Abtak Media Google News

ઓપરેશન કલીન મની અંતર્ગત મોટા ‘સોદાગરો’સામે સરકારની લાલ આંખ

૧ કરોડથી વધુના મૂલ્ય ધરાવતી ૧૪૦૦૦ મિલકતના આર્થિક વ્યવહારો પર ઇન્કમટેકસ વિભાગની બાજ નજર છે ! જી હા, ૧૪૦૦૦ એવો પ્રોપર્ટી ધારકો છે. જેમણે ૧ કરોડથી વધુની કિંમતની સ્થાવર મિલકતની લે-વેંચ કરી છે. તેમણે આઇ.ટી. રીટર્નમાં આ વ્યવહાર બતાવ્યા છે કે છુપાવ્યા છે અગર તેને લગતો વેરો ભર્યો છે કે નહીં તેની ચકાસણી થશે. ત્યારબાદ, યોગ્ય રાહે આગળની કાર્યવાહી થશે.

આશ્ર્ચર્યની વાત તો એ છે કે ૧-૧ કરોડની પ્રોટર્પીના સોદા કરનારા અમુક ‘સોદાગરો’એ તો આઇ.ટી. રીટર્ન ફાઇલ કરવાની ય તસ્દી લીધી નથી. કેમ કે – તેઓ માને છે કે – અમે અમારા આર્થિક વ્યવહારો છૂપાવવામાં કામિયાબ રહ્યા છીએ. જો કે હવે આવકવેરા વિભાગ આવા લોકો પર બાજનજર રાખી રહી છે. અહીં ખાસ ઉલ્લેખનીય છે કે ઓપરેશન કલીન મની અંતર્ગત આવકવેરા વિભાગ હરકતમાં આવ્યું છે.

આઇ.ટી. સુત્રોના જણાવ્યા મુજબ ૩૫૦૦૦ કેસમાં ઓનલાઇન કવેરી આવી છે. અને ૭૮૦૦ કેસમાં ઓનલાઇન વેરિફીકેશન કમ્પ્લીટ કરવામાં આવ્યું હતું

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.