Abtak Media Google News

આપણે બધા એક વાત સામાન્ય રીતે જાણતા હોય છે.કે માણસ જન્મે તે મૃત્યુ પામે જ છે. કોઈ આ પૃથ્વી પર અમર નથી.એક દિવસ તો જવું જ પડે છે. વિશ્ર્વમાં દરેકધર્મમાં વ્યકિતના મૃત્યુ બાદ તેના અંતિમ સંસ્કાર કરવાની વિધી જુદી-જુદી હોય છે.પારસી ધર્મમાં કોઈ માણસનું મૃત્યુ થાય તો તેની અંતિમ સંસ્કાર કરવાની ક્રિયા-રીતે અલગ જ છે. આ ધર્મમાં મૃતજનો ને સળગાવતા નથી,દફન પણ કરતાં નથી, નદીમાં પણ મુકતા નથી.પ્રાચિન સમયથી જયારે પૂર્વજો ઈરાનમા રહેતા હતા ત્યારથી પારસી લોકોની રીતભાત-રિવાજો બીજા ધર્મો કરતાં અલગ જોવા મળે છે. તેથીજ તે બીજા ધર્મો કરતાં તે અલગ તરીકેઆવે છે. પારસી લોકોના ધર્મમાં અંતિમ સંસ્કાર મળે જે પ્રક્રિયા કરાય છે.તેને તોખમિનાશ કહે છે.

પારસી ધર્મનો ૧૭ ટકા સમાજ એકલા મુંબઈમાં રહે છે. ૧૬૬૧માં જયારે પારસી સમાજ મુંબઈમાં રહેવા લાગ્યો ત્યારથી મુંબઈમાં પરસી ધર્મ માટે એક અલગ જગ્યા જ બનાવવામાં આવી છે.જયા તે માણસના મૃત્યુ પછીની અંતિમ વિધી કરે છે.આજે મુંબઈમાં આવે છે.આમ તો આસ્થળ એક ગાર્ડન જેવુ લાગે છે.પરંતુ અહિ પારસીઓ શબ્દના અંતિમ સંસ્કાર કરે છે.

Knowledge Corner Logo 3

પારસી લોકો તેની આ પરંપરા ટકાવવા ગીધ ઉપર વધારે નિર્ભર છે.આમેય પર્યાવરણમાં સફાઈ કામદાર તરીકે ગીધ પ્રખ્યાત છે.આજે તો ગીધની સંખ્યા ધરતી થાય છે. પારસી લોકો માટે આ ચિંતાજનક બની છે. પારસી લોકો અગ્નિી પૂજા અને તોખનિરાશા કરે છે.

પારસી ધર્મમાં મૃત્યું બાદ અંતિમ વિધીમાં મૃતકના શરીરને એક ટાવર પર ખુલ્લુ લટકાવી દેવાયા આવે છે.તે જગ્યા પર કોઈની અવર જવર હોતી નથી.આવી એકાંત જગ્યાએ શબ્દને લટકાવીને છોડી દેવાય છે પછી એ મૃત શરીરને ગીધ પોતાનું ભોજન બનાવી દે છે.

પારસી લોકો અગ્નિે ઈશ્ર્વર માને છે.એટલે જ આ લોકો કાયમી અગ્નિ પુજા કરે છે.જો પારસી ધર્મની કોઈ છોકરી બીજા સમાજના પુરૂષ સાથે લગ્ન કરે તો તેને ત્યા તેના સંતાનોને પારસી મંદિર,અંતિમ સંસ્કારનીજગ્યા ધ ટાવર ઓફ સાયલન્સમાં જવા દેતા નથી.ભારતમાં મોટાભાગના પારસીઓ મુંબઈમાંજ રહે છે.દર વર્ષો મુંબઈમાં આશરે ૮૫૦ પારસીઓના મૃત્યુ થાય છે. તેની સામે દર વર્ષે ૨૦૦ જેટલા બાળકો જ નવા જન્મલે છે.પારસી લોકો ઘણાબધા વર્ષોથી ભારતમાં સ્થાયી થયેલા છે.આ લોકો જયારે પ્રથમવાર ભારત આવ્યા ત્યારે દરિયા કિનારે જ રોકી રખાયા.રાજાએ મળવા બોલાવેલા ત્યારે પારસીઓએ દુધના ગ્લાસમાં થોડી સાકર ભેગી કરીને રાજાને કહ્યું કે દુધમાં જેમ સાકર ભવી ગઈ તેમ અમે પણ તમારી પુજામા ભવી જઈશું બાદમાં રાજાએ આશ્રય આવ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.