Abtak Media Google News

આજના રાજકારણીઓ એક બહુ મહત્વની બાબતમાં આંગળી ચીંધ બની રહ્યા છે. તેઓ જે ખરેખર કરવાનું છે તે નથી કરતાં અને જે નથી કરવાનું તે કર્યા કરે છે. જે સિઘ્ધાંતોને સ્વપ્નેય છોડી દેવા જેવા નથી તેને અભેરાઇએ ચડાવી દે છે અને જેને અભેરાઇએ ચડાવવા જેવા નથી જ તેનું પાખંડી રીતે રટણ કરતાં રહીનેય અભેરાઇએ ચડાવી દેવાની બેહુદી ચેષ્ટા કરે છે.

આપણે ત્યાં ‘હંસ’ની ચાલી ચાલીને દેખાવડો દેખાવાના રવાડે ચઢેલા એક ‘કાગડા’ની એક દંતકથા છે.આ કાગડાએ તેના કાળાં પીંછાના ઠેકાણે હંસનાં પીછાંનો દેખાવ કરી લીધો (તે જમાનામાં આપરેશન વડે દેખાય બદલી લઇ શકાય એવી સુવિધા નહોતી)વેશ બદલી નાખ્યા પછી કાગડો તો પોતે મોટી મોથ મારી હોય તેમ સરોવરે ગયો….સરોવરમાં પાણી ઓછું….સરોવર છીવરૂ

માછલી પકડવા તેણે ચાંચ મારી.. એકવાર, બે વાર, ત્રણ વાર… પણ માછલી ઝપટમાં ન જ આવી. ઉલ્ટું એની ચાંચ શેવાળિયા કાદવમાં ખુંચી ગઇ આવી બૂરી હાલતમાંથી બહાર નીકળવાની તેણે જોરદાર મથામણ કરી, પણ એ તો વધુમાં વધુ શેવાળિયા કાદવમાં ફસાતો ગયો અને કાગડાઓની નાતમાં હાંસી પાત્ર બન્યો…

એક સમજદાર કાગડાએ એને મદદ કરી, પણ એવો ઉપદેશ પણ આપ્યો કે,‘કરતા હોઇએ તે કરીએ, ઔર ન કિજિયે કગમાથું રહે શેવાળમાં, ને ઊંચા રહે બે પગ !’આજના આપણા રાજકારણીઓ અને નેતાઓ હમણાં હમણા આવા રવાડે ચઢીને બૂરી રીતે આંગળી ચીંધ બનતા રહ્યા છે.તેઓ ઉપર ઉપરના દેખાવો કરવામાં પાવરધા છે.પરંતુ મોર કળા  કરવા મથે છે ત્યારે એની સુન્દરતા તેમજ નયનરમ્યતાની જોડા જોડ તે ‘અગ્લી’રીતે ઉઘાડો પડી જતો હોય છે.

આપણા રાજકારણીઓ અને નેતાઓની પણ આવી જ હાલત થતી હોય છે. આમાંના અમુક તો વિદેશ જઇને મોટી મોટી ડંફાશો હાંકે છે અને સ્વયં બદનામી વ્હોરી લે છે તેમજ પોતાના જ દેશની નબળાઇઓ ખુલ્લી કરવાનો દોષ આચરે છે, જે આપણા હમણા સુધીના ટોચના રાજપુ‚ષ ચાણકયની દ્રષ્ટિએ દેશને નિર્બળ તેમજ કમજોશ દર્શાવી આપે છે !ચાણકયે છેક એમના જમાનામાં એવી હિમાયત કરી હતી કે, આપણા દેશની નિર્બળતા અને કર્મજોરી અન્ય રાષ્ટ્રો જાણી લઇ શકે નહિ એ આપણા દેશની સ્વતંત્રતાની રક્ષા માટે મહત્વપૂર્ણ છે.

આપણા દેશનાં વર્તમાન રાજકીય રંગરાગની ચર્ચા કરતી વખતે એક વાત બેશક ઉપસી આવે છે કે, આપણે આપણા સંસ્કાર ચૂકી ગયા અને આપણી સભ્યતાં ચૂકી ગયા તે કારણે આપણે આપણા લક્ષ્યાંકે પહોંચી શકયા નથી અને મંઝીલ પામી શકયા નથી.શું આપણને સહુએ એવો વિચાર નથી આવતો કે આ દેશ માત્ર લગ્નમાંથી ઉઠમણામાં અને ઉઠમણામાંથી લગ્નમાં આંટાફેરા કરી રહ્યો છે?પોષવા માટે થાય છે. પોતાનો દરજજો સૌથી મોખરાનો બનાવવા માટે અને પોતાની સાત-સાત પેઢીઓની જહોજલાલી તથા કીર્તિ પતાકાઓ લહેરાવી રહે એવી મનોવૃત્તિથી થાય છે. માનવ સેવા માટે કોઇએ ભ્રષ્ટાચાર કર્યો નથી, અને ન જ કરવો જોઇએ.

