Abtak Media Google News

તાલીબાનોના કાળા કેર જેવા જુલમથી લાખોની વસ્તી ધરાવતા હિન્દુ અને શીખો માત્ર આંગળીના ટેરવે ગણી શકાય એટલા જ રહ્યા

અફઘાનિસ્તાનમાં શિખ અને હિન્દુ વસ્તી અને સમુદાય સ્થાનિક ધોરણે ઈસ્લામ સ્ટેટની ધમકીઓ અને ઉપદ્રવને પગલે સતત ઘટી રહી છે. અને અનેક પરિવારો પોતાનો માદરે વતન અને ધર્મ ભૂમિનો સદા માટે ત્યાગ કરવા તત્પર બન્યા છે. એક જમાનામાં અઢીલા જેટલી સભ્ય સંખ્યાને બદલે આ પરિસ્થિતિમાં માત્ર ૭૦૦ લોકો જ બાકી બચ્યા છે. વર્ષોથી સાંપ્રદાયિક વસ્તીની સંખ્યાનું સતત પણે ઘટતી જતી હોવાની સમસ્યા મોટાભાગના મુસ્લિમ દેશોમાં પ્રવર્તી રહી છે. સરકારના દાવા છતં હિન્દુ લઘુમતિ વર્ગને ધર્મ અને જીવન સામે રક્ષણ મળતુ નથી અને ઈસ્લામીક સ્ટેટ જુથ જેવા આતંકીઓ સતત પણે ઉપદ્રવ મચાવી રહ્યા છે.

હિન્દુ વસ્તીનાં અંતિમ શાહેદ તરીકે સામે આવેલા હમદર્દએ સ્પષ્ટ જણાવ્યું હતુ કે અમે લાંબો સમય આ પરિસ્થિતિમાં ટકી નહિ શકીએ અમને સતત ભયભીત કરવા માટે સતત નિશાન પર રાખવામાં આવે છે. તેમણે જણાવ્યું હતુકે મારા સાત સંબંધીઓ જેના બહેન ભત્રીજા અને જમાઈની ૨૫ શીખોનો ભોગ લેનાર માર્ચ મહિનામાં ગુરૂદ્વારામાં થયેલા આતંકી હુમલામાં બંદુક ધારીઓએ મારી નાખ્યા હતા. કોઈપણ સ્થિતિમાં માતૃભૂમિ અને જન્મ સ્થળ છોડવું દરકે માટે કઠીક હોય છે. અત્યારે અફઘાનિસ્તાનમાં બાકી વધેલા શીખ અને હિન્દુઓ એ સાથે મળીને અફઘાનિસ્તાનનો ત્યાગ કરી ત્રાહીત દેશમાં વસવા માટેની તૈયારીઓ કરી લીધી છે.

શીખો અને હિન્દુ બંને ધર્મો, ધર્મ સ્થળો, ધર્મ ગ્રંથોને અફઘાનિસ્તાનમાં બચાવી રાખવા માટે ખૂબજ સંઘર્ષ ચાલી રહ્યો છે. લોકો પાસે હવે જૂજ મંદિરો સ્વાયત્ત પુજા અર્ચના માટે બાકી રહ્યા છે. મુસ્લિમ દેશમાં હિન્દુ અને શીખો સતત પણે ભયભીત અવસ્થામાં જીવવા મજબુર બન્યા હોવાનું જણાવી પોતાનું ૨૦૦૧ પછી અમેરિકાના પ્રતિક્રમણ બાદ જપ્ત કરી લેવાયું હતુ અને તેમને કાબુમાં બચેલા બેમાંથી એકમાં આસરો લેવા જણાવી દીધું હતુ હતુ તાલીમાબાનોના રાજમાં ૧૯૯૦થી લઘુમતીઓ પર બળજબરી થાય છે. એક વખતતો ધાર્મિક લઘુમતિ શીખ અને હિન્દુઓનેઓળખ માટે પીળા કલરનાં વસ્ત્રોનું દબાણ કરવામાં આવ્યું હતુ પરંતુ આંતરરાષ્ટ્રીય મંચ પર થયેલા હોબળા બાદ બંધ રહ્યું હતુ.

શીખો અને હિન્દુઓને ચોડી દેવાયેલા ઘણો પાછા મળે તેવું વાતાવરણ ઉભૂ નથી થયું પ્રાચીન શહેરકાબુલમાં હિન્દુઓનાં મંદિરોનું બંધ કરી દેવામાં આવ્યું છે. માર્ચ ૨૦૧૮માં આઈએસના હુમલામાં જલાલાબાદમાં ૧૯ની હત્યા કરવામાં આવી હતી. જેમાં મોટાભાગના શીખો હતા. જેમાંથી એકતો અફઘાન સરકારના સાંસદ હતા. લઘુમતિને મોટી જાનહાનીનું ભોગ બનવું પડ્યું હતુ ખાલસાના નેતા કરણસિંહ શીખોને સલામત રાખવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. તે પણ તેમના ભાઈના અપહરણ અને હત્યાબાદ બે વર્ષ પહેલા જ કાબુલ છોડી ચાલ્યા ગયા હતા. છેલ્લા ત્રણ વર્ષથી અફઘાનિસ્તાનમાં શીખો અને હિન્દુઓનાં અસ્તિત્વનો જંગ ખેલી રહ્યા છે.

ગૃહમાત્રાલયના પ્રવકતા તારીખ અનવરે જણાવ્યું હતુકે શીખો અને હિન્દુઓના પુન:વર્સન અને સલામતી માટે તૈયાર છીએ તેમને ભારત જવાની જરૂર નથી આ પરિસ્થિતિમાં ૧૭૬ અફઘાની શીખો અને હિન્દુઓ ખાસ વિઝા પર ભારત ગયા હતા તેમાંથી પ્રથમ દળ ૧૧ સભ્યોનું ભારતમા પહોચ્યું હતુ. ખાલસાએ જણાવ્યું હતુકે અફઘાનના શીખો અને હિન્દુઓ કેનેડા અને યુરોપ જઈ રહ્યા છે. કેટલાક કેનેડીયનોએ અફઘાનના શીખો અને હિન્દુઓનાં વસવાટ માટે ખાસ માંગ સંસદમાં ઉઠાવી છે. અફઘાનીસ્તાનમાં અત્યારે અગાઉ અઢી લાખની સંખ્યામાં કાબુલ અને આસપાસમાં રહેતા શીખો અને હિન્દુઓની ૭૦૦માંજ સમેટાઈ ગઈ છે. તાલીબાનોની ધમકીઓ ને પગલે ધાર્મિક લઘુમતી અસ્તિત્વનાં જંગ માટે સંઘર્ષ કરી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.