Abtak Media Google News

ભારતને પહેલો satellite આર્યભટ્ટ આપનાર ઇસરોના પૂર્વ પ્રમુખ યુ.આર. રાવનું ૮૫ વર્ષની વયે નિધન થયું છે હદ્નયની બિમારી પીડીત થોડા સમય અગાઉ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પરંતુ તેમની હાલતમાં સુધારો થયો ન હોવાથી સોમવારે વહેલી સવારે અંતિમ શ્ર્વાસ લીધા હતા.

કેન્દ્રસરકાર દ્વારા આ વર્ષે તેઓને ‘પજ્ઞ વિભુપણ’થી સન્માનીત કરવામાં આવ્યા હતા. જ્યારે ૧૯૭૬માં તેમને પજ્ઞવિભુષણ યુ.આર. રાવના નિધન અંગે પીએમ મોદીએ શોક વ્યક્ત કરી ટ્વીટ કરી છે તેમજ પીએમ મોદીએ લખ્યું છે કે યુ.આર.રાવના નિધનના સમાચાર સાંભળીને ઘણું દુ:ખ થયું છે ભારતીય અંતરીક્ષ વિજ્ઞાનમાં તેમનું અતુલનીય યોગદાન રહ્યું છે.

– ૧૯૭૫માં તેમના નેતૃત્વ હેઠળ ભારતે પોતાને પ્રથમ ઉપગ્રહ આર્યભટ્ટ લોન્ચ કર્યો હતો. છેલ્લા કેટલાક વર્ષોમાં તેઓએ કેટલાય ઉચ્ચ સ્થાનો ઉપર રહ્યા તેમજ તેમને ૧૦ આંતરાષ્ટ્રીય એવોર્ડથી સમ્માનીત કરવામાં આવ્યા હતા. તેમજ તેઓેએ ૧૯૮૪થી ૧૯૯૪ સુધી ઇસરોમાં પોતાની સેવાનું અતુલ્ય યોગદાન આપ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.