ભ્રષ્ટાચાર અને પાપાચાર દ્વારા મેળવેલી સંપતિનું દાન કરવું. એ સંપતિનાં મંદીરો બાંધવા, એ સંપતિનાઁ ગુણગાન  એ પાપનો જ એક પ્રકાર છે. ગરીબોનો હકક છીનવી લેવો તે પાપ જ છે…બાકી તો જેમ જેમ માણસ પોતાની જરુરીયાતો વધારતો જાય તેમ તેમ તેનું કારણ મોટા પ્રમાણમાં માલ બનાવવાની ઘેલછા જ છે… જે માલ જે જગ્યાએ જોઇએ ત્યાં જ પેદા થાય ને ત્યાં જ વહેચાય તો દગાને માટે ઓછો અવકાર રહે.એક બાજુ આ દેશ વૈજ્ઞાનિક સિઘ્ધીઓ હાંસલ કરવા થનગને છે ને બીજી બાજુ ગરીબી રેખા નીચે જીવતા કરોડો લોકોને અસહ્ય ગરીબીમાંથી બહાર કાઢવા મથી રહ્યો છે.આ બેમાંથી વૈજ્ઞાનિક સિઘ્ધીઓ શકય બની શકી છે. પણ ગરીબીને હટાવવાનું શકય બનતું નથી.

મહાત્મા ગાંધીજીએ તો ગરીબી નાબુદીના સૌથી વધુ અગ્રતા આપવાનું વિચાર્યુ હતું અને  જાહેર પણ કર્યુ હતું.સહુ કોઇ જાણે છે કે આ દેશનાં શહેરોમાં જે સંપત્તિ જોવામાં આવે છે તેનાંથી આપણે છેતરાઇએ નહિ, તે ઇગ્લેન્ડ કે અમેરિકાથી નથી આવતી પણ તે અત્યંત ગરીબ લોકોનાં લોહીમાંથી આવે છે!ગરીબીનું મૂળ ભણતરની ઉણપમાં છે…ગરીબીનું મૂળ ગ્રામિણ લોકોની અજ્ઞાનતામાં છે.ગરીબીનું મૂળ કેટલાક સત્તાધીશોની અધમતામાં છે.

ગરીબીનું મૂળ લોકશાહીની ત્રુટીઓમાં અને વિધાન ગૃહોની ઉણપોમાં છે. કાયદાઓની છટકબારીઓમાં અને ચુંટણી પ્રથાની ત્રૂટિઓમાં છે.ગરીબી દૂર કરવા માટે ફાળવાતાં નાણાં ભ્રષ્ટાચારીઓ હજમ કરી જાય છે એવું વડાપ્રધાને કબુલ્યું છે અને ભ્રષ્ટાચાર સામે બાથ ભીડવાનું ગુપ્તચર એજન્સીઓને આહાન કર્યુ છે. ભ્રષ્ટાચારનો રાક્ષસ તગડો અને ભયાનક સ્વરુપો બની ગયો. ત્યાં સુધી કેમ એકેય સરકાર જાગી નહી અને જો જાગી હોય તો  તો ફાવી નહીં?

આપણા દેશની કઢંગી હાલત નિહાળીને ઇશ્ર્વર પૂછી શકે કે, મેં આ પૃથ્વીને સુન્દરમાં સુંદર રીતે રચીને તે માનવ જાતને સોંપી હતી. એની આવી હાલત કોણે કરી, તમારા રાજકરણીઓ અને નેતાઓ પાખંડી અને ઠગારા સ્વાંગ સર્જીને જાત જાતની બડાઇઓ કરે છે. તમારે ત્યાં કાગડાઓ છે એમના ‘હંસ’ના ઠગારા અને છેતરમણા  સ્વાંગ સજવાના બેહુદા ઉધામા ચઢે છે ? તમે આ પૃથ્વીને બિહામણી કરવાની ધૃષ્ટતા તો નથી કરીને? મેં તમને મિષ્ટભાષી બનાવ્યા હતા. સત્યભાષી બનાવ્યા હતા. તમે અને તમારા રાજનેતાઓ સ્વાર્ગને ખાતર તમને આપેલી બુઘ્ધિનો ગેરઉપયોગ નો નથી કર્યોને? તમે તમારા દુરાચારો માટે બુઘ્ધિને બગાડી નથીને ? અધર્મી નથી થયાને ? હાથ-પગ અને આંખ-કાનનો બેહુદો ઉપયોગ નથી કર્યો ને?

આ સવાલો એવો જ પડઘો પડે છે કે, આપણા દેશના નેતાઓ આગામી મહિનાઓમાં દઁભ, પાખંંડ અને શબ્દભંભોટિયા ભાષણો કરીને પ્રજાને વધુ હેરાન પરેશાનીમાં મૂકવાને બદલે બિનશોભાસ્પદ તમાશા બંધ કરે…. એમાં જ દેશનું અને પ્રજાનું હિત લેખાશે!

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.