શું અર્થતંત્રને ડુબતું બચાવવા અંદાજપત્ર સિવાય આરો નહીં ?

71

માંદા ર્અતંત્ર માટે ફિસ્કલ ડિફિસીટનું સમતુલન જાળવવાની પોલીસી અકિસર દવા બનશે તેવો નિષ્ણાંતોનો મત

ફિસ્કલ ડિફિસીટના ટાર્ગેટ પુરા કરવા મામલે મોદી સરકાર અગાઉની કેન્દ્ર સરકારની સરખામણીએ વધુ વાસ્તવિક હોવાનો દાવો નાણા પ્રધાન નિર્મલા સીતારામને કર્યો છે. આવી સ્થિતિમાં શું ર્અતંત્રને ડુબતુ બચાવવા ફિસ્કલ ડિફિસીટમાં સંતુલન જાળવીને અંદાજપત્ર અનુસાર ચાલવા સીવાય કોઈ આરો ની તેવું જાણવા મળી રહ્યું છે. અંદાજપત્રમાં સરકારે કરેલી જોગવાઈ ર્અતંત્રના ભવિષ્યના વિકાસના ધ્યાને રાખીને થઈ છે. જો કે, ફિસ્કલ ડિફિસીટ માટે અગાઉની સરકાર દ્વારા ધુંધળા આંકડા દર્શાવાયા હોવાના અડકતરા ઈશારા વચ્ચે નાણા પ્રધાન નિર્મલા સીતારામનનું કહેવું છે કે, મોદી સરકારે અગાઉની સરકાર કરતા ફિસ્કલ ડિફિસીટ જાહેર કરવામાં વાસ્તવિકતા દાખવી છે.

નોંધનીય છે કે, ફિસ્કલ ડિફિસીટના આંકડા મુદ્દે પારદર્શકતા હોવાનું સરકારનું કહેવું છે ત્યારે ર્અતંત્રના વિકાસદર સો ફિસ્કલ ડિફિસીટની બાબત કઈ રીતે જોડાય છે તે અંગે પ્રશ્ર્નો ઉઠી રહ્યાં છે. આ મામલે ગઈકાલે નિર્મલા સીતારામને કહ્યું હતું કે, અમે પબ્લિક એસેટ બનાવવા માટે નાણા રોકી રહ્યાં છીએ. આપણી પાસે કોઈ બેઝીક ઈન્ફાસ્ટ્રકચર ની. પરિણામે અમે નવા ફિસ્કલ ડિફિસીટના ટાર્ગેટના આંકડા જાહેર કરવામાં પારદર્શકતા જાળવીએ છીએ. ઉદ્યોગોના સહારે ઈકોનોમીક આગળ વધે તેવી અમારી ઈચ્છા છે. જેી સરકાર ઉદ્યોગોને મદદ કરી રહી છે. જ્યાં એસેટનું નિર્માણ થાય ત્યાં અમે નાણા રોકીએ છીએ. આ માટે અમે રોડ મેપ પણ બનાવ્યો છે.

બજેટ શેરબજારને પસંદ ન આવ્યું હોવાની દલીલો અંગે તેમણે કહ્યું હતું કે, સોમવારે બજાર સાચા વર્કિંગ મુડમાં હતું. જેથી બજાર ઉંચુ ગયું હતું. માટે એવું ન કહી શકાય કે, શેરબજારને પસંદ પડ્યું ની. આગામી ૧લી એપ્રિલી શરૂ તાં નાણાકીય વર્ષમાં ફિસ્કલ ડિફિસીટનો દર ૩.૫ ટકાનો રહેશે તેવું આંકવામાં આવ્યું છે. ગત નાણાકીય વર્ષમાં આ દર ૩.૮ ટકા જેટલો રહેશે તેવો દાવો યો હતો.  દરમિયાન અહીં આપેલા કોષ્ટકમાં વર્ષ ૨૦૦૫ી ૨૦૧૯-૨૦ સુધીમાં ફિસ્કલ ડિફિસીટ અને જીડીપી ગ્રો કઈ રીતે સંકળાયેલા છે તે દર્શાવવામાં આવ્યું છે.

દરમિયાન માંદા ર્અતંત્ર માટે સરકારના ખર્ચ પરનું નિયંત્રણ અને આવક વધારવાના સાધનો ઉપર ધ્યાન દેવાી તબીયત સુધરશે તેવું નિષ્ણાંતોનું માનવું છે. વર્તમાન સમયે સૌી મહત્વનું સરકાર માટે નાણા ખર્ચવામાં ડિસીપ્લીન છે. જો સરકાર આગામી વર્ષ ૨૦૨૩ સુધીમાં નાણાના ખર્ચ ઉપર નિયંત્રણ રાખી શકશે તો ફિસ્કલ ડિફિસીટ મુદ્દે સરકારે ધાર્યા પરિણામ મળશે તેવું નિષ્ણાંતોનું માનવું છે.

  • શેરબજારમાં તેજીનો તોખાર: સેન્સેકસ ફરી ૪૦,૦૦૦ને પાર

સેન્સેકસમાં ૭૦૦ પોઇન્ટથી વધુ અને નિફટીમાં ૨૦૦ પોઈન્ટથી વધુનો ઉછાળો કેન્દ્રીય બજેટની જાહેરાતનાં દિવસે શનિવારે શેરબજારમાં તોતીંગ કડાકો બોલી ગયા બાદ છેલ્લા બે દિવસથી મુંબઈ શેરબજારમાં જાણે તેજી પરત ફરી છે. શેરબજારમાં આજે તેજીનો તોખાર જોવા મળતા સેન્સેકસે ફરી ૪૦,૦૦૦ પોઈન્ટની સપાટી કુદાવી હતી જયારે નિફટી પણ ૧૨,૦૦૦ની સપાટીને હાંસલ કરવા માટે મથામણ કરતી જોવા મળી હતી. બજારમાં તેજીનાં પગલે રોકાણકારોમાં ભારે ખુશાલી વ્યાપી જવા પામી છે.  આજે ઉઘડતી બજારે મુંબઈ શેરબજારનાં બંને આગેવાન ઈન્ડેક્ષો ગ્રીન ઝોનમાં ખુલ્યા હતા. રોકાણકારોને વિશ્ર્વાસ સાથે ખરીદીનો દૌર ચાલુ રાખતા તેજી સતત વધુ મજબુત બની હતી. ઈન્ટ્રા-ડેમાં આજે સેન્સેકસે ફરી ૪૦,૦૦૦ પોઈન્ટની સપાટી ઓળંગી હતી તો નિફટીમાં પણ ભારે ઉછાળા જોવા મળ્યા હતા. અમેરિકી ડોલર સામે આજે રૂપિયો પણ ૧૨ પૈસા જેવો મજબુત બન્યો છે.આ લખાય રહ્યું છે ત્યારે સેન્સેકસ ૭૦૦ પોઈન્ટનાં ઉછાળા સાથે ૪૦,૫૭૩ પોઈન્ટ અને નિફટી ૨૦૦ પોઈન્ટનાં ઉછાળા સાથે ૧૧,૯૦૮ પોઈન્ટ પર કામકાજ કરી રહી છે.

Loading...