત છે જો એક પક્ષની ર્આકિ સંસઓ અને વહીવટી ક્ષેત્રે દબદબો ઈ જાય તો ચૂંટણી તટસ્ ન રહી શકે.

રાહુલે તેમના પત્રમાં આરએસએસ સામે આક્ષેપ કર્યો હતો કે, આરએસએસ લોકતંત્ર અને પ્રસાંશનિક સંસનો પર પુરેપુરો કબ્જો કરી લીધો છે અને બંધારણીય રીતે સ્વાયત સંસઓને નબળી પાડી દીધી છે. નરેન્દ્ર મોદીનો વિજય તેમની સામે ભ્રષ્ટાચાર અને ગેરરીતિના આક્ષેપો પરિપાક રીતે ન ગણી શકાય. રાહુલ ગાંધીએ પોતાના રાજીનામા અને પક્ષના નેતૃત્વ પરિવર્તનને સમયની માંગ ગણાવી હતી. ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ભાજપ સામેના પરાજય અંગે પોતાની જવાબદારીનો નૈતિક સ્વીકાર કરીને કોંગ્રેસને માત્ર ૫૨ બેઠકો સુધી સીમીત ઈ જવાની નૈતિક જવાબદારીના ધોરણે રાહુલ ગાંધીએ અંતે રાજીનામુ આપી જ દીધું છે. ત્યારે સો સો રાહુલ પોતે કોંગ્રેસના સામાન્ય કાર્યકર અને સક્રિય રહેવાની જાહેરાત કરી છે.

રાહુલના રાજીનામા બાદ કોંગ્રેસ હાઈકમાન્ડ વચગાળા અધ્યક્ષપદે પાર્ટીના વરિષ્ઠ આગેવાન મોતીલાલ વોરાની નિમણૂંક કરવાની જાહેરાત કરી છે. હાઈકમાન્ડે પાર્ટીના નવા અદ્યક્ષની પસંદગી માટે ચક્રોગતિમાન કર્યા છે. ગાંધી પરિવાર બહારના વરિષ્ઠ નેતાને નવા અધ્યક્ષ બનાવવા માટે ચક્રો ગતિમાન કરાયા છે. જેમાં ગત લોકસભામાં પાર્ટીના નેતા રહેલા કર્ણાટકના દલિત નેતા મલ્લિકાર્જૂન ખડગે અને પૂર્વ ગૃહમંત્રી અને મહારાષ્ટ્રના અગ્રણી દલિત નેતા સુશીલકુમાર સિંદેના નામો આગળ ચાલી રહ્યાં છે. આધારભૂત સૂત્રોમાંથી  મળેલી વિગતો મુજબ પાર્ટી હાઈકમાન્ડે સર્વ સંમતિી સુશીલકુમાર સિંદેના નવા અધ્યક્ષ બનાવવા માટે તેમનું નામ યુપીએ અધ્યક્ષા સોનિયા ગાંધી પાસે મોકલ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. જો સિંદેને કે ખડગેને કોંગ્રેસના નવા અધ્યક્ષ બનાવાશે તો પી.વી.નરસિંહા રાવ, સીતારામ કેસરી બાદ ગાંધી પરિવાર બહારના નેતા તરીકે સન્માન મેળવી શકશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.