Abtak Media Google News

૧૯૨ સીસીટીવી કેમેરાથી દર્દીની હાલ ચાલનું નીરિક્ષણ

રાજકોટની પીડીયુ કોવીડ હોસ્પિટલમાં કોરોના સંક્રમિત દર્દીઓની સેવામાં ફ્રન્ટલાઇન કોરોના વોરિયર્સ કામગીરી સતત ચાલુ છે તબીબો, નર્સ, હાઉસકીપિંગ કે ક્ન્ટ્રોલ રૂમના કર્મીઓ પણ સંક્રમિત થાય છે અને સાજા ઈને ફરી સેવામાં લાગી જાય છે રાજકોટ ની પીડીએફ કોવીડ  હોસ્પિટલના આઈ.ટી. સેલ સીસીટીવી કેમેરા ટેકનોલોજી સર્વિસ ઇન્ટરનેટ અને સર્વર નેટવર્કની કામગીરી સહિત સમગ્ર કોમ્પ્યુટર રાઈઝ દર્દીઓને અપાતી સારવાર દર્દીના સગા અને તબીબ તેમ જ દર્દી સાથે કોમ્યૂનિકેશન માટે કાર્યરત છે.

આ કામગીરીના સિસ્ટમ મેનેજર તરીકે કામગીરી સંભાળતા હિરેનભાઈ રાણપરા તારીખ ૩૦ ઓગસ્ટના રોજ કોરોના સંક્રમિત થયા હતા કિરણભાઈએ જણાવ્યું હતું કે પી.ડી.યુ.માં ૧૯૨ સીસીટીવી કેમેરા કાર્યરત છે જેમાં ૧૭૨ કેમેરા ઇન્ડોર સેવા માટે છે તેઓ પંદર દિવસ સુધી સારવાર માટે આઇસોલેટ રહ્યા તેમાંથી સાજા થઇ જતા ૧૫ સપ્ટેમ્બરી ફરી કામગીરી સંભાળી લીધી છે. પી.ડી.યુ હોસ્પિટલમાં કર્મયોગીઓ સંક્રમિત થાય તો ટીમના અન્ય સભ્યો કામગીરી સંભાળી લે છે કામગીરીને અસર થતી નથી આમ કર્મયોગીઓ દર્દીઓની સેવા માટે રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ અવિરત કામગીરી કરી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.