Abtak Media Google News

૩૩ મિશનોમાં ઉપગ્રહો અને રોકેટને લોન્ચ કરવાનો ઈસરોનો ચાલુ વર્ષનો નિર્ધાર: કે.સિવન

હાલ વિશ્વભરમાં અવકાશી ક્ષેત્રે ભારત પોતાનું વર્ચસ્વ જમાવી રહ્યું છે જેમાં ૨૦૧૯ની વાત કરવામાં આવે તો ઈસરો પોતાના ૩૩ મિશનોનો નિર્ધાર કર્યો છે જેમાં અનેકવિધ ઉપગ્રહો અને રોકેટોને લોન્ચ કરવામાં આવશે અને ભારતના સંરક્ષણ ક્ષેત્રે પોતાનું મહત્વપૂર્ણ યોગદાન પણ આપશે. વાત કરવામાં આવે તો ૨૦૧૯ના પ્રારંભમાં ડીઆરડીઓ દ્વારા બે સર્વેલન્સ સેટેલાઈટ અવકાશમાં છોડવામાં આવી છે કે જે એસેટ મિસાઈલ ટેસ્ટ માટેનો લક્ષ્યાંક બનાવવામાં આવ્યો હતો.

ઈસરો ચાલુ વર્ષમાં એડવાન્સ મિલિટરી ઉપગ્રહોને અવકાશમાં છોડવાનો પ્રયત્ન કરી રહી છે જેથી ભારતનું સંરક્ષણ ક્ષેત્રે મહત્વનું યોગદાન રહે ત્યારે વાત કરવામાં આવે તો ઈસરો મિલિટરી સંલગ્ન પાંચ સેટેલાઈટ લોન્ચ આવનારા સમયમાં કરવા જઈ રહ્યું છે. જેમાં રિસેટ સેટેલાઈટની ૪ નવી સીરીઝ એડવાન્સ કાર્ટોસેટ-૩ ઉપગ્રહ અવકાશમાં છોડશે ત્યારે ૨૦૧૬માં સર્જિકલ સ્ટ્રાઈક માટેનો જે પ્લાન ઘડવામાં આવ્યો હતો તેનામાં રીસેટ સીરીઝના જુના ઉપગ્રહનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને ચાલુ વર્ષની જૈશ એ મોહમ્મદના આતંકી કેમ્પ ઉપર જે બાલાકોટમાં એર સ્ટ્રાઈક કરવામાં આવી તેમાં પણ રીસેટ સીરીઝના ઉપગ્રહનો ઉપયોગ કરાયો હતો.

પૂર્વ સમયમાં અવકાશી એજન્સીઓ પ્રતિ વર્ષ એક થી બે મિલિટરી ઉપગ્રહોને અવકાશમાં છોડતું હતું જે હવે વધારવામાં આવી રહ્યું છે. કારણકે સંરક્ષણ ક્ષેત્રે ભારત ધીમે-ધીમે પોતાનું પ્રભુત્વ દાખવી રહ્યું છે કે જે અન્ય શહેરો અને અન્ય દેશોની સરખામણીમાં ખુબ જ વધુ છે.

ત્યારે ઈસરોના ચેરમેન કે.સિવને માહિતી આપતા જણાવ્યું હતું કે, ૨૦૧૯ના વર્ષમાં ઈસરો ૩૩ મિશનોને સર કરશે. રીસેટ-૨ બી ઉપગ્રહને છોડવા માટે હાલ ઈસરો રોકેટ મારફતે અવકાશમાં છોડવામાં આવશે. જયારે કાર્ટોસેટ-૩ ઉપગ્રહ મારફતે અવકાશમાં છોડાશે. કાર્ટોસેટ-૩ ઉપગ્રહ વિશે વાત કરવામાં આવે તો તે વિશ્ર્વનું પ્રથમ એવું ઉપગ્રહ છે કે જે ૦.૨ મીટર રીઝોલ્યુશનમાં ઝુમ કરી શકશે જેથી નાનામાં નાની ચીજ વસ્તુઓનું પણ તે ખુબ જ સારી રીતે ચિત્ર દ્રશ્યાંવિત કરી શકશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.