Abtak Media Google News

અન્ય એક આતંકી ઝાકિર મુસા હજુ સુધી સુરક્ષાદળોના હાથે લાગ્યો નથી: સેનાએ આતંકી સંગઠન ઈસ્લામિક સ્ટેટ જમ્મુ એન્ડ કાશ્મીરના કમાન્ડર ઈશફાફ અહેમદ સોફીને ઠાર માર્યો

જમ્મુ-કાશ્મીરના શોપિયામાં સુરક્ષાદળોએ આતંકી સંગઠન ઈસ્લામિક સ્ટેટ જમ્મુ એન્ડ કાશ્મીરના કમાંડર ઈશફાફ અહેમદ સોફીને ઠાર માર્યો છે. ઈશફાફ કાશ્મીરમાં ISJKનો કમાંડર હતો.જોકે અન્ય એક આતંકી ઝાકિર મુસા હજુ સુધી સિક્યોરિટી ફોર્સના હાથે લાગ્યો નથી. ગત દિવસોમાં તેના પંજાબમાં છુપાયા હોવાની ગુપ્ત માહિતી મળી હતી.

જમ્મુ-કાશ્મીરમાં શાળા કોલેજે બંધ રાખવાના આદેશ

ઈશફાફ અહેમદ સોફી જમ્મુ-કાશ્મીરના સોપોરનો રહેવાસી હતો. જેને એન્કાઉન્ટર દરમિયાન સુરક્ષાબળોએ જમ્મુ-કાશ્મીરના શોપિયામાં ઠાર માર્યો હતો. ISJKઆતંકી ઈશફાફ અહેમદ સોફી અબ્દુલ્લાના ભાઈના નામે પણ ઓળખાતો હતો. તેની પાસેથી ઘાતકી હથિયારો પણ મળી આવ્યા હતા. આતંકીને ઠાર મારતાની સાથે જ જમ્મુ-કાશ્મીરના એડિશનલ ડેપ્યુટી કમિશનરે અહીંની તમામ શાળા કોલેજોને બંધ રાખવાના આદેશ  કર્યો છે.

સૂત્રોનાં કહ્યાં પ્રમાણે, સોપોરના અમશિપોરામાં શુક્રવારે સવારે સુરક્ષાબળો સાથેની અથડામણમાં આતંકી ઈશફાફ ઠાર મરાયો હતો. ઈશફાફ અહેમદ સોફી કાશ્મીરમાં આતંકી સંગઠ ISJKનો કમાંડર હતો. તે વર્ષ ૨૦૧૫માં હરકત-ઉલ-મુઝાહિદ્દીન આતંકી સંગઠન સાથે જોડાયો હતો. ત્યારબાદ તે ૨૦૧૬માં હરકત-ઉલ-મુઝાહિદ્દીનને છોડીને ISJKઆતંકી સંગઠનમાં સામેલ થઈ ગયો હતો.

સુરક્ષાબળોએ બુરહાન વાની ગેંગનો સફાયો કર્યો

અગાઉ સુરક્ષાબળોએ શોપિયા જિલ્લાના ઈમામ સાહેબ ગામમાં એન્કાઉન્ટર દરમિયાન બુરહાન વાની ગેંગના છેલ્લા કમાંડર લતીફ ટાઈગર સહિત બે આતંકીઓને ઠાર કર્યા હતા. હિઝબુલના કમાંડર લતીફ અને બે આતંકીઓ એક ઈમારતમાં છુપાયા હતા. સુરક્ષાબળોને બાતમી મળતા આ ત્રણેય આતંકીઓ ઠાર મરાયા હતા.  જો કે આ એન્કાઉન્ટરમાં સુરક્ષાબળોના બે જવાનો પણ ઘાયલ થયા હતા.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.